સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી કરતાં પણ ઉંચુ છે દુનિયાનું સૌથી ઉંચુ વૃક્ષ, જાણો ક્યા છે ?
News18 Gujarati Updated: March 6, 2021, 2:44 PM IST
દુનિયાનું સૌથી ઉંચુ વૃક્ષ
દુનિયાનું સૌથી ઉંચુ વૃક્ષ કેલિફોર્નિયાના રેડવુડ નેશનલ પાર્કમાં આવેલુ છે. તેની ઉંચાઈ 115.85 મીટર છે. આ જીવંત વૃક્ષ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી અને કુતુબ મિનાર કરતા પણ ઉંચુ છે.
ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. આકરા તાપમાં આપણે આપણું વાહન પાર્ક કરવા કે પછી બે ઘડી વિસામો લેવા વૃક્ષોનો છાયડો શોધતા હોઈએ છે. પણ સિમેન્ટ કોંક્રીટના જંગલમાં ઘટાદાર વૃક્ષો મળવા મુશ્કેલ છે. ગ્લોબલ વોર્મિંગની ઘણી ખરાબ અસરો આપણે અનુભવી રહ્યા છીએ અને એટલે જ હવે વૃક્ષોનું મહત્વ સમજીને વધુ વૃક્ષો વાવી તેનું જતન કરવાની કાળજી લેતા થયા છીએ. કેટલાંક સ્થળો એવા છે જ્યાં વર્ષો પુરાણા વૃક્ષો આજે પણ જોવા મળે છે. આપણે ત્યાં ગુજરાતમાં આવેલો કબીર વડ તેનું ઉદાહરણ છે. પણ શું તમે જાણો છો દુનિયાનું સૌથી ઉંચુ વૃક્ષ ક્યાં આવેલું છે ?

દુનિયાનું સૌથી ઉંચુ વૃક્ષ
દુનિયાનું સૌથી ઉંચુ વૃક્ષ કેલિફોર્નિયાના રેડવુડ નેશનલ પાર્કમાં આવેલુ છે. તેની ઉંચાઈ 115.85 મીટર છે. આ જીવંત વૃક્ષ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી અને કુતુબ મિનાર કરતા પણ ઉંચુ છે. આ સૌથી ઉંચા વૃક્ષનું નામ હાઈપર્શન છે. તેની શોધ 2006માં થઈ હતી. દુનિયાનું સૌથી લાંબુ વૃક્ષ હોવાને કારણે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ તેને સ્થાન મળ્યું છે.
વૃક્ષ માનવજીવન માટે કેટલુ ઉપયોગી છે તે આપણે સારી રીતે જાણીએ છીએ પણ તમને નહી ખબર હોય કે એક વૃક્ષ સમગ્ર વર્ષ દરમિયાન 20 કિલો ધૂળ અને 20 ટન કાર્બન ડાયોક્સાઈડ શોષી લે છે. અને આપણને 700 કીલો જેટલો ઓક્સિજન આપે છે. ગરમીમાં વૃક્ષનું તાપમાન સામાન્યથી 4 ડીગ્રી ઓછુ હોય છે. વૃક્ષ એક વર્ષમાં એક લાખ વર્ગ મીટર દૂષિત હવાને ચોખ્ખી કરીને આપે છે.
વિસ્કોન્સિન યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા એક સંશોધનમાં બહાર આવ્યું છે કે જે લોકોના ઘરની બહાર વૃક્ષ હોય છે તેમને માનસિક રોગની સમસ્યાઓ ઓછી થાય છે. તો કેનેડાના જર્નલ સાયન્ટિફીક રિપોર્ટ મુજબ ઘરની આસપાસ જો 10 વૃક્ષ હોય તો આયુષ્યમાં 7 વર્ષની વૃદ્ધિ થાય છે.
Published by:
Margi Pandya
First published:
March 6, 2021, 2:44 PM IST