અમદાવાદઃ અમદાવાદથી નજીક જો તમારે થોળ ને નળ સરોવર અભયારણ્ય (Nal Sarovar Sanctuary) જવું હોય તો ફેબ્રુઆરી સુધી શક્ય નહીં બંને અમદાવાદથી 21 કિલોમીટરના અંતરે આવેલું થોળ (Thol) અને 60 કિલોમીટરના અંતરે આવેલું નળ સરોવર બર્ડ ફલુને (Bird Flu) કારણે બંધ કરવામાં આવ્યું છે. આ બંને પક્ષી અભયારણ્યોમાં શિયાળામાં (winter) દેશ વિદેશનાં પક્ષીઓ ઉમટે છે જેને કારણે બંને અભયારણ્ય બંધ કરવામાં આવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે આગામી ફેબ્રુઆરી મહિનાના અંત સુધી અથવા માર્ચમાં જ્યારે બર્ડ ફલુ સંપુર્ણપણે કાબુમાં હશે ત્યારે બંને અભયારણ્યને ખોલવામાં આવશે.
શું છે અભયારણ્યની ખાસિયત?
નળ સરોવર ઘાસની વિવિધ જાતોથી અને છીછરાપાણીથી પક્ષીઓનું સ્વર્ગ બન્યું છે તો બીજી બાજુ થોળ ઉંડા પાણીનું સરોવર આજુબાજુ ઉચા ઝાડો અને તેની વચ્ચે આવેલાં બેટને કારણે માત્ર પક્ષીઓનું સ્વર્ગ નહીં પણ પિકનિકનું આકર્ષણનું કેન્દ્ર પણ બન્યું છે. અમદાવાદ અને તેની આજુબાજુથી લોકો સવારથી જમવાનું લઈને પહોચી જાય છે.
પક્ષીઓનો અદભૂત ખજાનો અને નજારો નિહાળે છે. થોળની વિશેષતા તેનાં સુકા ઝાડ પણ છે. જે અડધા પાણીમાં ઉગેલા અને ઉભેલાં છે. જેની ડાળીઓ પર પક્ષીઓ માળા બાંધે છે. યંગસ્ટર્સ આ ડાળીઓ પર બેસીને ફોટો પડાવે છે. થોળમાં બોટિંગની વ્યવસ્થા નથી પરંતુ નળ સરોવરમાં બોટિંગની મદદથી તમે ટાપુ પર જઈ શકશો જ્યાં બહેનો રિંગણનો ઓળો અને બાજરાનો રોટલો સાથે છાશ પીરસે છે.
અહીં શિયાળાની ઋતુ દરમ્યાન દેશ (હિમાલય અને ઈશાન રાજ્યોના ઠંડા વિસ્તારોમાંથી) અને વિદેશનાં અનેક પક્ષીઓ આવે છેજેમાં જળચર પક્ષીઓ મુખ્ય છે. નક્શામાં દેખાય છે એ પ્રમાણે થોળ ગામને અડીને પણ એક નાનકડું તળાવ આવેલું છે. જે પક્ષી અભયારણ્યનો ભાગ નથી.થોળ તળાવ પક્ષી અભયારણ્ય એ છીછરા તાજા પાણીનો ભાગ છે, જે ધાર પરની મશકો દ્વારા ઘેરાયેલા છે અને બાજુઓને શરૂ કરી રહેલા ઝાડીવાળું જંગલ છે.
અહીં શિયાળામાં 150 જેટલાં પક્ષીઓ છે જેમાંથી 60 ટકા પાણીના પક્ષીઓ આવે છે એક સમય એવો હતો કે જ્યારે 5થી 6 હજાર જેટલાં સુરખાબો જોવા મળ્યા હતા. અહીં સૌથી ઉંચું ઉડતું પક્ષી સારસ ના માળાઓ જોવા મળ્યા છે. યાયાવર ફ્લેમિગો જેવાં પક્ષીઓ ખાસ લાખો કિલોમીટરનો પ્રવાસ કરીને અહીં આવે છે.
ખાસ યાયાવરને શિયાળામાં પુરતુ ભોજન અને ર પાણી મળતું હોવાથી તેઓ 3 થી 4 મહિના અહીં રહે છે. જેને જોવા અને કેમેરામાં કંડારવા માટે વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર દેશ વિદેશથી અહીં આવે છે.