સુરત : કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા સ્મીમેર હોસ્પિટલની સ્ટાફ નર્સનો આપઘાત


Updated: September 21, 2020, 10:52 PM IST
સુરત : કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા સ્મીમેર હોસ્પિટલની સ્ટાફ નર્સનો આપઘાત
સુરત : કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા સ્મીમેર હોસ્પિટલની સ્ટાફ નર્સનો આપઘાત

30 વર્ષિય કવિતાએ સોમવારે બપોરે પોતાના ઘરે પંખા સાથે સાડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો

  • Share this:
સુરત : સુરત શહેરમાં આજે એક કોરોના વોરિયર્સ દ્વારા આપઘાત કરી લેવાની ઘટના પ્રકાશમાં આવી છે. પરિવાર હાલમાં સુરતમાં ના હોવાથી કોરોના વોરિયર્સ દ્વારા કયા કારણોસર આપઘાત કરાયો તે જાણી શકાયું નથી. દર્દીને બીમારીના સમયમાં હુંફની સાથે સેવા કરતી સ્મીમેર હોસ્પિટના સ્ટાફ નર્સના આપઘાથી સમગ્ર હોસ્પિટલમાં ગમગીની સાથે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

સ્મીમેર હોસ્પિટલ ખાતેથી મળતી માહિતી અનુસાર લીંબાયત વિસ્તારમાં આવેલ સમ્રાટ સ્કૂલની સામેની અંબિકાનગર સોસાયટીમાં રહેતા 30 વર્ષિય કવિતાબેન હિરેનભાઈ મિસ્ત્રી સ્મીમેર હોસ્પિટલમાં નર્સ તરીકેની ફરજ બજાવે છે. કવિતા ઘણા સમયથી સ્મીમેર હોસ્પિટલમાં કામ કરી રહી હતી. બે દિવસ પહેલા કવિતા અને તેમના પતિ હિરેનના નંણદોઈએ મહારાષ્ટ્રના પૂણેમાં આપઘાત કરી લીધો હતો. જેથી કવિતાના પતિ અને સાસુ રવિવારે પૂણે ગયા હતા. પાછળથી કવિતાએ સોમવારે બપોરે પોતાના ઘરે પંખા સાથે સાડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

આ પણ વાંચો - સુરત : કામરેજ પોલીસ મથકના ત્રણ કર્મચારી તોડ કરવા જતા ફસાયા

કવિતાને 8 વર્ષના લગ્નગાળા દરમિયાન કોઈ સંતાન નહીં હોવાથી પગલું ભર્યું હોઈ શકે. તથા કવિતાના પતિ અને સાસુ દ્વારા સંતાન વિશે મહેણાં-ટોણા મારતા હોવાથી પગલું ભર્યું હોવાની શક્યતા સેવાઇ રહી છે. હાલ કવિતાના પરિવારજનો સુરત નહીં હોવાથી તેમનો મૃતદેહ સ્મીમેર હોસ્પિટલમાં મુકવામાં આવ્યો છે. પતિ અને સાસુના આવ્યા બાદ તેનું પીએમ કરવામાં આવશે. કવિતાએ અચાનક જ પગલું ભરી લેતા લીંબાયત પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટના બાબતે સ્મીમેર હોસ્પિટલના સિનિયર આર.એમ.ઓ જયેશભાઇ પટેલે જણાવ્યું હતું કે કવિતા ઓપરેશન વિભાગમાં નર્સ તરીકેની ફરજ બજાવતી હતી.

ઉલ્લેખનીય છે કે સ્મીમેર હોસ્પિટલની એક કોરોના વોરિયર્સ દ્વારા કરવામાં આવેલા આપઘાતને કારણે સમગ્ર હોસ્પિટલમાં ગમગીની સાથે ચકચાર મચી જવા પામ્યો હતો. જયારે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
Published by: Ashish Goyal
First published: September 21, 2020, 10:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading