શત્રુઘ્ન સિન્હાની હરકતથી શશિ કપૂર હતાં પરેશાન, પટ્ટે પટ્ટે મારવાનો કર્યો હતો પ્રયાસ

News18 Gujarati
Updated: February 2, 2021, 4:03 PM IST
શત્રુઘ્ન સિન્હાની હરકતથી શશિ કપૂર હતાં પરેશાન, પટ્ટે પટ્ટે મારવાનો કર્યો હતો પ્રયાસ
શત્રુઘ્ન સિન્હાએ શેર કર્યો શશિ કપૂર સાથેનો જૂનો કિસ્સો

શત્રુઘ્ન સિન્હાની (Shatrughan Sinha) આ ટેવથી શશિ કપૂર (Shashi Kapoor) એટલી હદે પરેશાન થઇ ગયા હતાં કે તેઓ શત્રુઘ્નને પટ્ટે પટ્ટે મારવાં દોડ્યા હતાં.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટર્સનાં ફિલ્મી સેટ પર મોડા આવવાની વાતો સામાન્ય છે. આ એક્ટર્સની લિસ્ટમાં શત્રુઘ્ન સિન્હા (Shatrughan Sinha)નું નામ પણ શામેલ છે. શત્રુઘ્ન સિન્હા હમેશાં તેમની ફિલ્મોનાં સેટ પર મોડા આવતાં. હદ તે થતી કે, તેમને કારણે તેમનાં સાથી કલાકારોએ ત્રણ ત્રણ કલાક રાહ જોવી પડતી. શત્રુઘ્નની આ ટેવથી શશિ કપૂર (Shashi Kapoor) એટલી હદે પરેશાન થઇ ગયા હતાં કે એક વખત તેઓ શત્રુઘ્નને પટ્ટે પટ્ટે મારવાં દોડ્યાં હતાં.

શત્રુઘ્ન સિન્હાએ એક ઇન્ટરવ્યૂંમાં આ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે- 'એક વખત મારા મોડા આવવાથી શશિ કપૂર મને પટ્ટાથી મારવા માટે આવ્યાં હતાં. મે તેમને ક્હ્યું કે, તેમણે તેમને આ ફિલ્મમાં તેમનાં અનુશાસન માટે લીધા છે અને મારા ટેલેન્ટ માટે. તેનાં પર શશિ કપૂર (Shashi Kapoor)એ તેમને કહ્યું કે, જોતો કેવો બેશરમની જેમ વાત કરે છે. ' શત્રુઘ્ને કહ્યું કે, આ બધી વાતો મજાકમાં થતી હતી.. અમે ઘણાં સારા મિત્રો હતાં.

આ પણ વાંચો-અનુષ્કા શર્માએ દીકરી VAMIKAનું નામ જાહેર કર્યા બાદ શેર કરી પોસ્ટ, સ્ટ્રગલ અંગે લખ્યો ખાસ મેસેજ

જોકે, શત્રુઘ્ને કહ્યું કે, તે હમેશાં મોડા નહોતા આવતા.. તેઓ ક્યારેક ક્યારેક સમય પર પણ પહોંચી જતા હતાં. તેમણે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, 'હું એક વખત અમિતાભ બચ્ચન સાથે શૂટિંગ કરી રહ્યો હતો. અને કોલ ટાઇમ સવારે 4.30 વાગ્યાનો હતો. હું એકદમ ચોક્કસ સમય પર પહોંચી ગયો હતો. ગૌતમ ઘોષની ફિલ્મ 'અંતારજલિ જત્રા'ની શૂટિંગ કોલકાતામાં હતી અને તે સમયે શૂટિંગ માટે સવારનાં સમયે હું એકદમ ચોક્કસ ટાઇમે પહોંચી જતો હતો.'

જોકે તેમણએ આ માનવાથી જરાં પણ ઇન્કાર નહોતો કર્યો કે, તેઓ લેટ લતીફ હતાં. તેમણે કહ્યું કે, 'હું જાણી જોઇને મોડેથી નહોતો પહોંચતો. મને કામ પર જતાં પહેલાં યોગ કરવાનાં હોતા હતાં. જેમાં સમય લાગતો હતો. ક્યારેક સવારે 9 વાગ્યાની શિફ્ટમાં 12 વાગ્યે પહોંચતો હતો. પણ મારી યાદશક્તિ ઘણી સારી હોતી હતી અને આજે પણ છે. હું એક વખત લાઇન વાંચી લવું અને એક ટેકમાં શૂટિંગ પૂર્ણ કરી દેતો હતો.'

આ પણ વાંચો- જુમ્મા ચુમ્મા'ની કહાની શિલ્પા શિરોડકર અને સુદેશ ભોસલેની જુબાની, સવારે 9થી રાત્રે 2 સુધી થયું રેકોર્ડિંગહું વન ટેક આર્ટિસ્ટ હતો. કોઇપણ પ્રોડ્યૂસર ફિલ્મ માટે મોડુ થવાનો ઇલ્ઝામ મારા પર નહોતા લગાવતા અને આજ કારણ હતું કે મે મનમોહન દેસાઇની સાથે 10-11 ફિલ્મો અને હર્મેશ મલ્હોત્રાની સાથે 13 ફિલ્મોમાં કામ કર્યું છે. નહીં તો પ્રોડ્યુસર્સ મને ફિલ્મ ઓફર કેમ કરતાં..? શું આપ જાણો છો મને 'શોલે', 'દીવાર', 'સત્તે પે સત્તા' અને 'અચાનક' પણ ઓફર થઇ હતી.
Published by: Margi Pandya
First published: February 2, 2021, 4:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading