સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવીએ 48 કલાકમાં ઊભી કરી 72 લોકોની ટીમ સાથે 100 બેડની હૉસ્પિટલ


Updated: April 7, 2021, 3:40 PM IST
સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવીએ 48 કલાકમાં ઊભી કરી 72 લોકોની ટીમ સાથે 100 બેડની હૉસ્પિટલ
સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવીએ 48 કલાકમાં ઊભી કરી 72 લોકોની ટીમ સાથે 100 બેડની હૉસ્પિટલ

સુરતમાં કોરોનાની સ્થિતિ ઘણી ખરાબ છે. સુરતમાં દર્દીની સારવાર માટે હોસ્પિટલમાં જગ્યા નથી

  • Share this:
સુરત : ગુજરાતમાં સતત કોરોના સંક્રમણ વધી રહ્યું છે. સુરતની સ્થિતિ ઘણી ખરાબ છે. સુરતમાં દર્દીની સારવાર માટે હોસ્પિટલમાં જગ્યા નથી. તેવામાં સુરતના મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવી દ્વારા માત્ર 48 કલાકમાં જ ફરી 100 બેડની હોસ્પિટલ એટલે કે અટલ સંવેદના કોવિડ કેસ સેન્ટર તાબડતોડ ઉભું કરી આજે દર્દીઓ માટે ખુલ્લી મૂકવાની તૈયારીઓ કરી છે. ધારાસભ્ય હર્ષ સંઘવીના આ ઉમદા કાર્યમાં તેમના મિત્રો અને કાર્યકરોએ ખૂબ જ મહેનત કરી છે અને આગામી 72 કલાકમાં 200 દર્દીને સારવાર મળી રહે તેવી હોસ્પિટલ ઉભી કરી છે.

માત્ર 24 કલાકમાં 100 બેડની ઓક્સિજન હોસ્પિટલ સાથે આવનાર દર્દીને રેમડેસિવર ઇન્જેક્શન એમડી ડોક્ટરની એડવાઇઝથી ફ્રીમાં આપવામાં આવશે. ગત રોજ રાજય સરકર દ્વારા સુરતના મજૂરાગેટ ખાતે આવેલ સિવિલમાં નવ નિર્મિત કિડની હોસ્પિટલમાં 800 બેડની હોસ્પિટલ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે મજુરા ગેટના ધારાસભ્ય હર્ષ સંઘવી દ્વારા દર્દીને પડતી હાલાકી દૂર કરવા માટે પહેલાની જેમ 72 કલાકમાં કોવિડ હોસ્પિટલ શરુ કરવાનો સંકલ્પ કર્યો હતો. પોતાના મિત્રો અને કાર્યકર્તાઓની 72 વ્યક્તિની ટીમ દ્વારા 100 બેડની હોસ્પિટલ તૈયાર કરી નાખવામાં આવી હતી.

આ પણ વાંચો - સુરત : સમયસર એમ્બ્યુલન્સ ના પહોંચતા પિતા બીમાર માસૂમ પુત્રને લઈને 1 કિમી દોડ્યા, છતાં જીવ ન બચ્યો

ખાનગી હોસ્પિટલમાં હાઉસફુલનાં બોર્ડ લાગી ગયાં છે. 108ને ગેટ પર જ અટકાવી દેવાય છે. કોરોનાના દર્દી હોવાનું કહેતાં જ સિવિલ લઈ જવાનું કહી દેવાય છે. ધારાસભ્ય હર્ષ સંઘવીએ કહ્યું હતું કે આવા કપરા સમયમાં એક લોક પ્રતિનિધિ તરીકે મારી જવાબદારી બને છે, જેને લઈ એકપણ કોરોના પોઝિટિવ દર્દી સારવારને લઈને અટવાય નહીં એ બીડું ઉપાડ્યું છે.

ભૂતકાળમાં આ હોસ્પિટલમાં 1500 જેટલા દર્દીની સારવાર કરી તેમને સારા કરી ઘરે મોકલી આપવામાં આવ્યા હતા. ત્યારે ફરી એક વાર લોકોની મદદ માટે આ ધારાસભ્યની ટીમ મેદાને ઉતરી છે. આ હોસ્પિટલની તમામ સેવા માટે રાજ્યના ડેપ્યુટી સીએમ નીતિન પટેલ દ્વારા ધારાસભ્યના વિધાનસભામાં વખાણ કરવામાં આવ્યા હતા. અહીંયા દાખલ દર્દી માટે મેડીકલ ટીમ પણ તૈનાત કરવામાં આવી છે અને દાખલ દર્દીને રેમડેસિવર ઇન્જેક્શન એમડી ડોક્ટરની એડવાઇઝથી ફ્રીમાં આપવામાં આવશે.
Published by: Ashish Goyal
First published: April 7, 2021, 3:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading