Janmashtami 2020 : દ્વારકા સહિત રાજ્યના પ્રખ્યાત મંદિરોમાં આવી રીતે થશે ઉજવણી

News18 Gujarati
Updated: August 11, 2020, 10:12 PM IST
Janmashtami 2020 : દ્વારકા સહિત રાજ્યના પ્રખ્યાત મંદિરોમાં આવી રીતે થશે ઉજવણી
પ્રતિકાત્મક તસવીર

બુધવારે 12મી ઓગસ્ટે રાજ્યમાં જન્માષ્ટમીની ઉજવણી થશે. કોરોના વાયરસના કારણે આ વખતે મોટાભાગના પ્રસિદ્ધિ મંદિરો બંધ છે

  • Share this:
અમદાવાદ : બુધવારે 12મી ઓગસ્ટે રાજ્યમાં જન્માષ્ટમીની ઉજવણી થશે. કોરોના વાયરસના કારણે આ વખતે મોટાભાગના પ્રસિદ્ધિ મંદિરો બંધ છે. ત્યારે અમે જણાવી રહ્યા છીએ કે આ મંદિરોમાં કેવી રીતે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થશે.

દ્વારકા : ઈતિહાસમાં પ્રથમવાર ભકતોની ગેરહાજરીમાં જ જન્મોત્સવની ઉજવણી થશે. 13 તારીખ સુધી દ્વારકા મંદિર બંધ છે, જન્માષ્ટમીને લઈને આરતીનો સમય આ પ્રમાણે રહેશે. શ્રીજીની મંગલા આરતી દર્શન સવારે 6 : 00 કલાકે, શ્રીજીના ખુલ્લા પડદે સ્નાન દર્શન, અભિષેકના દર્શન સવારે 8:00 કલાકે, શ્રીજીની શ્રૃંગાર આરતી સવારે 11:00 કલાકે, અનોસર ( બંધ ) 1:00 થી 5:00 કલાક સુધી બપોરે , ઉત્થાપન દર્શન સાંજે 5:00 કલાકે, શ્રીજીની સંધ્યા આરતી દર્શન 7:30 કલાકે ,શ્રીજીની શયન આરતી દર્શન રાત્રે 8:30 કલાકે , શ્રીજી શયન ( દર્શન બંધ ) 9:00 કલાકે , શ્રીજી જન્મોત્સવના આરતી દર્શન રાત્રે 12:00 કલાકે, શ્રીજી શયન ( દર્શન બંધ ) 2:00 કલાકે. ભગવાનની આરતી DWARKADHISH.ORG પર લાઈવ જોવા મળશે.

ડાકોર : ડાકોરમાં પણ ભકતો વગર જ જનમાષ્ટમીની ઉજવણી થશે. સવારે 6.45 કલાકે મંદિર ખુલશે, સવારે સાત વાગે મંગળા આરતી, સવારે 9 વાગે શણગાર આરતી, 11 વાગે રાજભોગ આરતી, ચાર વાગે ઉત્થાપન આરતી, સાંજે 5 વાગે શયન આરતી થશે, રાત્રે બાર વાગે કૃષ્ણ જન્મોત્સવ, ભગવાનને તિલક કરવામાં આવશે, પંચામૃત સ્નાન કરાવ્યા બાદ સવા લાખનો મુગટ પહેરાવવામાં આવશે, રાત્રે અઢી વાગે આરતી કર્યા બાદ ભગવાનને પારણે ઝૂલાવવામાં આવશે. http://ranchhodraiji.org પર આરતી લાઈવનો લ્હાવો મળશે.

શામળાજી : જન્માષ્ટમીના દિવસે શામળાજી મંદિર રાતના આઠ વાગ્યા સુધી જ ખુલ્લુ રહેશે, રાત્રે બાર વાગે બંધ બારણે જ માત્ર પુજારીઓની હાજરીમાં જન્મોત્સવ ઉજવવામાં આવશે. આજના દિવસે મંદિરમાં દર્શનનો સમય, સવારે સાત વાગે મંગળા આરતી, 7.45 કલાકે શણગાર આરતી, 9.15 કલાકે રાજભોગ ધરાવી મંદિર બંધ કરવામાં આવશે. ત્યાર બાદ 11.30 કલાકે રાજભોગ આરતીની સાથે મંદિર ખુલશે, અને 12.15 કલાકે મંદિર બંધ થશે, 15 મિનિટ બાદ એટલે કે 12.30 કલાકે મંદિર ખુલશે (ઉત્થાપન ) સાંજે સાત વાગે સંધ્યા આરતી અને રાત્રે આઠ વાગે મંદિર બંધ થશે .www.shreeshamlajivishnutemple.org live આરતી જોઈ શકાશે.

આ પણ વાંચો - Krishna Janmashtami 2020 : જન્માષ્ટમીના પાવન અવસર પર જાણો શ્રીકૃષ્ણના જન્મની કથા

પોરબંદર : માધવપુરનું માધવરાયજી મંદિર આજથી ચાર દિવસ માટે બંધ, સાતમ આઠમના દિવસે દર વર્ષે હજારો લોકો અહી દર્શન કરવા માટે આવતા હોય છે, પરંતુ આ વખતે કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ચાર દિવસ સુધી મંદિર ભકતો માટે બંધ રાખવામાં આવ્યું છે હરે કૃષ્ણ મંદિર, અમદાવાદ : ભાડજ સ્થિત હરે કૃષ્ણ મંદિર ભક્તો માટે બંધ આજથી ત્રણ દિવસ માટે રહેશે. ભક્તો ઓનલાઇન દર્શન કરી શકશે. હરે કૃષ્ણ મંદિરમાં તમામ ઉજવણી થશે પરંતુ ભક્તો વગર સવારથી લઇ સાંજ સુધી વિવિધ કાર્યક્રમ યોજાશે.

જગન્નાથ મંદિર, અમદાવાદ : જમાલપુર સ્થિત જગન્નાથ મંદિર ભક્તો માટે બંધ રહેશે. જન્મ મહોત્સવની મંદિરમાં ઉજવણી બંધ રહેશે. ભક્તો માટે મંદિર બંધ રહેશે. ઓન લાઇનના માધ્યમથી ભક્તો કરી શકશે દર્શન

રાજકોટ : રાજકોટના ઈસ્કોન મંદિર ખાતે છપ્પનભોગ ધરાવવામાં આવશે. કોરોના મહામારીના કારણે દર્શનાર્થીઓ માટે દર્શન બંધ રાખવામાં આવેલા છે પરંતુ મંદિરમાં જે પણ સેવકો તેમજ આચાર્ય રહે છે તેમના દ્વારા ઉજવણી કરવામાં આવશે.
Published by: Ashish Goyal
First published: August 11, 2020, 10:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading