Qubool Hai 2.0નું ટીઝર થયું રિલીઝ, OTT પ્લેટફોર્મ પર થશે રિલીઝ

News18 Gujarati
Updated: February 10, 2021, 5:10 PM IST
Qubool Hai 2.0નું ટીઝર થયું રિલીઝ, OTT પ્લેટફોર્મ પર થશે રિલીઝ
Qubool Hai 2.0નું ટીઝર થયું રિલીઝ

આ સિરીઝમાં આરીફ જકારિયા અને મંદિરા બેદી પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

  • Share this:
સુપરહિટ શો 'કબૂલ હૈ' (Qubool Hai) ની રોમાન્ટિક જોડી અસદ અને ઝોયા (Asad and Joya) એ લોકોના દિલ જીત્યા હતા. આ જોડી હવે ફરી એકવાર પડદા પાર આવી રહી છે. 'કબુલ હૈ 2.0' (Qubool Hai 2.0) હવે OTT પર લોન્ચ થઇ રહી છે અને તેનું ટીઝર થોડા સમય પહેલાં જ રિલીઝ થયું છે. ટીઝર રિલીઝ થતાં શોની લીડ જોડી કરણ સિંહ ગ્રોવર (Karan Singh Grover) અને સુરભી જ્યોતિ (Surbhi Jyoti) ને લોકોનો જબરદસ્ત પ્રેમ મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, કરણ સિંહ ગ્રોવર ટ્વીટર પર નંબર 1 ટ્રેન્ડ થઈ રહ્યા છે.

ઝી ટીવીનો આ સુપરહિટ શો હવે OTT પ્લેટફોર્મ ઝી 5 પર પ્રીમિયર થશે. 'કુબુલ હૈ 2.0' ના ટીઝરમાં દુલ્હન ઝોયા છે અને સ્ટાઈલિશ અંદાજમાં કરણ સિંહ ગ્રોવર નજરે પડે છે. આ શો 12 માર્ચથી પ્રીમિયર થશે.

આ પણ વાંચો - રાજીવ કપૂરને પ્રેમથી ચિમ્પુ કહેવામાં આવતા : અભિનેતાની શ્રેષ્ઠ અદાકારીની ગાથા

આ શોની નવી સીઝન 10 એપિસોડની સીરીઝ હશે. શોના આ નવા ટીઝરને જોતાં જ ફેન્સ એક્સાઈટેડ થઇ ગયા છે. શોનો ક્રેઝ સોશ્યલ મીડિયા પર સાફ નજરે પડે છે.

આ પણ વાંચોનવ્યા નવેલીએ અભિષેકને પાઠવી જન્મદિવસની શુભકામનાઓ, મામુ મારા 'પાર્ટનર ઈન ઓલ ક્રાઈમ'

આ સિરીઝમાં આરીફ જકારિયા અને મંદિરા બેદી પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.
Published by: kiran mehta
First published: February 10, 2021, 5:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading