રાજ્યમાં કોરોનાના નવા 1136 કેસ, 1201 દર્દીઓ સાજા થયા, રિકવરી રેટ વધીને 89.15 ટકા

News18 Gujarati
Updated: October 22, 2020, 8:24 PM IST
રાજ્યમાં કોરોનાના નવા 1136 કેસ, 1201 દર્દીઓ સાજા થયા, રિકવરી રેટ વધીને 89.15 ટકા
(પ્રતિકાત્મક તસવીર)

આજે રાજ્યમાં કુલ 52,923 ટેસ્ટ કરવામાં આવ્યા, 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 9 દર્દીઓના મોત થયા

  • Share this:
અમદાવાદ : રાજ્યમાં (Gujarat) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)1136 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1201 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 9 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3670 થયો છે. 24 કલાકમાં સૌથી વધુ સુરતમાં (SURAT Coronavirus updates) 231 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 1,64,121નોંધાયા છે. જેમાંથી એક્ટિવ કેસ 14,143 છે. આજે રાજ્યમાં કુલ 52,923 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 89.15 ટકા છે.

આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં સુરતમાં 231, અમદાવાદમાં 179, રાજકોટમાં 108, વડોદરામાં 119, જામનગરમાં 65, મહેસાણામાં 47, ગાંધીનગરમાં 38 સહિત કુલ 1136 કેસ નોંધાયા છે.

આ પણ વાંચો - Coronaમાં નોકરી ગઈ, પછી સ્કૂટી પર શરૂ કર્યો ઢાબો, હવે બીજાને આપે છે કામ

રાજ્યમાં કોરોનાના કારણે 9 દર્દીઓના મોત થયા છે. જેમાં અમદાવાદમાં 3, રાજકોટમાં 2 જ્યારે સુરત અને છોટા ઉદેપુરમાં 1-1 દર્દીઓના મોત થયા છે. બીજી તરફ સુરતમાં 269, અમદાવાદમાં 175, વડોદરામાં 101, રાજકોટમાં 130, જામનગરમાં 83 સહિત કુલ 1201 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.

રાજ્યમાં અત્યારે કુલ 14,143 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 72 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 14,071 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યાર સુધીમાં 1,46, 308 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
Published by: Ashish Goyal
First published: October 22, 2020, 8:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading