મહિલાઓ સહિત 31 લોકો કોલ સેન્ટર ચલાવતા હતા, મગજ ચકરાવે તેવી છે મોડસ ઓપરેન્ડી


Updated: March 8, 2021, 3:01 PM IST
મહિલાઓ સહિત 31 લોકો કોલ સેન્ટર ચલાવતા હતા, મગજ ચકરાવે તેવી છે મોડસ ઓપરેન્ડી
હાલ તો સાયબર ક્રાઇમ દ્વારા 31 શખ્સોની ધરપકડ કરી 104 જેટલા મોબાઇલ 45 કમ્પ્યુટર, એક લેપટોપ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

હાલ તો સાયબર ક્રાઇમ દ્વારા 31 શખ્સોની ધરપકડ કરી 104 જેટલા મોબાઇલ 45 કમ્પ્યુટર, એક લેપટોપ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

  • Share this:
અમદાવાદ: અમદાવાદ સાયબર ક્રાઇમે (Ahmedabad Cyber Crime) ગેરકાયદેસર ચાલતા વધુ એક કોલ સેન્ટર (Call center) ને પકડી પાડ્યું છે. શેરબજારમાં રોકાણ (Investment tips) કરવાની ટિપ્સ આપી ને ઊંચા વળતરની લાલચે આ ગેંગ છેતરપિંડી (fraud) કરતી હતી. ઉલ્લેખનીય છે કે, આ છેતરપિંડીનો ભોગ બનનાર એપીએમસીના નિવૃત્ત આસિસ્ટન્ટ એન્જિનિયર પણ બન્યા હતા.

તસ્વીરમાં પોલીસ કસ્ટડીમાં દેખાતા તમામ આરોપીઓ અવનવી મોડેસ ઓપરેન્ડીથી લોકોને છેતરવામાં એટલા માહેર છે કે અત્યાર સુધીમાં તેમને કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનો આરોપ લાગ્યો છે. મધ્યપ્રદેશના ઈંદોરમાં ગેરકાયદેસર કોલ સેન્ટર શરૂ કરી છેતરપિંડી કરવાનું મોટુ કૌભાંડ પકડાયેલા 31 શખ્સો દ્વારા ચલાવવામાં આવતું હતું.જે અંગે અમદાવાદ સાયબર ક્રાઈમને ઈન્દોરમાં રેડ કરી તમામની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે, ગેરકાયદેસર છેતરપિંડીના ચાલતા કોલ સેન્ટરમાં કેટલીક મહિલાઓ પણ સામેલ હતી જેને પોલીસે નોટિસ આપી કોર્ટમાં હાજર રહેવા સુચના આપી છે.

ગુજરાતીઓ ગરમી માટે થઇ જાવ તૈયાર, હવામાન વિભાગે કરી છે મોટી આગાહી

આ ગેંગની છેતરપિંડી માટે અનોખી મોડેસ ઓપરેન્ડી હતી.જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવી ચૂકેલા વ્યક્તિ પણ ભોગ બનવામાં બાકાત નથી રહ્યા. તેમની પાસેથી પણ ૧૮ લાખ રૂપિયાની રકમ રોકાણ કરાવી ઊંચા વળતરની લાલચ આપીને છેતરપિંડી કરી ચૂક્યા છે. સાયબર ક્રાઇમની ટીમે ફરિયાદના આધારે તપાસ કરતા મધ્યપ્રદેશની આ ગેંગને ઝડપી પાડવામાં સફળતા મળી છે.Women's day 2021: સોશિયલ મીડિયા પર સાયબર સેફ રહેવા માટે થોડી પ્રેક્ટિલ અને મહત્ત્વની ટિપ્સ

ઉલ્લેખનીય છે કે, મુંબઈની મહેતા ઈક્વિટી નામની પેઢીના નામે શેરબજારમાં પહેલા તેઓ રોકાણ કરાવતા અને લોકોને વધુ નફો અને ઊંચું વળતર મળશે તેમ કહી રૂપિયા ખંખેરતા હતા. હાલ તો આ આરોપી ગેંગની ધરપકડથી અન્ય શહેરીજનોને છેતરપીંડીનો ભોગ બનતા પોલીસે અટકાવ્યા છે.હાલ તો સાયબર ક્રાઇમ દ્વારા 31 શખ્સોની ધરપકડ કરી 104 જેટલા મોબાઇલ 45 કમ્પ્યુટર, એક લેપટોપ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ત્યારે પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ ગેંગના મુખ્ય સંચાલક ચેતન રાઠોડ અને ઈન્દ્રદેવ કુમારની ધરપકડ કરી છેલ્લા કેટલા સમયથી 11 કોલ સેન્ટર ચલાવતા હતા અને અને કેટલા લોકોને આ રીતે છેતરપિંડીનો ભોગ બનાવ્યા છે તે અંગે પૂછપરછ શરૂ કરી છે.
Published by: Kaushal Pancholi
First published: March 8, 2021, 2:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading