ગુજરાતનું ગૌરવ: રાજ્યની રક્ષા શક્તિ યુનિવર્સિટી હવે રાષ્ટ્રીય કક્ષાની રક્ષા શક્તિ યુનિવર્સિટી બનશે


Updated: September 21, 2020, 12:33 PM IST
ગુજરાતનું ગૌરવ: રાજ્યની રક્ષા શક્તિ યુનિવર્સિટી હવે રાષ્ટ્રીય કક્ષાની રક્ષા શક્તિ યુનિવર્સિટી બનશે
ફાઇલ તસવીર.

રક્ષા શક્તિ યુનિવર્સિટીની સ્થાપના વર્ષ 2009માં તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા કરવામાં આવી છે.

  • Share this:
મયુર માકડિયા, ગાંધીનગર: ગુજરાત માટે ગૌરવ રહેલી રાજ્યની રક્ષા શક્તિ યુનિવર્સિટી (Gujarat Raksha Shakti University) હવે રાષ્ટ્રીય કક્ષાની રક્ષા શક્તિ યુનિવર્સિટી બનશે. આ માટે લોકસભા (Lok Sabha)માં ઐતિહાસિક બિલ પસાર થયું છે. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પહેલીવાર પોલીસ અને રાષ્ટ્રીય સુરક્ષાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરવાની દિશામાં કામ કરતી ગુજરાતની આ શૈક્ષણિક સંસ્થા (Education Institute)ને હવે રાષ્ટ્રીય દરજ્જો અપાયો છે. આ સૂચિત કેન્દ્રિય યુનિવર્સિટીનું વડુ મથક ગાંધીનગર (Gandhinagar) ખાતે જ રહેશે.

આ અંગે ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ સુપેરે જળવાઇ રહે અને આ ક્ષેત્રે પણ શૈક્ષણિક તકોનો વ્યાપ વધે તે માટે તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યમાં રક્ષા શક્તિ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. રાજ્ય સરકારના હકારાત્મક અભિગમને કારણે આ યુનિવર્સિટી હવે રાષ્ટ્રીય કક્ષાનો દરજ્જો મેળવશે. આ માટે લોક સભામાં આ અંગેનું ઐતિહાસિક બિલ કેન્દ્રિય ગૃહ રાજય મંત્રી જી.કિશન રેડ્ડી દ્વારા રજૂ કરાયું હતું અને લોકસભામાં પસાર પણ કરાયું છે. જે સૌ ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે.

આ પણ વાંચો: ગુજરાત ફોરેન્સિક સાયન્સીઝ યુનિવર્સિટીને ઇન્સ્ટિટ્યુટ ઑફ નેશનલ ઇમ્પોર્ટન્સનો દરજ્જો અપાયો

મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ઉમેર્યું કે, લોકસભામાં ગૃહરાજય મંત્રી રેડ્ડી દ્વારા રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી બિલ- 2020 પર ચર્ચાની શરૂઆત કરવામાં આવી હતી. ચર્ચા દરમ્યાન મંત્રી રેડ્ડીએ દેશના અનેક રાજ્યોના પોલીસ બળો તથા અર્ધલશ્કરી સુરક્ષા બળો માટે એક સમર્પિત શૈક્ષણિક અને સંશોધન સંસ્થાન હોવાના મહત્ત્વ અંગે વિસ્તૃત માહિતી લોક સભાના સભ્યોને પૂરી પાડી હતી.  મંત્રીએ ઉમેર્યું કે, આ બિલના માધ્યમથી ગુજરાતના ગાંધીનગર જિલ્લાના દહેગામ સ્થિત લવાડ ખાતે કાર્યરત રક્ષા શક્તિ યુનિવર્સિટીને હવે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી તરીકે અપગ્રેડ કરાઈ છે. એની સાથે જ RSUને ' ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ (રાષ્ટ્રીય મહત્વનું શૈક્ષણિક સંસ્થાન)નો પણ દરજ્જો આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો: રાજકોટ માટે રાહતના સમાચાર: કોરોનાથી રિકવરી રેટ 76% થયો, OPDમાં ઘટાડો

સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પહેલીવાર એવું બની રહ્યું છે કે પોલીસ અને રાષ્ટ્રીય સુરક્ષાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરવાની દિશામાં કામ કરતી એક શૈક્ષણિક સંસ્થાને આ પ્રકારે રાષ્ટ્રીય દરજ્જો અપાઈ રહ્યો છે ત્યારે રાજયના મુખ્યમંત્રી  વિજય રૂપાણીના માર્ગદર્શન હેઠળ આ યુનિવર્સીટી ઉત્તરોત્તર પ્રગતિ કરીને દેશનું નામ રોશન કરશે એવો દ્રઢ વિશ્વાસ મંત્રીશએ વ્યકત કર્યો છે. લોકસભા દ્વારા રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી બિલના પસાર કર્યાની સાથે દેશના પોલીસ અને સુરક્ષા બળો માટે ટ્રેનિંગ, રિસર્ચ, એકસ્ટેન્શન, એજ્યુકેશન (Tree)' નું બહોળું માળખું સુદ્રઢ કરવાની દિશામાં ભારતે આગેકૂચ કરી છે.આ પણ વાંચો: મહિસાગર: કોરોનામાં જીવના જોખમે મુસાફરી, 100 મુસાફર ભરેલી ખાનગી ટ્રાવેલ્સની બસ પલટી

ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ લોકસભા દ્વારા રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી બિલ, 2020 પસાર કરવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ તથા રાજય મંત્રી રેડ્ડીને અભિનંદન આપતા કહ્યું કે, આ બિલના કારણે રક્ષા શક્તિ યુનિવર્સિટીને કેન્દ્રીય યુનિવર્સિટીનો દરજ્જો મળતા રાજ્યમાં આ ક્ષેત્રે શિક્ષણની વ્યાપક તકો ઉપલબ્ધ બનશે અને યુવાઓને રોજગારી તકો વધુ માત્રામાં પ્રાપ્ત થશે.

પ્રદીપસિંહ જાડેજાએ ઉમેર્યું કે, રક્ષા શક્તિ યુનિવર્સિટી હવે રાષ્ટ્રીય સ્તરે કાર્યરત થતા તેઓ આશ્વસ્ત છે કે યુનિવર્સિટી આખા દેશના આંતરિક સુરક્ષા માળખાને સશક્ત કરવાની દિશામાં નવા આયામ સર કરશે. રક્ષા શક્તિ યુનિવર્સિટીની સ્થાપના વર્ષ 2009માં તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા કરવામાં આવી છે.
Published by: Vinod Zankhaliya
First published: September 21, 2020, 12:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading