B'Day Special: 37 વર્ષના થયા હેન્ડસમ હંક ગુરમીત ચૌધરી, બની ચુક્યા છે સેક્સીએસ્ટ એશિયન મેન અલાઇવ

News18 Gujarati
Updated: February 22, 2021, 11:48 AM IST
B'Day Special: 37 વર્ષના થયા હેન્ડસમ હંક ગુરમીત ચૌધરી, બની ચુક્યા છે સેક્સીએસ્ટ એશિયન મેન અલાઇવ
ગુરમીતનો આજે 37મો જન્મ દિવસ

ગુરમીત અભિનેતાની સાથે માર્શલ આર્ટિસ્ટ પણ છે. આ સાથે તે સેક્સિસ્ટ એશિયન મેન એલાઇવની ટોચની 10 યાદીમાં શામેલ થયો છે. આ યાદીમાં તે 8મા ક્રમે હતો.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવીના રામ એટલે કે ગુરમીત ચૌધરીનો જન્મ 22 ફેબ્રુઆરી 1984ના રોજ બિહારના ભાગલપુરમાં થયો હતો. 2008માં તે રામાયણમાં દેખાયા, જેમાં તેમની પત્ની દેબીના બેનરજીએ સીતાની ભૂમિકા ભજવી હતી. ગુરમીત અભિનેતાની સાથે માર્શલ આર્ટિસ્ટ પણ છે. આ સાથે તે સેક્સિસ્ટ એશિયન મેન એલાઇવની ટોચની 10 યાદીમાં શામેલ થયો છે. આ યાદીમાં તે 8મા ક્રમે હતો.

રામાયણ સિવાય તેણે 'ગીત-હુઈ સબસે પરાઇ' અને 'પુનર્વિવાહ'માં પણ કામ કર્યું છે. તેણે ફોક્સ સ્ટુડિયોની સાયકોલોજિકલ થ્રિલર ખામોશીયાથી બોલિવૂડમાં પદાર્પણ કર્યું હતું. આ સિવાય તે ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલા જાની પાંચમી સિઝનનો વિજેતા પણ રહી ચૂક્યો છે. આ સિવાય તેણે દેબીના બેનર્જી સાથે નચ બલિયે 6માં ભાગ લીધો હતો. બંને શોના પહેલા રનર્સ અપ હતા.

ગુરમીત ચૌધરી અને દેબીના બેનર્જીની મુલાકાત પહેલી વાર 2006માં મુંબઈમાં ટેલેન્ટ કોન્ટેસ્ટ દરમિયાન થઇ હતી. જ્યાં ગુરમીત ચૌધરી મુંબઇથી અને દેબિના બેનર્જી કોલકાતાથી ચૂંટાયા હતા. આ પછી તેમની મુલાકાત મુંબઈમાં થઈ જ્યારે દેબીના બેનર્જી તેની અભિનય કારકીર્દિ માટે મુંબઈ શિફ્ટ થઈ. ગુરમીત ચૌધરી, દેબીના બેનર્જીના રૂમમેટના બોયફ્રેન્ડનો મિત્ર હતો.

એક ઇન્ટરવ્યૂમાં દેબીના બેનર્જીએ કહ્યું હતું કે ગુરમીત ચૌધરીએ તેમને એરપોર્ટથી પીક કરવાનું હતું, પરંતુ તેણે છેતરપિંડી કરી અને તેને લેવા ન આવ્યો. આ પછી દેબીના બેનર્જીએ ગુરમીત ચૌધરીને નાપસંદ કરવાનું શરૂ કર્યું. ગુરમીત ચૌધરીનો મિત્ર દેબીના બેનર્જીના રૂમમેટને ડેટ કરી રહ્યો હતો. જેને કારણે તે ઘણી વાર તેના એપાર્ટમેન્ટની મુલાકાત લેતો, જ્યાં તે ઘણી વખત મળતો અને બંને એકબીજાને ઓળખતા. જોકે, જ્યારે દેબીના બેનર્જીનો રૂમમેટ શહેરની બહાર ગઈ, ત્યારે ગુરમીત ચૌધરી તેના ઘરે આવવાનું બંધ કરી દીધું. જે બાદ તેને સમજાયું કે તે ગુરમીત ચૌધરીને મિસ કરી રહી છે. આ પછી દેબીના બેનર્જીએ ગુરમીત ચૌધરીને કોલ કરવાનું શરૂ કર્યું અને બંને કલાકો સુધી ફોન પર વાતો કરતા.

ગુરમીત ચૌધરી અને દેબીના બેનર્જીના લગ્ન વર્ષ 2011માં થયા હતા, પરંતુ બાદમાં ગુરમીત ચૌધરીએ ખુલાસો કર્યો હતો કે બંનેના લગ્ન 2006માં થયા હતા અને તેમના પરિવારોને તેની જાણ નહોતી. આ લગ્ન કરાવવામાં તેના મિત્રોએ તેમને મદદ કરી.
Published by: Margi Pandya
First published: February 22, 2021, 11:47 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading