માસ્ક અને હેલમેટ વગર પત્ની સાથે બાઇક પર ફરવા નીકળ્યો વિવેક ઓબેરોય, પોલીસે પકડાવી પાવતી

News18 Gujarati
Updated: February 20, 2021, 1:02 PM IST
માસ્ક અને હેલમેટ વગર પત્ની સાથે બાઇક પર ફરવા નીકળ્યો વિવેક ઓબેરોય, પોલીસે પકડાવી પાવતી
મુંબઇનાં રસ્તા પર વિવેક ઓબેરોયે હેલમેટ અને માસ્ક વગર ચલાવ્યું બાઇક

વાયરલ વીડિયોમાં વિવેક ઓબેરોય (Vivek Oberoi Valentine's Day Video)ને ફિલ્મી અંદાજમાં રસ્તા પર બાઇક દોડાવી ભારે પડી છે. તે હેલમેટ અને માસ્ક વગર વીડિયો ચલાવી રહ્યો હતો એવામાં તેનો આ વીડિયો ખુબજ ચર્ચામાં છે. સોશિયલ મીડિયા (Social Meida) પર એક્ટરનો આ વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે વીડિયો.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટર વિવેક ઓબેરોલ (Vivek Oberoi) હાલમાં તેનાં એક વીડિયોને કારણે ચર્ચામાં છે. એક્ટરનો આ વીડિયો Valentine's Day નો છે. જે હાલમાં સામે આવ્યો છે. અને આ વીડિયોને કારણે હવે વિવેક ઓબેરોય (Vivek Oberoi Video) મુશ્કેલીમાં મુકાઇ ગયો છે. ખરેખરમાં, આ વીડિયોમાં એક્ટર ટ્રાફિકનાં નિયમોનું ઉલ્લંઘન કરતો નજર આવે છે. જે સામે આવ્યા બાદ મુંબઇની ટ્રાફિક પોલીસે તેનાં વિરુદ્ધ કાર્યવાહી કરી દીધી છે. વાયરલ વીડિયોમાં વિવેક ઓબેરોય (Vivek Oberoi Valentine's Day Video) ફિલ્મી અંદાજમાં રસ્તા પર બાઇક દોડાવતો નજર આવી રહ્યો છે. તે પણ માસ્ક અને હેલમેટ વગર.

એવામાં તેનો એક વીડિયો હવે ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર એક્ટરનો આ વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. વિવેક ઓબેરોયનો આ વીડિયો 14 ફેબ્રુઆરીનો છે. જે તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયોમાં તે રાતનાં સમયે મુંબઇનાં રસ્તા પર બાઇક દોડાવતો નજર આવે છે. પણ તેમાં તેણે ન તો હેલમેટ કે ન તો માસ્ક પહેરેલો નજર આવે છે. તો પાછળ ફિલ્મ 'સાથિયા'નું મ્યૂઝિક સંભળાય છે.

ફિલ્મી અંદાજમાં વિવેક ઓબરેયે તેની પત્ની પ્રિકંયાની સાથે વેલેન્ટાઇન ડે મનાવતો નજર આવે છે. 'સાથિયા'ને મ્યૂઝિકની સાથે રોમેન્ટિક અંદાજમાં બાઇક ચલાવવા વિવેકને હવે ભારે પડ્યું છે. વીડિયો સામે આવ્યા બાદ ટ્રાફિક પોલીસે તેનાં વિરુદ્ધ IPCની કલમ 188,269, મોટર વેહિકલ એક્ટની કલમ 129,177 અને એપેડિમેકિ એક્ટની કલમ હેઠળ કાર્યવાહી કરી છે. અને વગર હેલમેટ બાઇક ચાવવા પર 500ની પાવતી કપાઇ છે.
Published by: Margi Pandya
First published: February 20, 2021, 12:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading