નોબિતા-શિજુકાના થયા લગ્ન, Doraemonને લઈ ઇમોશનલ થયા ફેન્સ, ટ્વીટર પર ટૉપ ટ્રેન્ડ

News18 Gujarati
Updated: January 20, 2021, 3:26 PM IST
નોબિતા-શિજુકાના થયા લગ્ન, Doraemonને લઈ ઇમોશનલ થયા ફેન્સ, ટ્વીટર પર ટૉપ ટ્રેન્ડ
નોબિતા-શિજુકાની આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

નોબિતા-શિજુકાના લગ્નની આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે

  • Share this:
મુંબઈઃ શું તમે કે આપના બાળકો કાર્ટૂન શોના શોખીન છો. જો હા તો આપે કાર્ટૂન શો ડોરેમોન (Doraemon)નું નામ ચોક્કસ સાંભળ્યું હશે. ડોરેમોન ભારતમાં સૌથી વધુ લોકપ્રિય કાર્ટૂન શો છે. આ શોમાં કાર્ટૂનના કેરેક્ટર્સ ડોરેમોન, નોબિતા (Nobita), શિજુકા (Shizuka), સુનિયો (Suniyo) અને જિયાન (Gian)એ લોકોના દિલ જીતી લીધા છે. લાંબા સમય સુધી બાળકો અને મોટાઓનું મનોરંજન કરી રહેલા ડોરેમોન તેની મિત્ર શિજૂકાને કેટલી પસંદ કરે છે તે તો આપ સૌ જાણો છો. ટૂંક સમયમાં ડોરેમોનની નવી ફિલ્મ રીલીઝ થવા જઈ રહી છે, જેમાં નોબિતા અને શિજૂકાના લગ્ન દર્શાવવામાં આવશે.

વર્ષ 2014માં રિલીઝ થયેલી ફિલ્મની સીક્વલનું નામ 'Stand by Me Doraemon 2' હશે. પહેલો પાર્ટ જેમાં નોબિતા અને ડોરેમોનની પહેલી મુલાકાત અને તેમના એડવેન્ચર વિશે હતી, તો બીજો પાર્ટ નોબિતાની ચાઇલ્ડહુડ ફ્રેન્ડ શિજુકા સાથે તેના લગ્ન વિશે હશે. ફિલ્મ નવેમ્બર 2020માં જાપાનમાં રિલીઝ થઈ ચૂકી છે અને ફેબ્રુઆરી 2021માં તેને ઈન્ડોનેશિયામાં રિલીઝ કરવામાં આવશે. આ અહેવાલ સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર #Nobita ટૉર ટ્રેન્ડ થઈ રહ્યું છે.
આ પણ વાંચો, જો આરોગી જશો 4 કિલોગ્રામની આ ‘બુલેટ થાળી’ તો ઈનામમાં મળશે રોયલ એનફિલ્ડ!

નોબિતા અને શિજુકાના લગ્નને લઈને પ્રશંસકો પણ ઇમોજનલ જોવા મળી રહ્યા છે. તેઓએ બંનેના લગ્ન સાથે જોડાયેલી તસવીરો શૅર કરીને લખ્યું, નોબિતા અંતે શિજુકા સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. હવે ડેકિસુગી ક્યાં છે?

આ પ્રકારના અનેક ફની અને ઇમોશનલ કોમેન્ટ લોકો ટ્વીટ કરવા લાગ્યા છે.

આ પણ વાંચો, OMG! કોરોનાથી ડરી 3 મહિના સુધી શિકાગો એરપોર્ટમાં છુપાઈને રહેતો હતો આ ભારતીય શખ્સ

નોંધનીય છે કે, સીબીઆઇ પિક્ચર્સે આ સમાચાર ટ્વીટર પર શૅર કર્યા છે અને તેની સાથે સોશિયલ મીડિયા પર નોબિતા અને શિજુકાનું લગ્ન ટ્રેન્ડ થવા લાગ્યું છે. આ કાર્ટૂનના પાત્રોને પસંદ કરનારા કરોડો પ્રશંસકો સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને પોતાના ઇમોશન્સ શૅર કરી રહ્યા છે.
Published by: Mrunal Bhojak
First published: January 20, 2021, 3:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading