રાજકોટ : નકલી પોલીસ બની તોડ કરતા પાંચ આરોપીઓ ઝડપાયા, આવી રીતે કરતા તોડ


Updated: September 22, 2020, 9:05 PM IST
રાજકોટ : નકલી પોલીસ બની તોડ કરતા પાંચ આરોપીઓ ઝડપાયા, આવી રીતે કરતા તોડ
રાજકોટ : નકલી પોલીસ બની તોડ કરતા પાંચ આરોપીઓ ઝડપ્યા, આવી રીતે કરતા તોડ

પોલીસના સ્વાંગ અત્યાર સુધીમાં કેટલા સમયથી અને કેટલા લોકોને પોતાનો શિકાર કર્યો છે તેની તપાસ શરૂ કરી છે

  • Share this:
રાજકોટ : રાજકોટ પોલીસનો વેશ ધારણ કરી વાહન ચાલક પાસે રૂપિયાનો તોડ કરતી ટોળકીને પોલીસે દબોચી લીધી છે. આરોપીઓએ પોલીસ તરીકેની ઓળખ આપી રૂપિયા 9 હજાર વાહન ચાલક પાસેથી પડાવ્યા હોવાનું ખુલ્યું છે. જોકે પોલીસે પાંચ આરોપીઓને જેલની હવા ખાતા કરી દીધા છે.

રાજકોટ પોલીસે નૈતિક સાંગાણી, મહેશ ચુડાસમા, રમેશ રાણેસરા, અમિત ગોહિલ અને વિજય દેવભડીંજી નામના શખ્સોને પકડી પાડ્યા છે. રાજકોટના થોરાળા પોલીસ સ્ટેશનમાં ગત 28 તારીખે વીંછીયા તાલુકાના ઓરી ગામના સગરામભાઈ ધોરીયા નામના વ્યક્તિ આવ્યા હતા તેમણે પોલીસે રૂપિયા 9 હજાર લીધા હોવાની ફરિયાદ કરી હતી.. જોકે પોલીસ સ્ટેશનનો સ્ટાફ ચોંકી ગયો હતો અને પીઆઇ જી.એમ.હડિયાએ તપાસ કરવા ડી-સ્ટાફને મોકલ્યા હતા.

આ પણ વાંચો - આગામી દિવસોમાં વરસાદ પડશે કે નહીં, શું કહે છે હવામાન વિભાગ

પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે ફરિયાદીને આંતરીને બે બાઇકમાં આવેલા પાંચ શખ્સોએ પોલીસ તરીકેની ઓળખ આપી પોલીસ સ્ટેશન લઈ જવાનું કહીને 9 હજાર રૂપિયા પડાવી લીધા હોવાનું ખુલ્યું હતું. જેને આધારે પોલીસે ગુનો દાખલ કરી બાઇક નંબર આધારે આરોપીઓને દબોચી લીધા હતા.

પોલીસના કહેવા મુજબ આરોપી નૈતિક સંગાણી (પટેલ) મુખ્ય માસ્ટર માઈન્ડ છે. સામાન્ય રીતે પોલીસ તરીકેની ઓળખ આપવાથી સામાન્ય માણસ વાહન ઉભું રાખે છે અને પોલીસ સ્ટેશન લઈ જવાની ધમકી આપવાથી લોકો ડરી જતા હોય છે. આવા વાહન ચાલકોને પોલીસ સ્ટેશન નહીં લઈ જવાના રૂપિયા ખંખેરતા હતા. .પોતાના મોજ શોખ પુરા કરવા માટે આરોપીઓ પોલીસ તરીકેની ઓળખ આપતા હોવાનું તપાસમાં ખુલ્યું છે. પોલીસે હાલ આરોપીઓના કોરોના ટેસ્ટ કરાવતા એક આરોપી કોરોના પોઝિટિવ આવ્યો છે. પોલીસે આરોપીના રિમાન્ડ લઈને પૂછપરછ શરૂ કરી છે. પોલીસના સ્વાંગ અત્યાર સુધીમાં કેટલા સમયથી અને કેટલા લોકોને પોતાનો શિકાર કર્યો છે તેની તપાસ શરૂ કરી છે.
Published by: Ashish Goyal
First published: September 22, 2020, 9:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading