Vikas Gupta ને યાદ આવ્યા જૂના દિવસો, સુશાંત સિંહ રાજપૂત સાથે શેર કર્યો થ્રોબેક ફોટો

News18 Gujarati
Updated: February 5, 2021, 11:02 AM IST
Vikas Gupta ને યાદ આવ્યા જૂના દિવસો, સુશાંત સિંહ રાજપૂત સાથે શેર કર્યો થ્રોબેક ફોટો

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બિગ બોસ 14 (Bigg Boss 14)માં હાલમાં જ વિકાસ ગુપ્તા (Vikas Gupta) બહાર નીકળ્યો છે. બહાર આવતાની સાથે જ તે ફરી સોશિયલ મીડિયા પર એક્ટિવ થઇ ગયો છે. હાલમાં જ રોડીઝનાં એક્સ કંટેસ્ટંટ વિકાસ ખોકર (Vikas Khoker)એ લગાવેલાં આરોપો પર પ્રતિક્રિયા આપી છે. સોશિયલ મીડિયા પર પણ વિકાસ ગુપ્તા ઘણો જ એક્ટિવ છે. આ વચ્ચે તેણે તેનાં જૂના દિવસોને યાદ કર્યાં છે. વિકાસે સોશિયલ મીડિયા પર તેની કેટલીક થ્રોબેક ફોટો શેર કરી છે. જે ઝડપથી વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં વિકાસ ગુપ્તાની સાથે કરણ કુન્દ્રા, હર્ષદ ચોપરા, પૂજા ગૌર, અદિતિ ગુપ્તા અને સિદ્ધાર્થ ગુપ્તા સહિત દિવગંત એક્ટર સુશાંત સિંહ રાજપૂત પણ નજર આવી રહ્યો છે.

સુશાંત સિંહ રાજપૂત વિકાસ ગુપ્તાની સાથે આ ફોટોમાં સ્માઇલ કરતો નજર આવી રહ્યો છે. દિવંગત એક્ટરની આ તસવીર જોઇ તેનાં ફેન્સ ઘણાં ઇમોશનલ થિ રહ્યાં છે. વિકાસ ગુપ્તાએ આ ફોટો શેર કરતાં કેપ્શનમાં લખ્યું છે કે, 'મારા જૂના ફોનને જોતા મને મારી પોસ્ટની કેટલીક શાનદાર યાદો મળી.' તો આ ફોટો જોઇ સુશાંત સિંહ રાજપૂતનાં ફેન્સ ઘણાં ઇમોશનલ થઇ ગયા છે. તમામ યૂઝર્સ આ ફોટો જોઇ ફરી એક વખત સુશાંત સિંહ રાજપૂતને યાદ કરી રહ્યાં છે અને તેની સ્માઇલ પર કમેન્ટ કરી રહ્યાં છે.





આપને જણાવી દઇએ કે, વિકાસ ગુપ્તા પર રોડીઝ ફેઇમ વિકાસ ખોકરે ઘણાં ગંભીર આરોપ લગાવ્યાં હતાં. વિકાસ ખોકરે દાવો કર્યો હતો કે વિકાસ ગુપ્તાએ તેનાં પ્રાઇવેટ પાર્ટની તસવીરો માંગી હતી. વિકાસ ખોકર મુજબ, વિકાસ ગુપ્તાએ તેનાં ઘરે બોલાવ્યો હતો. જોકે, વિકાસ ખોકરે જ્યારે વિકાસ ગુપ્તા પર આ આરોપ લગાવ્યો હતો ત્યારે વિકાસ ગુપ્તા બિગ બોસ હાઉસમાં હતો. હવે જ્યારે વિકાસ બિગ બોસ 14નાં ઘરમાંથી બહાર આવી ગયો છે તો વિકાસ ગુપ્તાએ પણ ખુલીને આ મામલે પ્રતિક્રિયા આપી છે અને તેનાં પર લાગેલાં આરોપો ખોટા હોવાનું જણાવ્યું છે.
Published by: Margi Pandya
First published: February 5, 2021, 11:02 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading