VIDEO: ભારતીય તિરંગામાં લપેટી સંપૂર્ણ સન્માન સાથે ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાન સુપુર્દ-એ-ખાક

News18 Gujarati
Updated: January 18, 2021, 10:24 AM IST
VIDEO: ભારતીય તિરંગામાં લપેટી સંપૂર્ણ સન્માન સાથે ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાન સુપુર્દ-એ-ખાક
ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાન સુપુર્દ-એ-ખાક

ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાનની (Ustad Ghulam Mustafa Khan) અંતિમ વિદાય દરમિયાન સિંગર સોનૂ નિગમ (Sonu Nigam) પણ હાજર રહ્યો હતો. સોનૂ નિગમ ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાનને તેનાં ગુરુ માનતો હતો તેણે તેમની અર્થીને કાંધ પણ આપી હતી. આ દમરિયાન સોનૂ નિગમ ભાવૂક નજર આવ્યો હતો.

  • Share this:
મુંબઇ : ભારતીય શાસ્ત્રીય ગાયક ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાનનું (Ustad Ghulam Mustafa Khan) નિધન ગત રોજ થયું હતું. 89 વર્ષની ઉંમરે ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાન આ દુનિયાને અલવિદા કહી ચુક્યા હતાં. ઉસ્તાદ ગુલામ મુસ્તફાનાં નિધનથી સિનેમાજગતની જાણીતી હસ્તિઓ શોકમાં હતી. મોડી સાંજે ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાનને અંતિમ વિદાય આપવામાં આવી હતી. તિરંગામાં (National Flag)લપેટી તેમનાં જનાઝાને (Funeral Video) સંપૂર્ણ સન્માન સાથે કાઢવામાં આવ્યો. આ જનાઝામાં ભારે ભીડ પણ જમા થઇ હતી.

ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાનની (Ustad Ghulam Mustafa Khan) અંતિમ વિદાય દરમિયાન સિંગર સોનૂ નિગમ (Sonu Nigam) પણ હાજર રહ્યો હતો. સોનૂ નિગમ ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાનને તેનાં ગુરુ માનતો હતો તેણે તેમની અર્થીને કાંધ પણ આપી હતી. આ દમરિયાન સોનૂ નિગમ ભાવૂક નજર આવ્યો હતો.




આ અંતિમ યાત્રામાં અનૂપ જલોટા (Anup Jalota) પણ શામેલ થયા હતાં. આ દરમિયાન અંતિમ યાત્રામાં પોલીસે તેમને સલામી આપી હતી. અને બેન્ડ બાજા સાથે અંતિમ યાત્રા પૂર્ણ થઇ હતી. આ યાત્રામાં લોકોની ભીડ જોવા મળી હતી.

ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાન


ઉસ્તાદ ગુલામમુસ્તફાખાનને સાંતાક્રુઝનાં કબ્રિસ્તાનમાં દફન કરવામાં આવ્યાં. તેમનાં નિધનનાં સમાચાર તેમની પૂત્રવધુ નમ્રતા ગુપ્તાએ તેમના સોશિયલ મીડિયા પર શેર કર્યા હાતં. તેમણે કહ્યું કે- 'આજે સવારે તેઓ સ્વસ્થ હતાં. અમારા ઘરે 24 કલાકની નર્સ તેમની દેખરેખ રાખતી હતી. પણ મસાજ દરમિયાન તેઓ વૉમિટ કરવાં લાગ્યા હું ભાગતી તેમની તરફ આવી અને મે જોયું કે તેમણે આંખ બંધ કરી દછે અને તેઓ ધીમો ધીમો શ્વાસ લઇ રહ્યાં હતાં.'




ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાન


આપને જણાવી દઇએ કે, ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાન 1991માં પદ્મશ્રી, 2006માં પદ્મ ભૂષણ અને 2018માં પદ્મ વિભૂષણથી નવાઝવામાં આવ્યાં હતાં. વર્ષ 2003માં સંગીત નાટક એકેડમી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
Published by: Margi Pandya
First published: January 18, 2021, 10:09 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading