હીના ખાન જીમમાં કરી રહી છે ઘણી મહેનત, શેર કર્યો Bold Video

News18 Gujarati
Updated: January 27, 2021, 5:21 PM IST
હીના ખાન જીમમાં કરી રહી છે ઘણી મહેનત, શેર કર્યો Bold Video
હીના ખાન (ફોટો - ઈન્સ્ટાગ્રામ)

સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે જીમમાં પરસેવો પાડતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં હિના ખાન બોલ્ડ અને સ્ટ્રોંગ અવતારમાં જોવા મળે છે.

  • Share this:
નાના પડદા પર ઘણી મોટી સફળતા મેળવી ચુકેલી અભિનેત્રી હિના ખાન હંમેશા ચર્ચામાં રહે છે. તે સોશ્યલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે અને ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે અવનવી પોસ્ટ શેર કરતી રહે છે. અત્યારે પણ હીના ખાન તેની પોસ્ટને કારણે ચર્ચામાં આવી ગઈ છે.

તેણે પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે જીમમાં પરસેવો પાડતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં હિના ખાન બોલ્ડ અને સ્ટ્રોંગ અવતારમાં જોવા મળે છે. આ સાથે જ તેણે જીમ આઉટફીટમાં પોતાની ફીટ બોડી પણ ફ્લોન્ટ કરી છે.

હિના ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં હિના ખાન સફેદ અને બ્લ્ રંગના જીમ આઉટફીટમાં દેખાઈ રહી છે અને તે જીમ ઈપ્ક્વિપમેન્ટ પર એક્સરસાઈઝ કરતી જોવા મળી રહી છે. પાછળથી કોઈ તેનો વીડિયો લઈ રહ્યું છે. આ વીડિયોમાં હિના ખાન પિલાટે એક્સરસાઈઝ કરી રહી છે અને મશીનની બાજુમાં દિવાલ પર કસરત સાથે જોડાયેલુ એક વાક્ય પણ લખેલુ દેખાય છે. તમે પણ જુઓ હિના ખાને શેર કરેલો વીડિયો.
View this post on Instagram


A post shared by HK (@realhinakhan)


આ વીડિયો શેર કરતા હિના ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં લખ્યું છે કે, “પિલાટે મારો ખુશીથી ભરપૂર સમય છે. ઉંડા શ્વાસ લો.. શ્વાસને પુરી રીતે બહાર કાઢો અને શાનદાર દેખાવાનું ન ભૂલો”. હિનાના આ વીડિયોને તરત જ પ્રતિક્રિયાઓ મળવાનું શરૂ થઈ ગયું હતું. અને તેનો આ વીડિયો તરત જ સોશ્યલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો.
Published by: kiran mehta
First published: January 27, 2021, 5:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading