સિદ્ધાર્થ શુક્લાએ ગૌહરના Touch કરવા પર કહ્યું- ઘરે મારી ગર્લફ્રેન્ડ છે

News18 Gujarati
Updated: October 21, 2020, 6:50 PM IST
સિદ્ધાર્થ શુક્લાએ ગૌહરના Touch કરવા પર કહ્યું- ઘરે મારી ગર્લફ્રેન્ડ છે
સિદ્ધાર્થ શુક્લા

સિદ્ધાર્થ શુક્લાએ પહેલી વાર પોતાની લવ લાઇનને લઇને ઓફિસિયલી એક નિવેદન આપ્યું છે. તેમણે પોતે પોતાના મોઢેથી પોતાની ગર્લફ્રેન્ડ હોવાની વાત સ્વીકારી છે.

  • Share this:
સેલેબ્રિટી રિયાલિટી શો 'બિગ બૉસ 14' (Bigg Boss 14)માં હંમેશા કંઇને કંઇ નવા જૂની થતી રહે છે. અને આ શોના કંટેસ્ટેંટ પણ કંઇને કંઇ નવો વિવાદ ઊભો કરી લે છ. ત્યારે હાલમાં જ બિગ બોસની જ સેલેબ્રિટી બની ચૂકેલા સિદ્ધાર્થ શુક્લાએ પોતાની લવ લાઇફને લઇને મોટો ખુલાસો કર્યો છે. તૂફાની સીનિયર્સની વચ્ચે આ વાત થઇ હતી. સૌથી પહેલા ગૌહર ખાન (Gauhar Khan)એ સિદ્ધાર્થ શુક્લાની ક્લાસ લગાવી. તે પછી સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla)એ હિના ખાન પર ચીટીંગ કરવાનો આરોપ લગાવ્યો.

આ તમામની વચ્ચે સિદ્ધાર્થ શુક્લાએ એક મોટો ખુલાસો કર્યો જેણે સોશિયલ મીડિયામાં ભૂકંપ લાવી દીધો છે. આ ખુલાસો તે છે કે સિદ્ધાર્થ શુક્લાએ પહેલી વાર પોતાની લવ લાઇનને લઇને ઓફિસિયલી એક નિવેદન આપ્યું છે. તેમણે પોતે પોતાના મોઢેથી પોતાની ગર્લફ્રેન્ડ હોવાની વાત સ્વીકારી છે.


બિગ બોસના એક ટાસ્ક દરમિયાન એગ્રેસિવ થઇ રહેલા સિદ્ઘાર્થ શુક્લાને દૂર કરવાના પ્રયાસ કર્યો. પણ સિદ્ધાર્થ પોતાની વાત પર અડગ રહ્યા તો ગૌહરે તેને ધક્કો આપીને ત્યાંથી દૂર કર્યો. ગૌહરેનું આમ કરવાથી સિદ્ધાર્થ તરત જ કહ્યું તું મને આ રીતે કેમ અડે છે. તું મને આવું ના કરી શકે, ઘરે મારી પણ એક ગર્લફ્રેન્ડ છે. આ મામલે ગૌહર ખાન પણ ખૂબ જ ગુસ્સામાં હતી.

ત્યારે મજાક મજાકમાં સિદ્ધાર્થે મોટો ખુલાસો કર્યો હતો. અને હવે સોશિયલ મીડિયામાં લોકો સિદ્ધાર્થની સંભાવિત ગર્લફ્રેન્ડ શોધી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે આ પહેલાની સિઝનમાં શહનાઝ ગિલે, સિદ્ધાર્થ શુક્લા પ્રત્યે પોતાના પ્રેમ અને લાગણીઓ વિષે ખુલ્લેઆમ વાત સ્વીકારી હતી. જોકે, સિદ્ધાર્થે ક્યારેય આ પ્રેમને નહતો સ્વીકાર્યો. ના જ તેણે કદી ખુલ્લેઆમ પોતાની લવ લાઇફ વિષે કંઇ વાત કરી છે. શોથી બહાર આવ્યા પછી પણ સિદ્ધાર્થ શુક્લા શાહનાઝને ફક્ત મિત્ર તરીકે જ બોલાવતા જોવા મળ્યા હતા. આવી સ્થિતિમાં સિદ્ધાર્થની લવ લાઈફને લઈને લોકોના મનમાં ઘણા સવાલો ઉભા થયા છે.વધુમાં હવે તો સિદ્ધાર્થે પોતે જ પોતાની એક ગર્લફ્રેન્ડ હોવાની વાત સ્વીકારી છે, જો કે તમે છતાં એ નથી જાણી શકાયું તેણે આ ફક્ત એક મજાકમાં કહ્યું છે કે આ ખરેખર સાચું છે. આ સાથે, સિદ્ધાર્થે પોતાની ગર્લફ્રેન્ડ વિશે કોઈ વિગતો શેર કરી નથી.
Published by: Chaitali Shukla
First published: October 21, 2020, 6:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading