વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા દીકરીનાં જન્મ બાદ પહેલી વખત આવી નજર- VIDEO
News18 Gujarati Updated: January 21, 2021, 3:32 PM IST
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી
ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલી હાલમાં એક દીકરીનો પિતા બની ગયો છે. (Virat Kohli/Instagram)
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) અને અનુષ્કા શર્મા (Anushka Sharma) દીકરીનાં જન્મ બાદ પહેલી વખત નજર આવ્યો છે. વિરાટ કોહલીએ 11 જાન્યુઆરીનાં ટ્વિટ કરી જણાવ્યું હતું કે, તેની પત્ની અને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા દીકરીને જન્મ આપ્યો છે. દીકરીનાં જન્મની સૂચના આપવાની સાથે જ વિરાટ કોહલીએ પેપરાઝીથી તેમની પ્રાઇવસી જાળવવાં અપીલ કરી હતી.
વિરાટ કોહલીએ લખ્યું હતું કે- અમે બંનેને આ જણાવતા ખુશી થઇ રહી છે કે, આજે બપોરે અમારા ઘરે દીકરી આવી છે. અમે આપનાં પ્રેમ અને મંગળકામનાઓ માટે દિલથી આભારી છીએ. વિરાટ કોહલીએ આગળ લખ્યું છે, અનુષ્કા અને દીકરી બંને સંપૂર્ણ સ્વસ્થ છે. આ અમારું સૌભાગ્ય છે કે, અમને જીવનનું આ ચેપ્ટર અનુભવ કરવાં મળ્યું. અમે જાણીએ છીએ કે, આપ જરૂર સમજશો કે આ સમયે સૌને થોડી પ્રાઇવસી જોઇએ.
હવે દીકરીનાં જન્મ બાદ પહેલી વખત વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પબ્લિકમાં નજર આવી રહ્યાં છે. દીકરીનાં જન્મ બાદ અનુષ્કા શર્મા ક્લિનિક વિઝિટ માટે ગઇ હતી. આ દરમિયાન તેમનો વીડિયો સામે આવ્યો છે. વિરાટ કોહલીએ કાળા રંગનું શર્ટ અને ટ્રાઉઝર પહેર્યું હતું. જ્યારે અનુષ્કા શર્મા બ્લૂ ડેનિમ જીન્સ અને શર્ટ પહેર્યું હતું.
દીકરીનાં જન્મ બાદ વિરાટે તેનાં ટ્વિટર બદલ્યો છે. તેણે તેનાં નવાં પરિચયથી ફેન્સ ખુશ છે. વિરાટે લખ્યું છે કે, એક ગૌરવશાળી પતિ અને પિતા. આ સાથે જ વિરાટે દિલનું ઇમોજી બનાવ્યું છે. આ નવો બાયો તેનાં ફેન્સને પણ ખુબજ પસંદ છે. અને આ માટે તે વિરાટનાં વખાણ પણ કરી રહ્યાં છે.
આપને જણાવી દઇએ કે, પહેલાં ઓગસ્ટ 2020માં વિરાટ કોહલી અને અનુષ્કાએ બેબી બંપની સાથે એક તસવીર શેર કરી છે. પોતાનાં ઘરે નાનકડા મહેમાનની જાણકારી ફેન્સ સાથે શેર કરી છે. તે વિરાટ કોહલી એડિલેડ ટેસ્ટ રમ્યા બાદ ઓસ્ટ્રેલિયન ટૂર પરથી પેટરિટી લીવ લઇ પરત આવ્યો હતો.
Published by:
Margi Pandya
First published:
January 21, 2021, 3:31 PM IST