લગ્નના દિવસે જ કન્યા લગ્નની ચોરીમાં કોરોના પોઝિટિવ, સાસરે જવાના બદલે હોમ ક્વૉરન્ટાઇન થઈ


Updated: November 27, 2020, 8:46 PM IST
લગ્નના દિવસે જ કન્યા લગ્નની ચોરીમાં કોરોના પોઝિટિવ, સાસરે જવાના બદલે હોમ ક્વૉરન્ટાઇન થઈ
લગ્નના દિવસે જ કન્યા લગ્નની ચોરીમાં કોરોના પોઝિટિવ, સાસરે જવાના બદલે હોમ ક્વૉરન્ટાઇન થઈ

આરોગ્‍યની ટીમ દ્વારા સઘન સર્વેલન્‍સમાં એક અજીબો ગરીબ કિસ્‍સો સામે આવ્‍યો

  • Share this:
ભરતસિંહ વાઢેર, વલસાડ : રાજયમાં વધી રહેલા કોવિડ-19ના સંક્રમણને ધ્‍યાને રાખી જિલ્લા કલેકટર આર.આર.રાવલના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા માટે એકશન પ્‍લાન તૈયાર કરવામાં આવ્‍યો છે. મેડીકલ બુથ દ્વારા સ્‍વૈચ્‍છિક તપાસ કરાવવા માંગતા લોકોનું સ્‍ક્રીનિંગ તેમજ વેન્‍ડરોનું એન્‍ટીજન ટેસ્‍ટ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. બહારગામથી આવતા લોકોનું પણ ચુસ્‍ત રીતે સ્‍ક્રીનિંગ થાય તે માટે ચેકપોસ્‍ટ ઉપર પણ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

આરોગ્‍યની ટીમ દ્વારા સઘન સર્વેલન્‍સમાં એક અજીબો ગરીબ કિસ્‍સો સામે આવ્‍યો છે. વલસાડના મોટાબજારમાં રહેતી એક યુવતીની સગાઇ મુંબઇના યુવાન સાથે કરવામાં આવી હતી. આ માટે તેઓ 10 નવેમ્બરના રોજ મુંબઇ ખરીદી માટે ગયા હતા. અન્‍ય રાજયની હિસ્‍ટ્રીના આધારે આ યુવતીનો આરટીપીસીઆર ટેસ્‍ટ કરાવતા પોઝિટિવ આવ્‍યો હતો. પેશન્‍ટની હિસ્‍ટ્રીના આધારે ઘરે તપાસ કરતા આ યુવતીના 27 નવેમ્બરના રોજ લગ્ન હતા. આ બાબતની જાણ થતાં જ તાલુકા હેલ્‍થ ઓફિસર સાથેની ટીમ મેરેજ હોલ ખાતે તપાસ કરતા સાંઇલીલા મોલ ખાતે મળી આવી હતી. જયારે આરોગ્‍યની ટીમ ત્‍યાં પહોંચી ત્‍યારે યુવતીના લગ્ન લેવાતા હતા.

આ પણ વાંચો - રાજ્યમાં કોરોનાના રેકોર્ડબ્રેક 1607 નવા કેસ, 1388 દર્દીઓ સાજા થયા, 16 દર્દીઓના મોત


લગ્નમાં તમામ લોકોએ કોવિડ-19ની ગાઇડલાઇનનું ચુસ્‍ત પણે પાલન કર્યુ હતુ. પરંતુ જાન મહારાષ્‍ટ્ર રાજયમાંથી આવી હોવાથી આરોગ્‍યની ટીમ દ્વારા હાજર સગા સબંધીઓનો રેપિડ ટેસ્‍ટ કરવામાં આવ્‍યો હતો. જેમાં લગ્નમાં બેસેલી યુવતી સિવાય કોઇ પોઝિટિવ માલુમ પડયું ન હતું. કોરોના પોઝિટિવ આવેલી કન્‍યાને પિતાના ઘરે જ કૉરન્‍ટાઇન કરી દેવામાં આવી છે.
Published by: Ashish Goyal
First published: November 27, 2020, 8:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading