VIDEO: રિયાએ જે બહેન સાથે સંબંધ ખરાબ અંગે વાત કરી, તે 'સોનૂ દી' હતી સુશાંતની સૌથી નિકટ

News18 Gujarati
Updated: August 10, 2020, 11:40 AM IST
VIDEO: રિયાએ જે બહેન સાથે સંબંધ  ખરાબ અંગે વાત કરી, તે 'સોનૂ દી' હતી સુશાંતની સૌથી નિકટ
સુશાંત સિંહ રાજપૂત તેની બહેન પ્રિયંકા સથે (File Photo)

સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની બહેન શ્વેતા સિંહ કીર્તિ (Shweta Singh Kirti)એ એક વીડિયો શેર કર્યો છે જેમાં સુશાંત કહે છે કે તે તેની બહેન પ્રિયંકાનાં સૌથી નિકટ છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક : સુશાંત સિંહ રાજપૂતની (Sushant Singh Rajput) ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) શું ખરેખરમાં દોષિત છે? આ વાતની તપાસ હવે CBI કરી રહી છે. 15 કરોડ રૂપિયાની હેરાફેરીની ફરિયાદ પર EDએ કેસ દાખલ કરી મામલાની તપાસ શરૂ કરી લીધી છે. રિયા સતત પોતાને નિર્દોષ સાબિત કરવામાં લાગી છે. પહેલાં સુશાંતની તેનાં પરિવારનો આભાર વ્યક્ત કરતો પત્ર. બાદમાં રિયાની વકિલ તરફથી સુસાંતની whatsApp ચેટનાં સ્ક્રીનશોટ્સ શેર કરવામાં આવ્યાં જેમાં તે જણાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે, સુશાંત અને તેની બહેન પ્રિયંકાની (Sushant's Sister Priyanka) વચ્ચે મતભેદ છે. આ ખબર બાદ સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિ (Shweta Singh Kirti) એ એક વીડિયો શેર કર્યો છે જેમાં તે જણાવે છે કે, સુશાંતનાં જીવનમાં તેની બહેનો અને બહેનોમાં પણ તે પ્રિયંકાની સૌથી નિકટ હતો.

સુશાંત સિંહ રાજપૂતનો (Sushant Singh Rajput) પરિવાર તેને ન્યાય અપાવવાં માટે સંપૂર્ણ પ્રયાસ કરી રહ્યો છે. સુશાંતની બહેન પ્રિયંકાની સાથે સુશાંતનાં અણબનાવનાં સમાચાર વચ્ચે શ્વેતાએ સુશાંતનાં એક ઇન્ટરવ્યૂનો વીડિયો શેર કરી સૌને ચોકાવી દીધા હતાં. વીડિયોમાં સુશાંત કહે છે કે તે તેની બહેનોની સૌથી નજીક છે. કારણ કે, તેમનાં કારણે જ તે છે. અન્ય એક સવાલનાં જવાબમાં તે કહે છે કે તે તેની બહેન પ્રિયંકાની સૌથી નજીક છે.





વીડિયો શેર કરી તેણે કેપ્શનમાં લખ્યુ હતું કે, તેણે સ્વીકાર્યુ હતું કે તે તેની બહેન પ્રિયંકા (સોનૂ દી)ની સૌથી નજીક હતો. કારણ કે તે તેમનો સ્વભાવ મળે છે.

આ પણ વાંચો- SSR Case: સુશાંતની કંપનીનો માલિકાના હક રિયા અને તેનાં પરિવારનો કેવી રીતે? ED કરશે પૂછપરછ

આ વીડિયો જોયા બાદ સુશાંતનાં ફેન્સે રિયા પર નિશાન સાધ્યા છે. સાથે જ વિશ્વાસ જતાવ્યો છે કે, સુશાંતનાં પરિવારને જલદી ન્યાય મળશે.
Published by: Margi Pandya
First published: August 10, 2020, 11:25 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading