Video: ખૂબ મુશ્કેલીમાં કામ કરે છે કોરોના વોરિયર્સ, PPE કિટ ઉતારતા થાય છે કંઈક આવું

News18 Gujarati
Updated: August 13, 2020, 1:45 PM IST
Video: ખૂબ મુશ્કેલીમાં કામ કરે છે કોરોના વોરિયર્સ, PPE કિટ ઉતારતા થાય છે કંઈક આવું
કોરોના વોરિયર્સના અથાગ પરિશ્રમ અને વેઠવી પડતી મુશ્કેલીનો ચાડી ખાય છે આ વાયરલ વીડિયો

કોરોના વોરિયર્સના અથાગ પરિશ્રમ અને વેઠવી પડતી મુશ્કેલીનો ચાડી ખાય છે આ વાયરલ વીડિયો

  • Share this:
બીજિંગઃ કોરોના વાયરસ (Coronavirus)એ દુનિયાના મોટાભાગના દેશોને પોતાની ઝપટમાં લઈ લીધા છે અને તેના અત્યાર સુધીમાં બે કરોડથી વધુ કેસ સામે આવી ચૂક્યા છે. જ્યારે 7 લાખથી વધુ લોકો તેના કારણે જીવ ગુમાવી ચૂક્યા છે. આ મહામારી (Covid-19 Pandemic) દરમિયાન ડૉક્ટર, નર્સ અને અન્ય મેડિકલ સ્ટાફ સતત પોતાનો જીવ જોખમમાં મૂકી લોકોને બચાવવાનું કામ કરી રહ્યા છે. મેડિકલ સ્ટાફની આ મહેનત અને પરિશ્રમને વ્યક્ત કરતો આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે.

‘ડેઇલી મેલ’ અખબાર મુજબ, આ વીડિયો ચીનના એક કોવિડ-19 હૉસ્પિટલનો છે જ્યાં કોરોના વોરિયર્સ આજે પણ દિવસ-રાત દર્દીઓની સારવાર કરી રહ્યા છે. વીડિયોમાં પોતાની શિફ્ટ પૂરી કર્યા બાદ એક ડૉક્ટર પોતાનો hazmat suit (PPE કિટ) ઉતારે છે જેમાંથી અનેક લીટર પરસેવો નીકળતો જોવા મળે છે. આ વીડિયોને ચીનના સોશિયલ મીડિયા પર ઘણા લોકો શૅર કરી રહ્યા છે અને મહામારી દરમિયાન કોરોના વોરિયર્સની મહેનત માટે તેમને રિયલ હિરોનું બિરુદ આપી રહ્યા છે.

આ પણ વાંચો, નકલી કૂતરાઓની વચ્ચે એક અસલી કૂતરું, શું તમે શોધી શકશો?

ચીનના શિનજિયાંગનો છે આ વીડિયો

રિપોર્ટ મુજબ, આ વીડિયો નોર્થ-વેસ્ટ ચીનના શિનજિયાંગ પ્રાંતના ઉરૂમકી શહેરની એક હૉસ્પિટલનો છે. આ વીડિયોમાં મહિલા ડૉક્ટર શિફ્ટ પૂરી થયા બાદ પોતાની પીપીઈ કિટ ઉતારી રહી છે જેમાંથી ઘણો પરસેવો બહાર આવતો જોવા મળી રહ્યો છે.


આ પણ વાંચો, Facebook પર બદલો આ બે Settings, સુરક્ષિત રહેશે આપનો પ્રાઇવેટ ડેટા!


ડૉક્ટર્સના પ્લાસ્ટિકના જૂતાઓમાં આ પરસેવો ભરાયેલો હતો. ઉનાળામાં પીપીઇ સૂટ પહેરવો કોઈ અગ્નિપરીક્ષાથી ઓછો નથી અને તેને પહેરીને અનેકવાર કલાકો સુધી ડૉક્ટરો-નર્સ પાણી પણ પી નથી શકતા. સમગ્ર દુનિયાના મેડિકલકર્મી જ કોરોનાની વિરુદ્ધ ફર્સ્ટ લાઇન ઓફ ડિફેન્સ બનીને ઊભા છે અને ખૂબ વિષમ પરિસ્થિતિઓમાં પોતાનો જીવ જોખમમાં નાખીને દર્દીઓના જીવ બચાવી રહ્યા છે.
Published by: Mrunal Bhojak
First published: August 13, 2020, 1:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading