રાજ્યમાં કોરોનાના નવા 1092 કેસ નોંધાયા, 24 કલાકમાં 18 દર્દીઓના મોત

News18 Gujarati
Updated: August 13, 2020, 8:32 PM IST
રાજ્યમાં કોરોનાના નવા 1092 કેસ નોંધાયા, 24 કલાકમાં 18 દર્દીઓના મોત
(પ્રતિકાત્મક તસવીર)

રાજ્યમાં કોરોનાના કુલ કેસ 75,482, એક્ટિવ કેસ 14,310 છે, 24 કલાકમાં 1046 દર્દીઓ સાજા થયા

  • Share this:
અમદાવાદ : રાજ્યમાં (Gujarat)કોરોના વાયરસના (Coronavirus)ના કેસમાં વધારો યથાવત્ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 1092 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1046 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 18 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 2733 થયો છે. 24 કલાકમાં સૌથી વધુ સુરત જિલ્લામાં (SURAT Coronavirus updates) 238 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 75,482 છે. જેમાંથી એક્ટિવ કેસ 14,310 છે. આજે રાજ્યમાં કુલ 50,817 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં સુરતમાં 251, અમદાવાદમાં 166, વડોદરામાં 109, રાજકોટમાં 95, ભાવનગરમાં 40, જામનગરમાં 39, ગાંધીનગર, અમરેલીમાં 33-33, ગીર સોમનાથમાં 29, દાહોદ, મોરબીમાં 25-25, પંચમહાલમાં 23, કચ્છમાં 22, મહેસાણામાં 20, જૂનાગઢ,સુરેન્દ્રનગરમાં 17-17, મહીસાગરમાં 16, નવસારી, વલસાડમાં 14-14, ખેડામાં 12, બનાસકાંઠા, પાટણમાં 11-11, ભરૂચ, સાબરકાંઠા, 10-10, આણંદમાં 9, છોટા ઉદેપુરમાં 8, બોટાદ, દેવભૂમિ દ્વારકામાં 6-6, નર્મદા, પોરબંદરમાં 5-5, અરવલ્લીમાં 4, જામનગરમાં 3 અને તાપીમાં 2 સહિત કુલ 1092 નવા કેસ નોંધાયા છે.

આ પણ વાંચો - ગોંડલના મહારાજ અને મહારાણી કોરોના સંક્રમિત, હઝુર પેલેસમાં ક્વૉરન્ટાઇન કરવામાં આવ્યા

રાજ્યમાં કોરોનાના કારણે 18 દર્દીઓના મોત થયા છે. જેમાં સુરતમાં 5 અમદાવાદમાં 4, રાજકોટમાં 3, જ્યારે વડોદરા, ભાવનગર, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર અને કચ્છમાં 1-1 દર્દીઓના મોત થયા છે. બીજી તરફ અમદાવાદમાં 235, સુરતમાં 198, વડોદરામાં 148 અને દાહોદમાં 44 સહિત કુલ 1046 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.

રાજ્યમાં અત્યારે કુલ 14,310 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 79 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 14,231 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યાર સુધીમાં 58,439 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે
Published by: Ashish Goyal
First published: August 13, 2020, 8:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading