જ્યારે મણિનગરના ધારાસભ્ય તરીકે મોદીએ ‘મિની ઇન્ડિયા’નો વિકાસ કર્યો હતો!

News18 Gujarati
Updated: September 16, 2020, 8:30 PM IST
જ્યારે મણિનગરના ધારાસભ્ય તરીકે મોદીએ ‘મિની ઇન્ડિયા’નો વિકાસ કર્યો હતો!
દેશના પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદી છેલ્લા છ વર્ષમાં ભારતના સમ્યક વિકાસના પ્રયત્નમાં લાગેલા છે. જોકે ઓછા લોકોને ખબર છે કે ભારતના ચારે તરફના વિકાસના મિની મોડલ પર તે સફળતાપૂર્વક પહેલા જ કામ કરી ચૂક્યા છે

દેશના પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદી છેલ્લા છ વર્ષમાં ભારતના સમ્યક વિકાસના પ્રયત્નમાં લાગેલા છે. જોકે ઓછા લોકોને ખબર છે કે ભારતના ચારે તરફના વિકાસના મિની મોડલ પર તે સફળતાપૂર્વક પહેલા જ કામ કરી ચૂક્યા છે

  • Share this:
બ્રજેશ કુમાર સિંઘ :  દેશના પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદી છેલ્લા છ વર્ષમાં ભારતના સમ્યક વિકાસના પ્રયત્નમાં લાગેલા છે. જોકે ઓછા લોકોને ખબર છે કે ભારતના ચારે તરફના વિકાસના મિની મોડલ પર તે સફળતાપૂર્વક પહેલા જ કામ કરી ચૂક્યા છે. એક ધારાસભ્ય તરીકે. અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં ધારાસભ્ય તરીકે તેમણે લગભગ સાડા અગિયાર વર્ષ પ્રતિનિધિત્વ કર્યું છે. તે વિસ્તારમાં ભારતના બધા ભાગના લોકો રહે છે જ્યાં જન્મથી મૃત્યુ સુધી, જીવનના દરેક અવસર માટે આવશ્યક સુવિધાઓનો તેમણે ભરપૂર વિકાસ કર્યો અને મણિનગરના લોકોના જીવનમાં મોટો ફેરફાર લઇને આવ્યા.

ગુજરાતના પ્રાચીન શહેર વડનગરમાં રહેનાર એક યુવકે જ્યારે ઘર-પરિવારનો મોહ છોડીને 1969-70ના કાલખંડમાં અમદાવાદમાં સ્થાયી તરીકે પ્રસ્થાન કર્યું હતું અને આરએસએસ દ્વારા સમાજ સેવાનું પ્રણ લીધું હતું. તો તે યુવકને ક્યાં ખબર હતી કે તે આ જ વિસ્તારમાં એકસમયે મુખ્યમંત્રીની ભૂમિકામાં ચૂંટણી લડવા આવશે. જ્યાં પ્રચારક તરીકે તેમણે ઔપચારિક સંઘ જીવનની શરૂઆત કરી હતી. ભાગ્યે જ તે સમયે નરેન્દ્ર મોદી કે તેમના માર્ગદર્શક લક્ષ્મણ રાવ ઇમાનદાર ઉર્ફે વકીલ સાહેબે આ વિશે વિચાર કર્યો હતો. જેમના માર્ગદર્શનમાં નરેન્દ્ર મોદીએ 1971થી સંઘ પ્રચારક તરીકે ગુજરાતના અલગ-અલગ ભાગમાં સમાજ સેવાનું કાર્ય કર્યું હતું.

વકીલ સાહેબના નિધના એક વર્ષ પછી નરેન્દ્ર મોદીએ 1986માં સંઘની યોજના પ્રમાણે બીજેપીમાં પ્રવેશ કર્યો હતો. તે રાજનીતિક સંગઠનને મજબૂત કરવા માટે, જેને જનસંઘના નવા અવતાર તરીકે 1980માં જન્મ લીધો હતો અને 1984માં થયેલી લોકસભા ચૂંટણીમાં જેને ફક્ત બે સીટો મળી હતી. જેમાંથી એક સીટ ગુજરાતના મહેસાણાની હતી, જેમાં મોદીનું પોતાનું પૈતૃક શહેર વડનગર પણ હતું.

1986માં સંઘમાંથી બીજેપીમાં આવ્યાના કેટલાક મહિનાની અંદર જ મોદીએ પ્રથમ વખત અમદાવાદ નગર નિગમમાં બીજેપીને સત્તા અપાવી હતી. અહીંથી મોદીએ રાજનીતિક જીવનમાં રફ્તાર પકડી અને ક્યારેય પાછું વળીને જોયું નથી. ગુજરાત બીજેપીના મહામંત્રી તરીકે 1995માં તેમણે રાજ્યમાં બીજેપીની પોતાના દમ પર સરકાર બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેના થોડા સમય પછી જ શંકરસિંહ વાઘેલાની આગેવાનીમાં પાર્ટીમાં વિદ્રોહ થયો હતો. જેનાથી દુખી દઈને મોદીએ દિલ્હી રાહ પકડી હતી. લગભગ છ વર્ષ પછી તે ગુજરાતમાં ઔપચારિક રીતે ત્યારે જ પાછા આવ્યા જ્યારે ગુજરાતમાં બીજેપીના નબળા પડેલા કિલ્લાને મજબૂત કરવા માટે તેમને મુખ્યમંત્રી તરીકે જવાબદારી આપવામાં આવી હતી.સાત ઓક્ટોબર 2001ના રોજ નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તે સમયે ભૂકંપથી પ્રભાવિત કચ્છ વિસ્તારમાં પુનર્વાસના કાર્યો અસરદાર ઢંગથી ચલાવવું તેમની પ્રાથમિકતા હતી. જેમાં ઢીલના કારણે જ તેમની પહેલા મુખ્યમંત્રી રહેલા કેશુભાઇ પટેલે ઘણી ટિકાઓનો સામનો કરવો પડ્યો હતો અને ખુરશી છોડવી પડી હતી. મોદીએ તે બાબતે ધ્યાન આપ્યું હતું, સુસ્ત પડેલી સરકારી મશીનરીમાં જાન ફુંકી અને પોતાની પ્રાથમિકતા સ્પષ્ટ કરી, લક્ષ્ય નિર્ધારિત કર્યા હતા. આ દરમિયાન મોદી સામે છ મહિનાની અંદર વિધાનસભામાં સભ્ય બનવાની સંવૈધાનિક મર્યાદા પણ ઉભી હતી.રાજ્યમાં બીજેપીના મોટા નેતા અને મંત્રી રહી ચૂકેલા વજુભાઇ વાળાએ રાજકોટથી પોતાની સીટ ખાલી કરીને મોદીને અહીંથી ચૂંટણી લડવાનો પ્રસ્તાવ આપ્યો હતો. મોદી અહીંથી ફેબ્રુઆરી 2002માં ચૂંટણી જીત્યા હતા. ચૂંટણી પરિણામના ત્રીજા જ દિવસે 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરાકાંડ થયો હતો. તેના બીજા દિવસે ગુજરાતના ઘણા ભાગમાં રમખાણો થયા હતા. મોદીની પ્રાથમિકતા સ્થિતિને કાબુમાં કરવાની રહી હતી. ટિકાઓ પણ થઈ હતી. મોદીએ વિધાનસભા ભંગ કરીને ફરીથી જનતા જનાર્દનનો વિશ્વાસ જીતવાનો નિર્ણય કર્યો હતો. ગુજરાત ગૌરવ યાત્રા કાઢવામાં આવી, ડિસેમ્બર 2002માં ચૂંટણી થઈ હતી અને ભારે બહુમતીથી પોતાની આગેવાનીમાં બીજેપીને ગુજરાતમાં સત્તામાં યથાવત્ રાખી હતી.

જોકે 2002માં ડિસેમ્બરમાં થયેલી ચૂંટણીમાં મોદીએ રાજકોટ-2 વિધાનસભા ક્ષેત્રના સ્થાને અમદાવાદની મણિનગર સીટથી લડ્યા હતા. કારણ સ્પષ્ટ હતું. જો પોતાના વિધાનસભા ક્ષેત્રના લોકોની સમસ્યાઓને ઉકેલવી છે તો તેમના સુખ-દુખમાં તેમની સાથે ઉભા રહેવાનું છે. તેમની નજીક હોવું જરૂરી છે. મુખ્યમંત્રી તરીકે સતત રાજકોટ જવું સંભવ બની શકે નહીં અને રાજકોટના લોકો માટે પણ પોતાના ધારાસભ્ય પાસે 200 કિલોમીટરની સફર કરીને જવું આસાન ન હતું.

ચૂંટણી પહેલા જ્યારે મોદી આ વિશે વિચારતા હતા અને ખેડા જિલ્લાના પ્રસિદ્ધ ધર્મસ્થળ ફાગવેલથી ગુજરાત ગૌરવ યાત્રાની શરૂઆત કરી હતી. તે સાંજે તે આ મામલે અંતિમ પરિણામ પર પહોંચ્યા હતા. મોદી પહેલા ગુજરાત બીજેપીમાં સંગઠન મંત્રી રહેલા દત્તાજી ચિરનદાસે મણિનગર વિધાનસભાની સીટ પરથી ત્રણ વખત ચૂંટણી જીતી ચૂકેલા ધારાસભ્ય કમલેશ પટેલને તેમની ઇચ્છા વિશે ફરી પૂછ્યું તો તેમણે કહ્યું હતું કે જો મોદી તેમની સીટ પરથી ચૂંટણી લડે તો તેમને આનંદ થશે. કમલેશ પટેલે પોતાની ઇચ્છા પર યથાવત્ રહેવાની વાત કરી હતી અને આ રીતે મોદીનો મણિનગરથી ચૂંટણી લડવાનો વિચાર પાકો કર્યો હતો.એ પણ સંયોગ છે કે જે કમલેશ પટેલે 1986માં મણિનગર વિધાનસભા ક્ષેત્રમાં બીજેપીની સદસ્યતા અભિયાન સમિતિના પ્રભારી તરીકે સંઘમાંથી બીજેપીમાં પ્રવેશ કરતા સમયે નરેન્દ્ર મોદીને પાર્ટીના સભ્ય બનાવવાની પહોંચ આપી હતી અને બે રૂપિયાની શુલ્ક એક-એક રૂપિયાને બે નોટો મોદી પાસેથી મેળવી હતી. તે જ કમલેશ પટેલે 16 વર્ષ પછી 2002માં મોદી માટે પોતાની સીટ રાજી ખુશીથી સોંપી હતી. સંયોગ એ પણ હતો કે મોદી અને પટેલ બંનેનો સંબંધ વડનગર સાથે હતો. મોદીનો જન્મ વડનગરમાં થયો હતો તો પટેલના માતા-પિતા વડનગરથી અમદાવાદ શિફ્ટ થયા હતા.

ખાસ વાત એ છે કે જે મણિનગરને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના વિધાનસભાના ક્ષેત્ર તરીકે રાતો રાત દેશ-દુનિયામાં ઓળખ મળી હતી. તે જ મણિનગરમાં સંઘના પ્રચારક તરીકે નરેન્દ્ર મોદી 1971માં રહેવા આવ્યા હતા. તો તેમનું સરનામું મણિનગર સંઘ કાર્યાલય હતું, જે આગામી ત્રણ દશક સુધી રહ્યું હતું. મુખ્યમંત્રી બની ચૂકેલા મોદીએ 2002માં અહીંની બેસ્ટ હાઇસ્કૂલમાં ડિસેમ્બર મહિનામાં મતદાન કર્યું હતું. સંઘના પ્રચારકથી રાજ્યના મુખ્યમંત્રી બની ગયા પછી મોદીએ પોતાનું સરનામું બદલી દીધું હતું અને અમદાવાદના રાણીપ વિસ્તારમાં મતદાન કરવાનું શરૂ કર્યું હતું. જ્યાં તેમના ભાઈનું ઘર હતું અને ત્યાં તેમના પત્ર દસ્તાવેજ સુરક્ષિત રાખવામાં આવ્યા હતા.

મણિનગરના ધારાસભ્ય બનતા જ મોદીએ પોતાની યોજના પર કામ શરૂ કરી દીધું હતું. મોદીની છાપ શરૂઆતથી જ શાનદાર પ્લાનર અને રણનિતીકારની રહી છે. આવામાં પોતાના વિધાનસભાના લોકોની કેવી રીતે અસરકારક ઢંગથી સેવા કરવામાં આવે અને ક્ષેત્રમાં વિકાસ કરવામાં આવે તેની ઘણી સાવધાનથી યોજના બની હતી. મોદીને ખબર હતી કે તેમની સામે ગુજરાતના વિકાસની જવાબદારી હતી પણ કે જવાબદારી નિભાવતા પોતાની વિધાનસભા ક્ષેત્રના લોકો ઉપેક્ષિત ના રહી જાય તે પણ સુનિશ્ચિત કરવાનું હતું.રાજનીતિ શાસ્ત્રના માસ્ટર મોદી સારી રીતે જાણતા હતા કે ભારતીય રાજનીતિમાં ઘણા મોટા સિતારા આવ્યા છે, જે લોકોએ પોતાના ધારાસભ્ય અને સાંસદ બનાવીને તો મોકલ્યા પણ તે ક્ષેત્રના જનતાના પ્રેમનો જવાબ વિકાસ કાર્યો દ્વારા આપી શક્યા ન હતા. જવાહરલાલ નેહરુ, ઇન્દીરા ગાંધી અને રાજીવ ગાંધી પર પર આરોપ લાગ્યા હતા કે તેમણે ફૂલપુર, રાયબરેલી અને અમેઠીમાંથી ચૂંટણી તો જીતી પણ પ્રધાનમંત્રી પદ પર રહ્યા હોવા છતા પોતાના લોકસભા ક્ષેત્રનો વિકાસ પર ખાસ ધ્યાન આપ્યું ન હતું. આ વિસ્તાર પછાત રહ્યા હતા. તેથી મોદી પર બેવડી જવાબદારી હતી લોકોના વિશ્વાસ પર ખરું ઉતરવું અને પોતાના વિસ્તારમાં વિકાસ કરવો. જેનો ફાયદો અમીર-ગરીબ, સવર્ણ-પછાત બધાને મળે.

મોદીએ જે સમયમાં ગુજરાતના મુખ્યમંત્રીની આગેવાની સંભાળી હતી તે સમયે રાજ્યના સૌથી મોટા શહેર અમદાવાદમાં પણ વિકાસની ગંગા એક જેવી ન હતી. સાબરમતી નદી તો પહેલાથી કોરી ભઠ્ઠ હતી. સાબરમતી નદીનો પશ્ચિમી ભાગ તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ હતો પણ પૂર્વ ભાગ પછાત હતો. જોકે કર્ણાવતીના દિવસોથી લઈને ટેક્સટાઇલ્સ મિલોના બંધ થતા પહેલા જેનો ભૂતકાળ ઘણો ભવ્ય રહ્યો હતો, મોદીનો પોતોનો વિધાનસભા વિસ્તાર મણિનગર તે જ પછાત પૂર્વ ભાગમાં હતો. જેના પાંચ વોર્ડમાં મોટાભાગમાં પ્રાથમિક સુવિધા ઠીક ન હતી. અપરાધની ઘટના ઘણી થતી હતી. વરસાદના સમયમાં રસ્તા પર પુર જેવી સ્થિતિ થતી હતી. મિલો બંધ થયા પછી રોજગારના સાધન રહ્યા ન હતા.

મોદી આ સમસ્યાઓથી વાકેફ હતા, છેવટે તેઓ પોતે સંઘ ભવનમાં એક પ્રચારક તરીકે રહ્યા, જે મણિનગરનો જ એક ભાગ હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તેમણે ભાજપને જીત તરફ દોર્યુ, ત્યારે તેમણે કાઉન્સિલરોને વિકાસ કામો માટે ચેતવણી પણ આપી હતી. પરંતુ 1995માં ગુજરાત છોડીને 2001માં પાછા ફર્યા ત્યાં સુધીમાં, ચિત્ર બદલાઈ ગયું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, જેમાં તેમણે 1987માં પ્રથમ વખત ભાજપને બહુમતીથી ભવ્ય જીત અપાવી હતી તેમાં કોંગ્રેસ દ્વારા ફરીથી શાસનમાં આવી ગયું હતું.

આવા સંજોગોમાં મોદીને મણિનગરના વિકાસ માટે એક રોડમેપ તૈયાર કરવો હતો. આ દિશામાં પ્રથમ પગલાં તરીકે, તેમણે જાન્યુઆરી 2003માં જ મણિનગર વિસ્તારમાં પોતાનું ધારાસભ્ય કાર્યાલય ખોલ્યું. કાર્યાલય કાયમ માટે ખુલ્લું રહે અને વિધાનસભા મત વિસ્તારના લોકો તેમની સમસ્યાઓ ખચકાયા વિના લઈને આવી શકે, આ માટે મોદીએ ખૂબ જ વિચારપૂર્વક, એક પૂર્ણકાલીન કાર્યાલય મંત્રની નિમણૂક કરી. આ કાર્ય માટે તેમણે જયંતિભાઇ ખત્રીની પસંદગી કરી, જે ઉત્તર ગુજરાતના હતા, તેમની ભાષા કડક હતી, પરંતુ કાર્યમાં મક્કમ હતા, લોકોને સમર્પણથી સાંભળવા અને સમસ્યાઓનું નિરાકરણ કરવા ટેવાયેલા.

વિધાનસભા વિસ્તારમાં તેમની ધારાસભ્યની કચેરી ખોલવાની સાથે સાથે ત્યાં ઓફિસના મંત્રીની નિમણૂક સાથે, મોદીનું ધ્યાન એ વાત પર પણ ગયું કે એવી વ્યક્તિ કોણ હોઈ શકે જે તેમને ગાંધીનગરમાં મણિનગરની તમામ માહિતી આપી શકે અને લોકોની સમસ્યાઓનું નિરાકરણ લાવી શકે? આ માટે તેમણે દિલીપ ઠાકર નામના અધિકારીને જવાબદારી આપી, જે 1998થી મુખ્યમંત્રી કાર્યાલયમાં કાર્યરત હતા. મોદીએ સચિવાલયની સેવાના આ અધિકારીને વિશેષ સૂચના આપી કે મણિનગરની ધારાસભ્ય કચેરીમાં સમસ્યા લઈને આવતા લોકો માટે અથવા તે વિસ્તારમાં વિકાસની યોજનાઓ અમલમાં મૂકવા માટે, સહભાગીતા સાથે નિર્ણયો લેવા જેથી દરેકનો સહયોગ મળી શકે અને નિર્ણયો અંગે કોઈ વિવાદ ન થાય.તે સમયે મણિનગર વિધાનસભા મત વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના પાંચ વોર્ડ હતા, દરેક વોર્ડના ત્રણ કોર્પોરેટરો હતા. જે પણ સમસ્યા સર્જા‍ય તેનું વોર્ડ મુજબ વર્ગીકરણ કરી, વિધાનસભા મત વિસ્તારના કાઉન્સિલરો અને ભાજપ પ્રભારી સાથે ચર્ચા કરી અને ત્યારબાદ તેનું નિરાકરણ પ્રાથમિકતાના આધારે કર્યું. જો ધારાસભ્યની વાર્ષિક 50 લાખની ગ્રાન્ટનો ઉપયોગ કરવો હોય તો તમામ વોર્ડમાં સમાન રકમ ખર્ચ કરવાનો પ્રયાસ.

ખુદ મોદીએ તેમના મત વિસ્તારના વિકાસ કાર્યોમાં રસ લીધો. ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના મુખ્ય નેતા તરીકે તેઓ ગુજરાતમાં અને દેશમાં વ્યસ્ત હોવા છતાં દર પખવાડિયામાં મણિનગર માટે અડધો દિવસ ફાળવતા હતા. તે દિવસે, તમામ સંબંધિત અધિકારીઓ સાથે લોકોની સમસ્યાઓ હલ કરતા અને નવી અને જૂની યોજનાઓની સમીક્ષા કરતા. અધિકારીઓને ખાસ સૂચનાઓ હતી કે જ્યારે તેઓ યોજનાનો શિલાન્યાસ કરાવે ત્યારે જેના માટે શિલાન્યાસ કરવામાં આવી રહ્યો છે, તે યોજના ક્યારે સમાપ્ત થશે તેનું લક્ષ્ય પણ નક્કી કરવું. નિવૃત્ત આઈ.એ.એસ. અધિકારી આઇ.પી. ગૌતમ, જે મ્યુનિસિપલ કોર્પોરેશનના મે 2006 થી જુલાઈ, 2011 દરમિયાન કમિશનર હતા, તેઓને આબેહૂબ યાદ છે કે મોદી પાસે આ ક્ષેત્રની દરેક યોજના વિશે ઉપયોગી સૂચનો હતા કે તેમાં સુધારો કેવી રીતે થઈ શકે.

મોદી મણિનગરથી ધારાસભ્ય બન્યા ત્યારે આ વિસ્તારમાં કોઈ મુશ્કેલીઓની કોઈ કમી નહોતી. આરોગ્ય સુવિધાઓ સારી સ્થિતિમાં નહોતી, સારી શાળાઓ અને કૉલેજો સારી નહોતી, કાપડ મિલો બંધ થયા પછી રોજગાર માટે કોઈ સાધન નહોતા, પરિવહનની પણ સુવિધાઓ ખુબ દયનીય હતી. ઐતિહાસિક કાંકરિયા તળાવના કાંઠે ગંદકીનું સામ્રાજ્ય હતું, ટ્રાફિક સુવિધાઓ પણ અવ્યવસ્થિત હતી. વરસાદના દિવસોમાં આ વિસ્તારમાં પાણીનો ભરાવો થતો હતો, કારણ કે મણિનગરમાં જમીનની સપાટી શહેરના નરોડા વિસ્તાર કરતા પાંચ મીટર નીચે હતી. વર્ષ 2009 માં સીમાંકન થયા પહેલા અમરાઇવાડી વિસ્તાર મણિનગર વિધાનસભા મત વિસ્તારનો પણ એક ભાગ હતો, ગુનાની ઘટનાઓ સામાન્ય હતી, પોલીસ તંત્ર પણ ઢીલાશમાં હતું. ટ્રાફિક જામની ગંભીર સમસ્યા હતી, લોકો દરેક ચોકડી પર કલાકો સુધી અટવાયેલા રહેતાં, વાહનો રખડતાં રહેતાં હતાં. જમીન અથવા મકાનોની કિંમતો શહેરનો પશ્ચિમ ભાગ છે તેના કરતા એક ચતુર્થાંશ પણ નહોતી.

આવી સ્થિતિમાં મોદીએ મણિનગર માટે પોતાની પ્રાથમિકતાઓ નક્કી કરી. મણિનગર વિસ્તાર એક એવો વિસ્તાર હતો જ્યાં નાના ભારતના દર્શન સરળતાથી થઈ શકતા. ભારતનો ભાગ્યે જ કોઈ જિલ્લો હોય છે, જેના રહેવાસીઓ તે સમયના મણિનગર વિસ્તારમાં રહેતા નહોતા. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં મંદિરો, મસ્જિદો, ગુરુદ્વારા અને ચર્ચો હતા. સચિવાલયમાં કામ કરતા દક્ષિણ ભારતીય અધિકારીઓ પણ મણિનગરમાં ઇડલી-ડોસાની પ્રખ્યાત દુકાનોમાં જમવા આવતા, મંદિરોમાં પૂજા-અર્ચના કરતા. વૃદ્ધ ધનિક લોકોની સાથે, ગરીબોની સંખ્યા પણ વિશાળ હતી, ખાસ કરીને બેરોજગાર. ટેક્સટાઇલ મિલો બંધ થયા બાદ તેમાં કામ કરતા લોકોના પરિવારજનોની હાલત ખરાબ હતી. ખાસ કરીને, મિલ કામદારોના આ પરિવારો જ જનસંઘના યુગમાં પાર્ટી સાથે સૌથી ઝડપથી જોડાયા હતા.

જ્યારે મોદીએ મણિનગરમાં વિકાસના કામો શરૂ કર્યા ત્યારે બંધ કાપડ મિલોની જમીનોનો મોટા પ્રમાણમાં ઉપયોગ કર્યો હતો, એવી મિલો કે જેના કેમ્પસમાં ઢોર રખડતા હતા અને અસામાજિક લોકોએ તેમનો અડ્ડો બનાવ્યો હતો. બંધ મિલોની જમીન પર મણિનગર વિસ્તારમાં વિશેષ આર્થિક ક્ષેત્રની સ્થાપના કરવામાં આવી છે, જ્યાં હજારો લોકોને નિકાસ માટે કપડાં અને કાપડના ઉત્પાદન એકમોમાં રોજગારી મળ્યો છે.મોદીની વિકાસ યોજનાની બ્લૂ પ્રિન્ટમાં ચાર મહત્વપૂર્ણ પાસાં હતાં. વિકાસના કેન્દ્રમાં, ગરીબ માણસ પ્રથમ હોવો જોઈએ, વિકાસ યોજનાઓ ટૂંકા ગાળાના નહીં લાંબા ગાળાના લાભ હોવા જોઈએ, વિકાસ યોજનાઓ લાંબા સમય સુધી કોઈ વિક્ષેપ વિના ચાલી શકે અને તેનો અમલ કરવામાં પારદર્શિતા અને પ્રામાણિકતાનો ઉપયોગ થવો જોઈએ. સૌથી મોટી વાત એ હતી કે એવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે કે જેની જરૂરિયાત જીવનના દરેક તબક્કે પડતી હોય.

ધારાસભ્ય બનતાની સાથે જ મોદીનું ધ્યાન તેમના ધારાસભ્ય કાર્યાલયની બાજુમાં આવેલા રૂકમની બેન મેટરનિટી હોમ પર ગયુ. મહાનગરપાલિકા સંચાલિત આ નાની હોસ્પિટલની હાલત કફોડી હતી. મોદીએ તેનો ચહેરો બદલવાનો વિચાર કર્યો. નાનું પ્રસૂતિ ઘર એક હોસ્પિટલમાં પરિવર્તિત ગયું છે, જ્યાં આજે રેડિયોલોજીથી લઈને અત્યાધુનિક પાથ લેબ, હોમિયોપેથની એલોપથી અને આયુર્વેદિક સારવારની સુવિધા છે, જ્યાં આંખના ઓપરેશનની પણ અદ્યતન સુવિધા ઉપલબ્ધ છે, જ્યાં કોઈપણ પ્રકારનાં ચેપનું જોખમ નહિવત્ છે.

આ ક્ષેત્રમાં પહેલાંથી જ કાર્યરત એલજી હોસ્પિટલનું ન માત્ર કાયાકલ્પ કરવામાં આવ્યું, પરંતુ ત્યાં એક મેડિકલ કોલેજ પણ ખોલવામાં આવી હતી. બાદમાં આ વિસ્તારમાં ડેન્ટલ કોલેજની સ્થાપના પણ કરવામાં આવી હતી. અગાઉ વિસ્તારના લોકો સીધા મુખ્ય સિવિલ હોસ્પિટલમાં જતા, એ પરંપરા પણ બંધ થઈ ગઈ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હોસ્પિટલો સાથે સંકળાયેલ મેડિકલ કૉલેજોના સંચાલન માટે સેલ્ફ ફાઇનાન્સ યોજનાની શરૂઆત એક સોસાયટીની રચના કરી કરવામાં આવી જે આજે સમગ્ર દેશમાં સ્વીકૃત મોડેલ છે.

સ્વાસ્થ્યની સાથે શિક્ષણની સ્થિતિ પર પણ મોદીએ પૂરતું ધ્યાન આપ્યું છે. મ્યુનિસિપલ પ્રાથમિક શાળાઓને આધુનિક બનાવવામાં આવી, જે કોઈ પણ ખાનગી શાળાને ટક્કર આપી શકે, જ્યાં ગુજરાતી સાથે અંગ્રેજી પણ શીખવાડવામાં આવે છે, નાના બાળકો માટે રમતગમત અને મનોરંજનની વ્યવસ્થા કરવામાં આવી. ઉચ્ચ શિક્ષણ માટે બંધ મિલની જમીન પર કે.કા શાસ્ત્રી શિક્ષા સંકુલ વિકસાવવામાં આવ્યું હતું, જેની અંદર આર્ટ્સ, વાણિજ્ય અને વિજ્ઞાનના અભ્યાસની સાથે સાથે બીબીએ, એલએલબી, એમસીએ જેવા વ્યવસાયિક અભ્યાસક્રમો પણ પૂરા પાડવામાં આવ્યા હતા. અહીં, વિદ્યાર્થીઓ વિદેશી ભાષાઓ શીખવાના સાથે સાથે મંદિરોનું સંચાલન કેવી રીતે કરવું તે માટે મંદિર સંચાલનનો પણ અભ્યાસ કરી શકે છે. જે કે.કા શાસ્ત્રીના નામ પરથી આ આ સંકૂલનું નામ રાખવામાં આવ્યું. તેઓ ગુજરાતના એક પ્રખ્યાત વિદ્વાન હતા, જેમણે તેમના શતાયું જીવનમાં ભારતીય સંસ્કૃતિ પરના પુસ્તકોનો અભ્યાસ કર્યો અને પુસ્તકો લખ્યા, તે વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપક સભ્ય પણ હતા.

મોદી ફક્ત આટલાથી સંતુષ્ટ ન હતા. તેમણે મણિનગરમાં માળખાગત વિકાસ માટે આંતરરાષ્ટ્રીય કક્ષાની સંસ્થા પણ બનાવી, જેની શૈક્ષણિક જવાબદારી આઈઆઈટી ગાંધીનગરને આપવામાં આવી હતી. આ સંસ્થાને ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ટેકનૉલૉજી, રિસર્ચ અને મેનેજમેન્ટનું નામ આપવામાં આવ્યું છે, જે હવે દેશ અને દુનિયામાં તેની અદ્યતન સુવિધાઓ, ઉત્તમ અધ્યાપન માટે આઈઆઈટી રામ તરીકે પ્રખ્યાત છે. મોદીએ લાલકૃષ્ણ અડવાણીને વર્ષ 2013માં તેના ઉદ્ઘાટન માટે આમંત્રણ આપ્યું હતું અને આ કાર્યક્રમમાં અડવાણીએ ખુદ મોદીને દેશના આગામી વડા પ્રધાન તરીકે રજૂ કર્યા હતા, તેમની પ્રશંસા કરી હતી, જે મોદીને મહિના પહેલાં જ ભાજપ દ્વારા પોતાના વડાપ્રધાનપદના ઉમેદવાર જાહેર કર્યા હતા.આ વિસ્તારમાં શૈક્ષણિક સંસ્થાઓ ઉપરાંત મોટા બગીચા, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, મલ્ટિલેવલ ઓટોમેટેડ પાર્કિંગ, ડબલ ડેકર ફ્લાયઓવર બનાવવામાં આવ્યા હતા. ટ્રાન્સસ્ટેડિયા નામનું ઇન્ડોર સ્ટેડિયમ, અબાદ ડેરીની જગ્યાએ ખાનગી ક્ષેત્રના સમર્થનથી બિલ્ડ, ઓપરેટ, ટ્રાન્સફર મોડેલ પર બનાવવામાં આવ્યું, જ્યાં આજે કબડ્ડીથી ફૂટબોલ સુધીની આંતરરાષ્ટ્રીય મેચ યોજાય છે.

ઐતિહાસિક કાંકરિયા તળાવનો ફરીથી વિકાસ એ મોદીના મણિનગર પ્રોજેક્ટનો સૌથી મહત્વપૂર્ણ ભાગ હતો. સલ્તનત સમયગાળામાં બાંધવામાં આવેલું, આ તળાવ એકવીસમી સદી આવતા સુધીમાં ગંદકીનો પર્યાય બની ગયું હતું. તળાવની અંદરનું પાણી ગંદું અને કિનારો પણ ગંદકીથી ભરેલો હતો. મોદીએ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાથે મળી તળાવ અને તેની આસપાસના વિસ્તારોના પુનર્વિકાસની યોજના બનાવી હતી. પ્રખ્યાત આર્કિટેક્ટ વિમલ પટેલ આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા હતા. તળાવના પાણીમાં ઓક્સિજનનું સ્તર વધારવા માટે સાધનો સ્થાપિત કરવામાં આવ્યા હતા, કિનારાઓ પર સુંદર પત્થરો લગાવવામાં આવ્યા હતા. એક ભાગમાં, બટરફ્લાય પાર્કની રચના કરવામાં આવી, બીજા ભાગમાં, અત્યાધુનિક સ્કેટિંગ રીંગ સહિતની તમામ રમતોની સુવિધાઓ, હેલિયમ બલૂન દ્વારા લોકો અમદાવાદનો આકાશી નજારો જોવા લાગ્યા

કાંકરિયાની અંદર અત્યાધુનિક કિડ્સ સિટી બન્યું તેની અંદર, ફાયર બ્રિગેડ કેવી રીતે કાર્ય કરે છે, ઉપરાંત આઈસ્ક્રીમ બનાવવાની લાઇવ માહિતી આપવામાં આવે છે, જેમાં બાળકો પોતે શામેલ થાય છે, આટલું જ નહીં, જો બાળકો ઇચ્છતા હોય તો જાતે નરેન્દ્ર મોદીનો ઇન્ટરવ્યૂ પણ લઈ શકે. જે ભારતમાં આ પ્રકારનું પ્રથમ કિડ્સ સિટી હતું. કાંકરિયાના કાંઠે, અટલ એક્સપ્રેસ નામની મીની ટ્રેન પણ બે જોડીમાં દોડવા લાગી, જેના કોચ લંડનથી ખરીદાયા હતા. ખાણીપીણીથી લઈને બટરફ્લાય પાર્ક સુધી તેના કારણે કાંકરિયા તળાવનું ચિત્ર બદલાયું, જેની નજીક કોઈ પણ ગંધ અને ગંદકીના લીધે જવા માંગતું નહોતું આજે તે અમદાવાદ આવતા દરેક પર્યટકના લિસ્ટમાં શામેલ હોય છે, શહેરના સ્થાનિક લોકોની તો શું વાત જ કરવી.

આશરે ત્રીસ કરોડના ખર્ચે કાંકરિયા તળાવના નવા વિકાસના પ્રોજેક્ટની કામગીરી પૂર્ણ થયા પછી, મોદીએ આ તળાવના કાંઠે વર્ષ 2008થી વાર્ષિક કાંકરિયા કાર્નિવલનું પણ આયોજન મહાપાલિકાના સહયોગથી કરવાનું શરૂ કર્યું હતું. 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર દરમિયાન યોજાતો આ કાર્યક્રમ લોકમેળો બની ગયો. મણિનગરમાં બહારથી આવીને વસેલા લોકો પણ પોતાની સંસ્કૃતિની ઝલક દર્શાવી શકે તે માટે નરેન્દ્ર મોદીએ તત્કાલિન મેયર અસિત વોરાને જવાબદારી સોંપી. જેઓ પોતે પણ સંગીતની સારી સમજ ધરાવે છે. પંજાબના ગરબા અને ગિદ્ધાથી લઈને દક્ષિણ રાજ્યો સુધીના લોક નૃત્ય પણ અહીં પ્રસ્તુત થવા લાગ્યા. સૌને આ તહેવાર પોતાનો લાગવા લાગ્યો. ઉજવણી શરૂ કરી હતી, મોદી માટે તે ભારત જોડો અભિયાનની શરૂઆત જેવું હતું. કાર્યક્રમના અંતિમ દિવસે એક માનવ સાંકળ બનાવવામાં આવી હતી, જેમાં દેશના દરેક ભાગમાંથી મણિનગરમાં આવી વસેલા લોકો જોડતા હતાકાંકરીયા કાર્નિવલના આ અઠવાડીયાના લાંબા કાર્યક્રમ દ્વારા ન માત્ર અહીં રહેતા તમામ લોકો આપસમાં જોડાયા, પરંતુ તમામ સંસ્કૃતિઓનું મિલન થયું, સાથે આ લોકો જ્યારે પોતાના મૂળ રાજ્યોમાં રજા પર ગયા, તો પોતાના મણિનગરમાં ધારાસભ્ય તરીકે મોદી દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યોની ગાથા જ નહીં, પૂરા રાજ્યમાં થયેલા વિકાસ કાર્યોની પણ ચર્ચા કરી. આ રીતે મોદીનું ગુજરાત વિકાસ મોડલ તેમના પોતાના વિધાનસભા ક્ષેત્રમાં રહેતા લોકો દ્વારા દેશના દરેક ભાગમાં પહોંચ્યો, અને તેમના વિરોધીઓમે ગંધ સુધા ન આવી.

પોતાના વિધાનસભા ક્ષેત્રના લોકો સાથે જોડાવા માટે મોદીએ અન્ય પણ રસ્તા અપનાવ્યા. આ વિસ્તારમાં રહેતા દરેક સંપ્રદાયના લોકો પોતાને સુરક્ષિત અનુભવી શકે, એક-બીજા પ્રત્યે મનમાં અવિશ્વાસ ના રાખે, તે માટે તમામ સંવેદનશીલ વિસ્તારમાં પોલીસની ચોકીઓ અને નવા પોલીસ સ્ટેશન બનાવ્યા. મોદી જ્યારે મણિનગર વિસ્તારના ધારાસભ્ય બન્યા હતા, તે સમયે બે જ પોલીસ સ્ટેશન મણિનગર અને અમરાઈવાડી હતા. મોદીના સમયમાં બે અન્ય નવા પોલીસ સ્ટેશન બન્યા રામોલ અને ઈસનપુર. બંનેની ઈમારત પણ આધુનિક અને તમામ સુવિધાથી સજ્જ, જ્યાં પીઆઈ માટે પણ આરામ કરવાની જગ્યા હતી, જેથી કામના લાંબા કલાકોમાં પણ કોઈ પરેશાની ના થાય.

સંવેદનશીલ વિસ્તારના આ પોલીસ સ્ટેશન સાથે જ સ્ટેટ રિઝર્વ પોલીસની બેરેન્ક પણ બનાવી. જે વિસ્તારમાં જવાથી પોલીસ પણ ગભરાતી હતી, તે વિસ્તારમાં કાયદો- વ્યવસ્થા સ્થાપવામાં આવી, અપરાધીઓ વિસ્તાર છોડી ભાગી ગયા અથવા જેલમાં ધકેલી દેવામાં આવ્યા. અપરાધીક ઘટનાઓ ના બરાબર થવા લાગી. જો કોઈ ઘટના બની જાય તો પણ મોદીનો સીધો ફોન અધિકારીઓ પર, પરિણામ એ આવ્યું કે, પોલીસ કર્મીઓ પણ હંમેશા સજાગ રહેવા લાગ્યા, આખરે મોદી આ વિસ્તારમાં મુખ્યમંત્રી અને ધારાસભ્ય જ નહીં, તેમના પોતાના ગૃહ વિભાગના કેબિનેટ મંત્રી પણ હતા. મોદીના સમયમાં જ અમદાવાદ પોલીસના સેક્ટર-2ની ઓફિસ મણિનગર વિસ્તારમાં બની.

કચરા અને ગંદકીથી ભરેલી નહેરોને સાફ કરાવવામાં આવી, તેના કિનારે મોદીએ સૌંદર્યકરણ કરાવ્યું. જે વિસ્તારમાં પહેલા જમીન કે મકાનની કોઈ કિંમત નહોતી લાગતી, તે જમીન મકાનોની કિંમતોમાં 10 ગણો તફાવત આવી ગયો. મોદીએ ગરીબોની પણ ચિંતા કરી, વિસ્તારમાં દીનદયાલ ગરીબ આવાસ યોજના હેઠળ 20 હજારથી વધારે મકાન બનાવવામાં આવ્યા. આ મકાન પણ હુડકોના 17 વર્ગ મીટરના જુના માનકના હિસાબે નહી, પરંતુ ગરીબોની સમસ્યાઓનો અંદાજ લગાવી 27 વર્ગ મીટરના કાર્પેટ એરિયા સાઈઝના બનાવવામાં આવ્યા. આજ મોડલને વર્ષ ભર બાદ 2008માં મનમોહન સિંહની આગેવાનીવાળી કેન્દ્ર સરકારે સ્વિકૃત કર્યું અને 25 વર્ગ મીટર કાર્પેટ સાઈટવાળા મકાન ગરીબો માટે નિર્ધારીત કર્યા.

રોડ-રસ્તા, વિજળી, પાણી, સ્ટ્રીટ લાઈટ જેવી રૂટિન સમસ્યાઓ તો એમ જ દુરસ્ત થઈ ગઈ. વિસ્તારોમાં આ યોજના નિગમના બજેટથી બનતી હતી, ત્યાં નિગમનું બજેટ ઉપયોગમાં લેવામાં આવ્યું, જે યોજના ધારાસભ્ય ફંડથી થઈ શકતી હતી, ત્યાં ધારાસભ્ય ફંડનો ઉપયોગ કરવામાં આવ્યો, જ્યાં રાજ્ય સરકારના ફંડની જરૂરત હતી, ત્યાં રાજ્ય સરકારના ફંડનો ઉપયોગ કરવામાં આવ્યો, અને જ્યાં યોજનાઓને પ્રાઈવેટ સેક્ટરના સહારે વિકસીત કરી શકાતી હતી, ત્યાં પ્રાઈવેટ સેક્ટરની મદદ લેવામાં આવી. પરિણામ એ આવ્યું કે, લગભગ સાડા 11 વર્ષની અંદર મણિનગરની તસવીર બદલાઈ ગઈ, જે મણિનગરના લોકો આજે પણ યાદ કરે છે. ખાસ વાત એ છે કે, માત્ર મણિનગરમાં જ વિકાસ કાર્યો ના થયા, પરંતુ અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં તથા બાકી વિધાનસભા ક્ષેત્રોમાં પણ પુલ, રોડ-રસ્તાઓની જાળ બિછાવવામાં આવી.કામ તો એક તરફ, પરંતુ જન પ્રતિનિધિ તરીકે લોકો સાથે સીધુ જોડાણ, મોદીએ એ પણ સુનિશ્ચિત કર્યું. મકરસંક્રાંતિમાં પતંગ ઉડાડવા માટે દર વર્ષે મોદી જતા હતી, એવા ઘરોમાં પણ જતા જ્યાં સીડી ચઢવામાં પણ મુશ્કેલી પડતી હતી. ગણેશ ચતુર્થીના અવસર પર પંડાલોની મુલાકાત પણ કરતા હતા. એટલું જ નહીં, નવરાત્રીના સમયે તમામ વોર્ડના ગરબા મેદાન પર જવું, બંગાળી સમાજના દશેરા ઉત્સવમાં પણ સામેલ થવું. સંભવ થાય તો, દરેક કાર્યક્રમોમાં જવાનું અથવા ના સંભવ હોય તો સંદેશ જરૂર મોકલાવતા.

જ્યારે 26 જુલાઈ 2008માં અમદાવાદમાં સિરીયલ બ્લાસ્ટ થયા, તો સ્થાનિક પોલીસે ના પાડવા છતા મોદી પોતાના વિસ્તારમાં રાત્રીના સમયોમાં જ ગયા, હોસ્પિટલો અને એ જગ્યાની પણ મુલાકાત કરી, જ્યાં ઈન્ડીયન મુજાહિદ્દીન સાથે જોડાયેલા આતંકીઓએ ટાઈમરનો ઉપયોગ કરી બોમ્બ ફોડ્યા હતા. પોલીસકર્મીઓ ચિંતામાં હતા કે ટાઈમર બોમ્બ ફરી ફૂટે નહીં, પરંતુ મોદીએ તેની ચિંતા ન કરી અને પોતાના વિધાનસભા ક્ષેત્રના લોકો વચ્ચે ગયા, મરનાર લોકોના પરિવારને સાંત્વના આપી, દોષીઓને નહીં છોડવામાં આવે તેનું આશ્વાસન આપી સુનિશ્ચિત કર્યું કે, તમામ આતંકવાદી ઝડપીમાં ઝડપી પકડાઈ જાય અને તેમને સજા મળે.

મોદીએ મણિનગરમાં માત્ર આવા અવસરોમાં જ નહીં, પરંતુ પાર્ટી કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવા 20થી વધારે વખત ટીફિન બેઠકો પણ કરી હતી. ટિફિન બેઠક એટલે દરેક વ્યક્તિ પોતાના ઘરેથી ટિફિન લાવે અને એક જગ્યા પર બેસી દરેક લોકો જમે અને ચર્ચા કરે, અને સમસ્યાનો નિકાલ કરવામાં આવે. મોદી ખુદ પોતાનું ટિફિન લઈને આવતા હતા. મોદી બાદ મણિનગરના ધારાસભ્ય બનેલા સુરેશ પટેલ, જે મોદીના એમએલએ રહેતા સમયે મણીનગર ક્ષેત્રના અધ્યક્ષ હતા, તે સમયને તે આજે પણ યાદ કરે છે, જ્યારે મોદીએ ગાંધીનગરના મંત્રી આવાસ પરિસરમાં પ્રમુખ કાર્યકર્તાઓને બોલાવ્યા હતા અને તેમની સાથે ટિફિન બેઠક કરી હતી.

મણિનગરના જ નિવાસી અને અમદાવાદના મેયર રહી ચુકેલા અસિત વોરાને પણ યાદ છે કે, વિસ્તારની એક-એક સમસ્યાઓને દૂર કરવા માટે મોદી કેટલા ગંભીર હતા. આ વિસ્તારના સ્મશાનગૃહને પણ આધિનિક બનાવ્યું, સીએનજીથી અગ્નિસંસ્કાર થાય જેથી પર્યાવરણને નુકશાન ન થાય, અને સુવિધા પણ મળે. મોદીએ ધારાસભ્ય તરીકે એક લાંબી લકીર ખેંચી, જેની ચર્ચા મણિનગર સહિત પૂરા ગુજરાત અને દેશમાં થાય છે. પડકાર એ નેતાઓ માટે છે, જે એમએલએ તો બની જાય છે, પરંતુ પોતાના વિસ્તારનો સારી રીતે વિકાસ નથી કરી શકતા.

મોદીએ પ્રસુતિ ગૃહથી લઈ હોસ્પિટલ અને મેડિકલ-ડેન્ટલ કોલેજ, આધુનિક સરકારી સ્કૂલોથી લઈ આઈઆઈટી-રામ જેવા હાઈટેક શિક્ષણ સંસ્થાન સુધી, કાંકરીયા તળાવના કિડ્સ ઝોનથી લઈ અપ્પારેલ પાર્ક સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન સુધી અને ટ્રાન્સ સ્ટેડિયા જેવા આધુનિક ઈન્ડોર સ્ટેડિયમથી લઈ ડબલ ડેકર ફ્લાય ઓવર અને ગેસ આધારિત સ્મશાનગૃહ સુધી, મોદીએ મણિનગરને એ બધુ જ આપ્યું એક ધારાસભ્ય તરીકે.

મોદીનું મણિનગર મોડલ પુરા દેશ માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. દરેક લોકોની મુશ્કેલીને ઓળખી જીવનને શાનદાર કરવાનો રસ્તો બન્યું આ મોડલ, જેની ગવાહી આપવા માટે મણિનગર વિધાનસભા ક્ષેત્રમાં રહેતા રહેવાસીઓ તો છે જ, સાથે એ પણ છે જે 2012માં નવા સિમાંકન બાદ અમરાઈવાડી વિધાનસભા વિસ્તારનો ભાગ બની ગયા.પડકાર સુરેશ પટેલ જેવા લોકો માટે પણ છે, જે હવે મોદીના વિધાનસભા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. અને લગભગ મોદીને જ નહીં, પરંતુ આઈપી ગૌતમને પણ હોય, જે આઈએએસથી રિટાયર થયા બાદ લોકપાલના સભ્ય છે, દિલીપ ઠાકર જે હાલમાં ગુજરાતના મુખ્ય સૂચના આયુક્ત છે, અને વિમલ પટેલ, જે કાંકરીયાના વિકાસ બાદ હવે દિલ્હીમાં કેપિટલ વિસ્ટા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. આ તમામ મોદીની આગેવાનીમાં થયેલા મણિનગરની વિકાસ યાત્રાના સાક્ષી રહ્યા છે. સાક્ષી તો લાંબા સમય સુધી મેટ્રોના પાટા અને બીઆરટીએસના ટ્રેક પણઆપતા રહેશે, સાથે ગુરૂજી બ્રિજ, દીનદયાલ ઉપાધ્યાય બીજેપી કાર્યાલય, શ્યામા પ્રસાદ મુખરજી નગર નિગમ ઓફિસ, ભૈરો સિંહ શેખાવત બ્રિજ અને કુશાભાઉ ઠાકરે ઓડિટોરિયમ જેવી ઈમારત અને પુલ પણ આપશે, જે મોદીના મણિનગર વિકાસ મોડલના પુરાવા છે, સાથે તેમના ગુજરાત મોડલનો આધાર અને ભારતના સંપૂર્ણ વિકાસનું મીની મોડલ પણ, જેમાંથી લીધેલી શીખને મોદી હવે પૂરા દેશમાં લાગુ કરી રહ્યા છે એક પ્રધાનમંત્રી તરીકે.

મણિનગરે અમદાવાદમાં પૂર્વ અને પશ્ચિમ વચ્ચે વિકાસની ખાઈને પાટ આપ્યો હતો, હવે પીએમ તરીકે મોદીની રાષ્ટ્રીય સ્તર પર આજ પ્રાથમિકતા છે, પશ્ચિમ અને પૂર્વ ભારત વચ્ચે વિકાસના અંતરને ખતમ કરવું, શહેરોની જેમ ગામડાઓમાં પણ સુવિધા પહોંચાડવી, ગરીબ-અમીર વચ્ચેની ખાઈ દુર કરવી. આ માટે સાર્થક પગલા તેમને છેલ્લા છ વર્ષમાં આગળ વધાર્યા છે, અને હાલમાં પણ પ્રયાસ ચાલુ જ છે. મણિનગરથી સંઘ પ્રચારક તરીકે પાંચ દશક પહેલા સમાજ સેવાની શરૂઆત કરનાર મોદી આજે ભારતીય રાજનીતિમાં પોતાની ઉપલબ્ધિઓના કારણે મીલનો પથ્થર બની ચૂક્યા છે, લાંબી રેખા ખેંચી ચૂક્યા છે. જાહેર છે કે, દેશની પ્રજા તેમની પાસે મણિનગરના પુનરાવર્તનની આશા કરી રહી છે, જોકે, મોદીનું લક્ષ્ય પણ એજ છે.
Published by: Ashish Goyal
First published: September 16, 2020, 8:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading