જાણો, સારા અલી ખાનના 'વન નાઇટ સ્ટેન્ડ' પર વિચારો, કરીના કપૂરે પૂછ્યો હતો સવાલ

News18 Gujarati
Updated: February 9, 2021, 3:42 PM IST
જાણો, સારા અલી ખાનના 'વન નાઇટ સ્ટેન્ડ' પર વિચારો, કરીના કપૂરે પૂછ્યો હતો સવાલ
સારા અલી ખાન અને કરીના કપૂર ખાન

શો દરમિયાન સારા અલી ખાન (sara ali khan) અને કરીના કપૂર ખાને (Kareena Kapoor Khan) આજના યુગના પ્રેમ વિશે વાત કરી હતી. સાથે જ ચર્ચા કરી કે 20 વર્ષ પહેલા અને હવેના પ્રેમમાં શું તફાવત છે. કરીના કપૂર ખાને સારા અલી ખાનને તેના પ્રોફેશનલ લાઈફથી લઈને અંગત જીવન વિશે સવાલ કર્યા હતા.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાનને (Sara Ali Khan) બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં થોડો જ સમય થયો છે, પરંતુ ફેન ફોલોઇંગની દ્રષ્ટિએ તેણે ઘણી મોટી અભિનેત્રીઓને પછાડી છે. સારા અલી ખાન તેના અભિનય, સુંદરતા અને પટૌડી ખાનદાનની પુત્રી હોવા ઉપરાંત દરેક મુદ્દે અભિપ્રાય વ્યક્ત કરવા માટે પણ જાણીતી છે. સારા અલી ખાને તેની ફિલ્મ 'લવ આજ કલ'ના પ્રમોશન દરમિયાન તેની સાવકી માતા અને બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાનના (Sara Ali Khan) શો' વ્હોટ વુમન વોન્ટ' માં (what women want) હાજરી આપી હતી. જ્યાં તેણે ખૂબ કાળજીપૂર્વક કરીના કપૂરના પ્રશ્નોના જવાબ આપ્યા હતા.

શો દરમિયાન સારા અલી ખાન અને કરીના કપૂરે આજના યુગના પ્રેમ વિશે વાત કરી હતી. સાથે જ ચર્ચા કરી કે 20 વર્ષ પહેલા અને હવેના પ્રેમમાં શું તફાવત છે. કરીના કપૂર ખાને સારા અલી ખાનને તેના પ્રોફેશનલ લાઈફથી લઈને અંગત જીવન વિશે સવાલ કર્યા હતા. જેમાંથી એક 'વન નાઇટ સ્ટેન્ડ' નો સવાલ હતો. કરીના કપૂર ખાને સારાને કહ્યું કે 'હું જાણું છું કે મારે તમને આ સવાલ પૂછવો ન જોઈએ, છતાં પણ હું આ પ્રશ્ન પૂછવા માંગુ છું અને તે જાણવા માંગું છું કે વન નાઇટ સ્ટેન્ડ વિશે તમે શું માનો છો?'જવાબમાં સારા કહે છે- 'મને વન નાઇટ સ્ટેન્ડ જેવી કોઈ વાત પર વિશ્વાસ નથી'. જે બાદ કરીના તેને પૂછે છે કે 'રિલેશનશિપમાં એવી કઈ વસ્તુ છે કે જે બાબતે તેને સમાધાન કરવાનું પસંદ નથી.' જવાબમાં સારાએ કહ્યું - 'મને રિલેશનશિપમાં છેતરપિંડી પસંદ નથી. હું એવા વ્યક્તિને પસંદ કરીશ, જેના વિશે હું કહી શકું કે તે મારું છે. જેના વિશે હું ગર્વથી કહી શકું કે તે મારી સાથે છે અને તે પણ એમ જ કરે. જો એવું નથી, તો કંઈ વાંધો નથી.
Published by: Margi Pandya
First published: February 9, 2021, 3:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading