વાજિદ ખાનની પત્નીનો એક ખુલાસો, ધર્મ પરિવર્તન અંગે પતિએ આપી હતી છુટાછેડાની ધમકી

News18 Gujarati
Updated: December 20, 2020, 5:14 PM IST
વાજિદ ખાનની પત્નીનો એક ખુલાસો, ધર્મ પરિવર્તન અંગે પતિએ આપી હતી છુટાછેડાની ધમકી
વાજીદ ખાન અને પત્ની કમલરુખ ખાન

કમલરુખ (Kamalrukh Khan) મુજબ, તેણે 10 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ વાજિદ ખાન (Wajid Khan) સાથે લગ્ન કરી લીધા છે. પણ 2014માં વાજિદે તેને ધર્મ પરિવર્તન માટે દબાણ કરવાનું શરૂ કર્યુ હતું. કારણ કે કમલરુખ એક પારસી પરિવારથી તાલ્લુક રાખે છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડનાં જાણીતા કોમ્પોઝર વાજિદ ખાન (Wajid Khan)નાં નિધનને પાંચ મહીના થઇ ગયા છે. આ વચ્ચે તેની પત્ની કમલરુખ ખાન (Kamalrukh Khan)એ વાજિદ ખાન અંગે એક મોટો ખુલાસો કર્યો છે. કમલરુખનાં મુજબ, તેનાં પતિએ તેનાં પર ધર્મ પરિવર્તનનું પ્રેશર બનાવ્યું છે. વાજિદે તેને છુટાછેડાની ધમકી આપી હતી. કમલરુખ મુજબ, તેણે 10 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યાં બાદ વાજિદ ખાન સાથે લગ્ન કર્યા હતાં. પણ, 2014માં વાજિદે તેનાં પર ધર્મ પરિવર્તન માટે દબાણ શરૂ કર્યુ હતું. કારણ કે, કમલરુખ એક પારસી ફેમિલીથી તાલ્લુક રાખે છે.


View this post on Instagram


A post shared by Kamalrukh Kahn (@kamalrukhkhan)


કમલરુખે એક ઇન્ટવ્યૂ દરમિયાન ખુલાસો કર્યો હતો કે, વાજિદ ખાને તેનાં પર ધર્મ-પરિવર્તન અંગે પ્રેશર બનાવવાને કારણે તે આશરે 6 વર્ષ સુધી પતિથી અલગ પણ રહી હતી. એટલું જ નહીં વાજિદ ખાને તેને ધર્મ પરિવર્તન ન કરવા બદલ છુટાછેડાની પણ ધમકી આપી હતી. વાજિદે કમલરૂખે છુટાઠેડા માટે 2014માં કેસ પણ દાખલ કર્યો હતો. જે નહોતો થયો. તેની સાથે જ કમલરૂખે જણાવ્યું કે, બાદમાં વાજિદને તેની ભૂલનો અહેસાસ થયો હતો અને તેણે તેની માફી પણ માંગી હતી.

આ પણ વાંચો- કરીના કપૂરે શેર કરી દીકરા તૈમૂરની શાનદાર તસવીરો, ગાયને ઘાસ ખવડાવતી તસવીર કરી શેર

આપને જણાવી દઇએ કે, થોડા દિવસ પહેલાં જ એક લાંબી પોસ્ટમાં શેર કરવામાં આવેલાં કમલરુખે વાજિદ ખાનનાં પરિજનો એટલે સાસરાવાળા પર ધર્મ પરિવર્તન દબાણનો આવ્યો હતો. કમરુખે સોશિયલ મીડિયા પર એક વાતનો ખુલાસો કર્યો હતો. જે બાદ દરેક તરપ હલચલ મચી ગઇ હતી. કમલરુખે તેની પોસ્ટમાં જણાવ્યું હતું તે અને વાજિદ કોલેજનાં દિવસોથી સાથે છે અને બંનેએ સ્પેશલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન કર્યા હતાં.
Published by: Margi Pandya
First published: December 20, 2020, 5:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading