Yeh Rishta Kya Kehlata Hai: નાયરા-કાર્તિકનો લાસ્ટ સીન જોઇ ફેન્સની આંખો થઇ ભીની, VIRAL VIDEO

News18 Gujarati
Updated: January 15, 2021, 12:24 PM IST
Yeh Rishta Kya Kehlata Hai: નાયરા-કાર્તિકનો લાસ્ટ સીન જોઇ ફેન્સની આંખો થઇ ભીની, VIRAL VIDEO
સોશિયલ મીડિયા પર યે રિશ્તા ક્યા કહલાતા હૈનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં નાયરા છેલ્લી વખત કાર્તિક સાથે નજર આવે છે.

Yeh Rishta Kya Kehlata Hai: સોશિયલ મીડિયા પર યે રિશ્તા ક્યા કહલાતા હૈનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં નાયરા છેલ્લી વખત કાર્તિક સાથે નજર આવે છે. આ સીનમાં નાયરાની એક્ટિંગનાં સૌ કોઇ કાયલ થઇ ગયા છે. અને કહી રહ્યાં છે કે, શિવાંગીની આ અંતિમ મૂવમેન્ટ ભૂલવી મુશ્કેલ છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવી શો 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ' (Yeh Rishta Kya Kehlata Hai) દર્શકોની વચ્ચે ઘણો પસંદ કરવામાં આવે છે. હાલમાં જ શોનાં 12 વર્ષ પૂર્ણ થયા છે. ટીવીનો આ સૌથી પોપ્યુલર શો છે. સીરિયલમાં મેકર્સ ટ્વિટસ્ટની સાથે નાયરા (Nayra)નાં કિરદારનું મોત બતાવે છે. ગત દિવસોમાં કાર્તિક (Kartik) અને નાયરા વચ્ચેનાં અંતિમ સીનને ઓનએર કરવામાં આવ્યો હતો. આ જોઇ ન ફક્ત ફેન્સની પણ શોમાં કાર્તિક પણ સંપૂર્ણ તુટી ગયો હતો. રડી રડીને તેની હાલત ખરાબ થઇ હતી. નાયરાનાં મોત બાદ કાર્તિક ઘણો એકલો થઇ ગયો. એવામાં તેણે પોતાને ખત્મ કરવાનો નિર્ણય કર્યો હતો. જે બાદ નાયરાની આત્મા આવી તેને હિંમત આપે છે. શોનો આ વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ઘણો વાયરલ થઇ રહ્યો છે.

ખરેખરમાં, શોમાં દર્શાવવામાં આવ્યું હતું કે, નાયરાનાં ગયાનું દુખ કાર્તિકને એવું થયું કે તે પોતાનો જીવ લેવાનો પ્રયાસ કરે છે. ત્યારે નાયરાની આત્મા આવી તેને રોકી લે છે. અને ખુબ હિંમત આપે છે. નાયરાની આત્મા કહે છે કે, તેણે ન ફક્ત પોતાનાં માટે પણ તેમનાં દીકરા અને પરિવાર માટે જીવવાનું છે. આ વીડિયો જોઇ શોનાં ફેન્સ ઇમોશનલ થઇ રહ્યાં છે.

એક યૂઝરે વીડિયો શેર કરતાં લખ્યું છે કે, #Kaira અત્યાર સુધીની સૌથી બેસ્ટ જોડી છે. અન્ય એક યૂઝરે લખ્યું કે, આ સીને મને રોડાવી દીધી.



મોહસિન ખાન અને શિવાંગી જોશીએ 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ'નાં અંતિમ સીનમાં એ પ્રકારે એક્ટિંગ કરી છે કે તેમાં જીવ રેડી દીધો છે. સૌ કોઇ #Kairaની એક્ટિંગનાં દિવાના થઇ ગયા છે. સોશિયલ મીડિયા પર લોકો કહે છે કે, નાયરા અને કાર્તિકની અંતિમ મૂવમેન્ટને ભૂલી શકવું મુશ્કેલ છે.





નાયરાની આત્માની દરેક વાત સાંભળીને કાર્તિક શૂન્યમન થઇ જાય છે. આખરે તે તેની નાયરાને અંતિમ અલવિદા કહે છે. રાજન શાહીનાં આ શોથી નાયરનાં કિરદારની છુટ્ટી થઇ ગઇ છે. એવામાં મેકર્સે નાયરા અને કાર્તિકનાં આખરી સીનને ઘણી સુંદરતાથી રજૂ કર્યું હતું.
Published by: Margi Pandya
First published: January 15, 2021, 12:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading