યુધરાનું ટીઝર સોશિયલ મીડિયામાં મચાવી રહ્યું છે ધૂમ, ટાઈગર-ફાતિમાએ પણ કર્યા વખાણ

News18 Gujarati
Updated: February 16, 2021, 7:41 PM IST
યુધરાનું ટીઝર સોશિયલ મીડિયામાં મચાવી રહ્યું છે ધૂમ, ટાઈગર-ફાતિમાએ પણ કર્યા વખાણ
પોસ્ટરની તસવીર

આ ટીઝરના વખાણ ફક્ત દર્શકો જ નથી કરી રહ્યાં પરંતુ, પરંતુ બોલિવૂડ સ્ટાર્સ પણ આ ફિલ્મના પાવરપેક સ્ટારકાસ્ટ અને ટીઝરની પ્રશંસા કરી રહ્યા છે.

  • Share this:
મુંબઈઃ કોરોના મહામારીને (corona pandemic) કારણે અને બાદમાં લોકડાઉન(Lockdown)ના કડક નિયમોને કારણે અટકી પડેલ ફિલ્મ ઇન્ડસ્ટ્રી હવે ધીરે-ધીરે વેગ પકડી રહી છે. નવી-નવી ફિલ્મોની એકબાદ એક જાહેરાતો થઈ રહી છે અને આ યાદીમાં મોટા નામો પણ હવે જોડાઈ રહ્યાં છે. એક્સેલ એન્ટરટેઈનમેન્ટે(Excel Entertainment) તેની આગામી ફિલ્મ 'યુધરા' (Yudhara)નું પહેલું ટીઝર રિલીઝ કર્યું છે જે ઇન્ટરનેટ પર છવાઈ ચૂક્યું છે.

સિદ્ધાંત ચતુર્વેદી(Siddhant Chaturvedi) અને માલાવિકા મોહનન(Malavika Mohanan) અભિનિત યુધરાનું તાજેતરમાં રિલીઝ થયેલા ટીઝર ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યું છે. ટીઝરમાં બંને હીરો-હિરોઇનો ખતરનાક સ્ટન્ટ્સ કરતા જોવા મળી રહ્યાં છે અને સાથે સાથે તેમની આંખોથી એક બીજા માટે પ્રેમ પણ વ્યક્ત કરતા જોવા મળી રહ્યાં છે.

આ ટીઝરના વખાણ ફક્ત દર્શકો જ નથી કરી રહ્યાં પરંતુ, પરંતુ બોલિવૂડ સ્ટાર્સ પણ આ ફિલ્મના પાવરપેક સ્ટારકાસ્ટ અને ટીઝરની પ્રશંસા કરી રહ્યા છે. એક્સેલ એન્ટરટેઇનમેન્ટની રોમેન્ટિક એક્શન થ્રિલર 'યુધરા' આવતા વર્ષે એટલે કે 2022 માં રિલીઝ થશે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ પાંચ કૂવા સાઈકલ ખરીદવા જતા પહેલા સાવધાન, કસરત કરવાની સાઈકલ વેપારીને રૂ.3.50 લાખમાં પડી

આ પણ વાંચોઃ-મારી પત્ની.... હવે સહન નથી થતું છે' FB પર પોસ્ટ મૂકી, સુશાંત સિંહ રાજપૂત સાથે કામ કરી ચૂકેલા એક્ટર સંદીપ નાહેરની આત્મહત્યા

આ પણ વાંચોઃ-ખેડાઃ Valentine Day પર જ બાળપણના ત્રણ મિત્રોને એક સાથે મળ્યું મોત, એક જ ગામના અને સાથે કરતા હતા કામઆ પણ વાંચોઃ-Valentine day પર માતાના હાથ પુત્રના લોહીથી રંગાયા, પ્રેમલગ્ન કરનાર પુત્ર અને પુત્રવધૂની કરી નાંખી હત્યા

ફિલ્મ 'યુધરા'ના ટીઝર રિલીઝ સાથે જ ટાઇગર શ્રોફ, ફાતિમા સના શેખા અને બીજી ઘણી હસ્તીઓએ વખાણ કર્યા છે. એક્શનની દુનિયામાં ટૂંકા સમયમાં જ ખાસ સ્થાન બનાવનાર ટાઇગર શ્રોફે યુધરાની સ્ટોરીને તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવનાર હીરો-હિરોઈનની પ્રશંસા કરતાં તેણે કેપ્શન આપ્યું 'અભિનંદન મિત્રો, લુકિંગ સ્મેશિંગ’. ટાઇગર શ્રોફે સિદ્ધાંત અને માલાવિકા મોહનનની પ્રશંસા કરતા જ ચાહકોમાં પણ ટ્રેલરમાં રુચિ પણ વધારી છે.

અભિનેત્રી ફાતિમા સના શેખ પણ આ ટીઝરની પ્રશંસા કરી રહી છે. બોલ્ડ અને સુંદર અભિનેત્રીએ આ ટીઝરમાં 5 ઇમોજી(Emoji) ફીટ કર્યા છે, જે સૂચવે છે કે ફાતિમા સનાને પણ ટીઝર ગમ્યું છે. આ સ્ટાર્સની સાથે સિદ્ધાંતના કો-એક્ટર અભિનેતા શાર્વરી અને ધાયરાએ પણ ‘બંટીથી સીધા બોન્ડ અને હવે હીરો’ દ્વારા ટેલેન્ટને બિરદાવી છે.
શું છે યુધરા?
ફિલ્મમાં સિદ્ધાંત અને માલાવિકા સાથેની એક નવી જોડી સિલ્વર સ્ક્રીન પર આવી રહી છે. સિદ્ધાંત અને માલવિકાની સાથે રાઘવ જુઆલ પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકા નિભાવી રહ્યો છે. યુધરા આ ફિલ્મનો એક પાત્ર છે જે મૃત્યુથી પણ ડરતો નથી. આવતા વર્ષે ઉનાળા સુધીમાં આ ફિલ્મ દર્શકો સુધી પહોંચશે. ફિલ્મ યુધરાના ડિરેક્ટર રવિ ઉદિયાવાર છે અને નિર્માતા છે રિતેશ સિધવાણી અને ફરહાન અખ્તર.
Published by: ankit patel
First published: February 16, 2021, 7:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading