પિયજ ગામની દીકરીએ વોટિંગ વગર સાસરે જવાનો કર્યો ઇન્કાર, જાન જાનૈયા સાથે મતદાન મથક પહોંચી

News18 Gujarati
Updated: February 28, 2021, 5:38 PM IST
પિયજ ગામની દીકરીએ વોટિંગ વગર સાસરે જવાનો કર્યો ઇન્કાર, જાન જાનૈયા સાથે મતદાન મથક પહોંચી
પિયજ ગામની દીકરીએ વોટિંગ વગર સાસરે જવાનો કર્યો ઇન્કાર, જાન જાનૈયા સાથે મતદાન મથક પહોંચી

પિયજ ગામની દીકરી હિરલે મતાધિકાર માટેની જાગૃતતા દર્શાવીને અનોખું ઉદાહરણ પૂરુ પાડ્યું

  • Share this:
કલોલ : કલોલ પાસે આવેલા પિયજ ગામની દિકરી હીરલ કનુભાઇ વાળંદના આજે અમદાવાદના વસ્ત્રાલ ખાતે રહેતા યુવક અજય સાથે લગ્ન નિર્ધાર્યા હતા. 28 ફેબ્રુઆરીના બપોરે સાડા ત્રણ વાગ્યે હીરલના લગ્નનુ મુહૂર્ત હતું. આ દીકરી એ વહેલી સવારે જ મતદાન માટેનો આગ્રહ રાખ્યો હતો પરંતુ માંડવો રોપી દીધા પછી લગ્ન પહેલા દિકરી ઘર બહાર ના નીકળે તેવો પરિવારનો રિવાજ હોવાથી સવારના સમયે હીરલ મતદાન ના કરી શકી પરંતુ લગ્ન જેવા પૂરા થયા કે હીરલે આગ્રહ રાખ્યો કે પહેલા વોટ આપું ને પછી જ સાસરે વિદાય થઇશ.

નવવધૂના આવા અનોખા આગ્રહને કારણે શરુઆતમાં તો વરરાજા સહિત જાનૈયાઓ ડઘાઇ ગયા કે વિદાયનું મુહૂર્ત સાચવવાનું હોય. અમદાવાદ જાનને સમયસર પહોંચીને અન્ય વિધિઓ પણ પતાવાની હોય એમા જાન સાસરે જવાને બદલે મતદાન મથકે કેવી રીતે લઇ જવી? જોકે પિયજ ગામ ના સરપંચના પતિ અને સામાજિક કાર્યકર એવા રમેશ ભાઇ ઠાકોરે મધ્યસ્થી કરીને કન્યાની આ વાત અને વિષયને વધાવી લેતા મામલો થાળે પડ્યો હતો. જાન કન્યાના ઘરેથી વિદાય લઇને જાનૈયા સાથે સીધી પિયજ પ્રાથમિક શાળાએ આવેલ મતદાન મથકે પહોંચી હતી.

આ પણ વાંચો - ગોધરા : સંસારિક જીવનને અલવિદા કરતાં પહેલા 22 વર્ષીય કાંચી શાહે કર્યુ મતદાન

પિયજ ગામ ના સરપંચના પતિ અને સામાજિક કાર્યકર એવા રમેશ ભાઇ ઠાકોરે મધ્યસ્થી કરીને કન્યાની આ વાત અને વિષયને વધાવી લેતા મામલો થાળે પડ્યો હતો


વાજતે ગાજતે મતદાન મથકે પહોંચેલી જાનને ત્યા ઉભેલા અન્ય મતદાતાઓએ પણ વધાવી હતી અને ગામની દિકરીની આ પહેલને વધાવી હતી. તેના માટે મતદાન માટે લાઇનમાં ઉભા રહેવાને બદલે દીકરીને તુરંત મતદાન માટેની વ્યવસ્થા કરી આપી હતી.
આમ પિયજ ગામની દીકરી હિરલે મતાધિકાર માટેની જાગૃતતા દર્શાવીને અનોખું ઉદાહરણ પૂરુ પાડ્યું છે. અન્યોને પણ મતાધિકાર માટેની જાગૃતિ દાખવવાની પ્રેરણા આપી હતી
Published by: Ashish Goyal
First published: February 28, 2021, 5:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading