વિવેક ઓબેરોય વીઝા વગર દુબઇ પહોચ્યો, એરપોર્ટ પર થઇ મુશ્કેલી, જુઓ VIDEO

News18 Gujarati
Updated: January 15, 2021, 10:24 AM IST
વિવેક ઓબેરોય વીઝા વગર દુબઇ પહોચ્યો, એરપોર્ટ પર થઇ મુશ્કેલી, જુઓ VIDEO
વિવેક ઓબેરોયે દુબઇ એરપોર્ટ સ્ટાફનાં કર્યા વખાણ માન્યો આભાર

વિવેક ઓબેરોય (Vivek Oberoi) વીઝા વગર જ UAE પહોંચી ગયો હતો. જેનાં પર તેણે થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પણ ખાસ વાત એ છે કે, આ સમસ્યાથી બહાર આવવામાં દુબઇ એરપોર્ટ (Dubai Airport)નાં કેટલાંક અધિકારીઓએ તેની મદદ કરી હતી.

  • Share this:
એન્ટરટેઇન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટર વિવેક ઓબેરોય (Vivek Oberoi) હાલમાં કેટલાંક પર્સનલ કામને કારણે UAE ગયો હતો. પણ ત્યાં પોહંચીને એક્ટર દુબઇ એરપોર્ટમાં એક પ્રોબ્લમમાં ફસાઇ ગયો હતો, કારણ કે, વિવેક ઓબેરોય વગર વીઝાએ UAE પહોંચી ગયો હતો. જેને કારણે તેને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પણ ખાસ વાત એ છે કે, આ સમસ્યાઓથી બહાર નીકળવામાં દુબઇ એરપોર્ટ (Dubai Airport)નાં કેટલાંક અધિકારીઓએ તેની મદદ કરી હતી. વિવેક ઓબેરોયે આ કિસ્સો જણાવતા એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે દુબઇ એરપોર્ટ પર તેની સાથે બનેલી આખી ઘટના અંગે વાત કરે છે.

પોતાનાં વીડિયોમાં વિવેક ઓબેરોય દુબઇ એરપોર્ટનાં અધિકારીઓનો આભાર માને છે અને કહે છે કે, 'હું અહીં... સુંદર દુબઇમાં છું. હું અહીં કંઇક કામથી આવ્યો છું. પણ આજે મારી સાથે અહીં જે મજેદાર ઘટના બની છે. તો મને થયું કે આપ સૌની સાથે તે શેર કરું. જ્યારે મે દુબઇમાં પ્રવેશ કર્યો ત્યારે મને યદ આવ્યું કે, મારી પાસે વીઝા નથી. મારો અર્થ છે કે મારી પાસે વીઝા તો છે પણ હું તેની કોપી મારી સાથે નહોતો લાવ્યો. હું મારા વીઝા લાવવાનું ભૂલી ગયો હતો અને ફોન પર પણ તેની ડિજિટલ કોપી ન હતી.'
View this post on Instagram


A post shared by Vivek Oberoi (@vivekoberoi)


'મે ઘણી ગડબડ કરી નાંખી હતી. આ થોડુ વિચિત્ર હતું. કારણ કે આપ અહીં પહોચવા પર વીઝા ખરીદી શકો છો. પણ જો આપની પાસે પહેલેથી વીઝા છે તો સિસ્ટમ આપની વીઝા એપ્લીકેશનને ડિક્લાઇન કરી દે છે. પણ અહીંનાં લોકોએ મારો ખુબ સાથ આપ્યો. સામાન્ય રીતે દુબઇ ખુબજ સ્ટ્રિક્ટ દેશ માનવામાં આવે છે. પણ અહીં,નાં લોકોએ જેમ મારી મદદ કરી છે તે ખુબજ શાનદાર હતું. હું તમામ અધિકારીઓ અને દુબઇ એરપોર્ટનો મારો સહયોગ કરવા બદલ ધન્યવાદ કરવાં ઇચ્છુ છું.'
Published by: Margi Pandya
First published: January 15, 2021, 10:24 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading