યૂટ્યૂબરે પોતાની 1 કરોડ રૂપિયાની મર્સિડીઝ કારને લગાવી દીધી આગ, વીડિયો થયો વાયરલ

News18 Gujarati
Updated: October 28, 2020, 1:58 PM IST
યૂટ્યૂબરે પોતાની 1 કરોડ રૂપિયાની મર્સિડીઝ કારને લગાવી દીધી આગ, વીડિયો થયો વાયરલ
મર્સિડીઝને આગ ચાંપવાનું કારણ જાણીને ચોંકી જશો, વાયરલ વીડિયોને 1.14 કરોડ વાર જોવામાં આવ્યો

મર્સિડીઝને આગ ચાંપવાનું કારણ જાણીને ચોંકી જશો, વાયરલ વીડિયોને 1.14 કરોડ વાર જોવામાં આવ્યો

  • Share this:
નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા (Social Media) અને ઇન્ટરનેટ (Internet) એવી જગ્યા છે જ્યાં લોકોને પોતાની વાત કહેવા, બીજા પાસેથી શીખવા અને સંદેશ આપવા સરળ હોય છે. યૂટ્યૂબ (YouTube) પણ આવું જ છે. લોકો તેમાં પોતાના વીડિયો બનાવીને અપલોડ કરે છે અને દુનિયા સાથે જોડાય છે. પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે જે વીડિયો (Viral Video) બનાવીને માટે કોઈ પણ હદ પાર કરવા તૈયાર રહે છે. આવા જ એક યૂટ્યૂબર (Youtuber) છે રશિયાના મિખાઇલ લિટવિન (Mikhail Litvin). તેના ફોલોઅર્સની સંખ્યા ઘણી વધારે છે. હાલમાં જ તેણે પોતાની 1.10 કરોડ રૂપિયાની મર્સિડીઝ (Mercedes)ને આગ ચાંપી દીધી હતી. ત્યારબાદ તેનો વીડિયો શૅર કર્યો, જે હવે વાયરલ થઈ રહ્યો છે.

મિખાઇલ લિટવિનની લોકપ્રિયતા એ વાતથી જાણી શકાય છે કે તેના યૂટ્યૂબ પર 50 લાખ સબ્સક્રાઇબર છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 1.16 કરોડ ફોલોઅર્સ છે. તેની પાસે Mercedes GT 63S નામની કાર હતી. જેને તેણે આગને હવાલે કરી દીધી. ત્યારબાદ તેણે તેનો વીડીયો યૂટ્યૂબ ચેનલ પર અપલોડ કર્યો તો લોકોએ અનેક પ્રકારની કોમેન્ટ લખવા માંડી.


આ પણ વાંચો, મહિલાઓને ‘સેક્સ સ્લેવ’ બનાવનાર કથિત ‘સેલ્ફ હેલ્પ’ ગુરુ કીથ રેનિયરને 120 વર્ષની સજા

તેણે અપલોડ કરેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે તે રશિયાના કોઈ એક વિસ્તારમાં ખુલ્લા મેદાનમાં પોતાની કાર ચલાવીને આવે છે. કાળા રંગની આ શાનદાર કાર દેખાવે ખૂબ જ લક્ઝરીયસ લાગી રહી છે. કિંમત પણ તેની 1 કરોડથી વધુ છે. ત્યારબાદ તે કાર ઊભી રાખે છે. તેમાંથી ઉતરે છે અને ડિક્કીથી પેટ્રોલનો કેન બહાર કાઢે છે.

આ પણ વાંચો, છેલ્લી તક! Maruti Suzuki આ ગાડીઓ પર આપી રહી છે 50000 રૂપિયાથી વધુનું ડિસ્કાઉન્ટ, અહીં જુઓ યાદીથોડીવાર બાદ તે બધું પેટ્રોલ કાર પર ઠાલવી દે છે. પછી તે કારને આગ ચાંપી દે છે. ત્યારબાદ એક કરોડની શાનદાર કાર સળગીને ખાખ થઈ જાય છે. આ વીડિયોને યૂટ્યૂબ પર અત્યાર સુધી 1.14 કરોડ વાર જોવામાં આવ્યો છે. 10 લાખથી વધુ લાઇક્સ મળી ચૂકી છે.

આ પણ જુઓ, શિકારનો પીછો કરી રહેલા દીપડાએ મારી જોરદાર છલાંગ, VIDEO જોઈ લોકો હેરાન

મિખાઇલ લિટવિને કાર સળગાવી દેવા પાછળનું કારણ જણાવ્યું કે તેની કારમાં કંઈક ખરાબી હતી અને સર્વિસ સેન્ટર તેને પાંચ વાર ઠીક નહોતી કરી શકી. ત્યારબાદ તેણે તેને આગને હવાલે કરી દીધી.
Published by: Mrunal Bhojak
First published: October 28, 2020, 1:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading