રાજકોટ: ફેંફસા, કિડની અને હાર્ટ સહિત બીમારીથી પીડિત 68 વર્ષીય ખેડૂતે 22 દિવસમાં કોરોનાને મ્હાત આપી


Updated: September 28, 2020, 10:14 AM IST
રાજકોટ: ફેંફસા, કિડની અને હાર્ટ સહિત બીમારીથી પીડિત 68 વર્ષીય ખેડૂતે 22 દિવસમાં કોરોનાને મ્હાત આપી
રમેશભાઈ માકડીયા.

રમેશભાઈ ડાયાબિટીસ, હૃદય અને પ્રોસ્ટેટની તકલીફથી પીડાતા હતા. સાથે જ તેઓનું ઓક્સિજન ફક્ત 70 હતું. જોકે, શારીરિક અને માનસિક રીતે મજબૂત રમેશભાઈ બાઈક લઈને ઘરે ગયા હતા અને પોતાના પરિવારને રાજકોટ જવાની વાત કરી હતી.

  • Share this:
રાજકોટ: "હરરોજ ગીરકર ભી મુક્કમલ ખડે હૈ, એ જિંદગી દેખ મેરે હૌંસલે તુજ સે ભી બડે હૈ..." ઉક્તિને સાચા પાડતા કોરોનાના ગંભીર દર્દીઓ (Coronavirus Patients)ની હિંમત અને કોરોના વૉરિયર્સ ડૉક્ટર્સ જ્યારે જોશ સાથે તેમની તમામ શક્તિ કામે લગાડી દે છે ત્યારે કોરોના પણ હાંફી જાય છે. રાજકોટ સિવિલ કોવિડ હૉસ્પિટલ (Rajkot Civil Covid Hospital)માં ડાયાબિટીસ, બીપી સાથે કોરોના થયેલા અનેક દર્દીઓ સાજા થઈ ઘરે સુખરૂપ પરત ફરે છે. ત્યારે એક કિસ્સો ખૂબ જ પ્રેરણા પૂરી પાડે છે. ફેંફસા, હાર્ટ અને કિડનીની બીમારીથી પીડાતા હોવા છતાં 22 દિવસની સઘન સારવારથી ઉપલેટાના ભાયાવદરના 68 વર્ષીય ખેડૂત રમેશભાઈ માકડીયાએ કોરોના મુક્ત બની મોતને મ્હાત આપી જિંદગીને ગળે લગાડી છે.

રમેશભાઈની તબિયત ખરાબ થયા બાદ ઉપલેટાના આરોગ્ય કેન્દ્રના અધિકારીએ તેઓને સારવાર માટે રાજકોટ જવાનું કહ્યું હતું. રમેશભાઈ ડાયાબિટીસ, હૃદય અને પ્રોસ્ટેટની તકલીફથી પીડાતા હતા. સાથે જ તેઓનું ઓક્સિજન ફક્ત 70 હતું. જોકે, શારીરિક અને માનસિક રીતે મજબૂત રમેશભાઈ બાઈક લઈને ઘરે ગયા હતા અને પોતાના પરિવારને રાજકોટ જવાની વાત કરી હતી.

રાજકોટ સિવિલ ખાતે તેમનો ટેસ્ટ કરાવવામાં આવતા તેઓ પોઝિટિવ આવ્યા હતા. તુરંત જ તેમને દાખલ કરી આપવામાં આવ્યા હતા. તેઓ કોરોના સંક્રમિત થયા બાદ લગભગ એક સપ્તાહ બાદ સારવાર માટે આવ્યા હતાં. તેઓનું હૃદયનું એક કર્ણ બ્લોક થઈ ગયું હતું. ફેંફસામાં 90% ઇન્ફેક્શન હતું. કિડની પણ કામ કરતી ન્હોતી. રમેશભાઈને રેરેસ્ટ ઓફ ઘી રેર 6 હાઈરિસ્ક ફેક્ટર કેટેગરીમાં મૂકવામાં આવ્યા હતાં. સિવિલમાં તજજ્ઞ ડોક્ટર્સ ડૉ. આરતીબેન ત્રિવેદી, ડૉ. રાહુલ ગંભીર, અમદાવાદના તજજ્ઞ ડૉક્ટર્સ સહિત 6 ડૉક્ટર્સની ટીમ રમેશભાઈની સારવારમાં કોઈ કચાસ ન રહે તેનો ખ્યાલ રાખી કોઈપણ ભોગે દર્દીને સાજા કરવા અગ્રીમ ભૂમિકા ભજવે છે.

આ પણ વાંચો: આકાશમાં હતા રતન ટાટા, બંધ થઈ ગયું હતું વિમાન, આ રીતે ટાટાએ બચાવ્યો હતો બધાનો જીવ

સારવાર અંગે વાત કરતા ડૉ. આરતીબેન જણાવે છે કે, રમેશભાઈને 11 દિવસ વેન્ટિલેર અને 11 દિવસ ઓક્સિજન પર રાખવામાં આવ્યા હતાં.  રેમેડીસિવીર, ટોસિલિઝુમેબ સહિતના ઇન્જેક્શનનો ડોઝ એકથી વધુવાર આપવામાં આવ્યો. દર્દી બેભાન અવસ્થામાં આવી જતા તેમને વેઇન્સ વાટે દવા અને ખોરાક આપવામાં આવતો હતો. મગનું પાણી, સરગવાનો જ્યુસ તેમજ આયુર્વેદિક ઉપચાર પણ કરવામાં આવ્યો. રમેશભાઈનો વિલપાવર મજબૂત હોઈ તેઓ ઝડપથી સાજા થવા લાગ્યા હતાં.

આ પણ વાંચો: અમદાવાદની યુવતીને સાસરે પહોંચતા જ થયો કડવો અનુભવ, ખબર પડી કે પતિના આ બીજા લગ્ન છે!રમેશભાઈને સારવારમાં આયુર્વેદિક દવા પણ કારગત નીવડી હતી. રાજકોટ ખાતે સમગ્ર ભારતના પ્રથમ આયુર્વેદિક કેર સેન્ટરના વડા ડૉ. હિતેશ જાનીના માર્ગદર્શન હેઠળ તેમને સતત ઉકાળા, સંજીવની વટી, કામધેનુ આસવ અને પંચગવ્ય દાણા દૂધ સાથે મેળવી તેમને આપવામાં આવતા. ડૉ. જાનીએ દર્દીને રોગપ્રતિકારક શક્તિ વધે અને ફેંફસાના ઇન્ફેક્શનને દૂર કરવામાં આયુર્વેદિક આધારિત પંચગવ્ય પ્રૉટોકોલ ફૉર કોવિડ મુજબ સારવાર આપી હતી.

હાલ રમેશભાઈની તબિયત સ્થિર હોવાનું અને તેઓ રૂટિન મુજબ દિનચર્યા કરી રહ્યા હોવાનું તેમના પરિવારજનોએ જણાવ્યું હતું. રમેશભાઈનો પરિવાર રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગનો ખૂબ ખૂબ આભાર માનતા જણાવે છે કે, અમારા વડીલની સિવિલના ડૉક્ટરોએ જાન લગાવી સારવાર કરી હતી, જેના ફળસ્વરૂપે અમારો પરિવાર અકબંધ રહ્યો છે. રમેશભાઈ સાથે તેમના પરિવારના અન્ય ત્રણ સભ્યો પણ કોરોનાગ્રસ્ત થયા હતા. જેઓ તમામ કોરોના સામે જંગ જીતી ગયા છે.
Published by: Vinod Zankhaliya
First published: September 28, 2020, 10:14 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading