ટીવી એક્ટર પર આરોપ, માતા પર ગુજાર્યો બળાત્કાર અને પછી..
News18 Gujarati Updated: January 23, 2021, 7:03 PM IST
મહિલાના નિવેદનના આધારે કેસ નોંધ્યો છે, પરંતુ આરોપી હજી પોલીસની પકડથી બહાર છે.
મહિલાના નિવેદનના આધારે કેસ નોંધ્યો છે, પરંતુ આરોપી હજી પોલીસની પકડથી બહાર છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: મુંબઇમાં એક ટીવી અભિનેતા પર તેની જ સાવકી માતાએ રેપ કરવાનો આરોપ મૂક્યો છે. ઉલ્લેખનીય છે કે અભિનેતા વિરુદ્ધ મુંબઈના ઓશીવારા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. ટીવી એક્ટર પર તેની 58 વર્ષની સાવકી માતા પર બળાત્કાર ગુજારવાનો અને લૂંટ કરવાનો આરોપ છે.
મળતી માહિતી અનુસાર મહિલાએ તેના પુત્ર પર આરોપ લગાવ્યો કે, 'પહેલા તેણે ઘરેણાં અને રોકડ લૂંટી લીધી હતી અને જ્યારે તેણે વિરોધ કર્યો હતો ત્યારે તેની પર બળાત્કાર ગુજાર્યો હતો.' આ ટીવી અભિનેતાના 78 વર્ષીય પિતા પોતે પણ એક જાણીતા નિર્માતા અને દિગ્દર્શક છે અને તેમની ત્રીજી પત્ની સાથે તેના સગા દીકરાએ આ ઘૃણાસ્પદ ઘટનાને અંજામ આપ્યો છે.
હાલની પરિસ્થિતિની વાત કરીએ તો પોલીસે મહિલાના નિવેદનના આધારે કેસ નોંધ્યો છે, પરંતુ આરોપી હજી પોલીસની પકડથી બહાર છે. વરિષ્ઠ પોલીસ અધિકારીઓનું આ કેસ વિશે કહેવું છે કે તે પરિવારમાં સંપત્તિના વિવાદનો પણ કેસ હોઈ શકે છે. પોલીસ આ મામલે ગંભીરતાથી તપાસ કરી રહી છે.
ફરિયાદની ચકાસણી બાદ પોલીસ આરોપી પુત્રની ધરપકડ કરવાની વાત કરી રહી છે. એક અહેવાલ એવા પણ મળી રહ્યા છે કે પીડિતા અંધેરી વેસ્ટમાં તેના પતિ સાથે રહે છે, જ્યારે તેનો સાવકો પુત્ર બીજા ઘરે રહે છે. તે પૈસા માટે વારંવાર તેના પિતા પર દબાણ કરે છે.
Published by:
Margi Pandya
First published:
January 23, 2021, 6:59 PM IST