રાજકોટ : સિવિલ હૉસ્પિટલમાં બેડનાં અભાવે દર્દીઓ નીચે સૂવા મજબૂર

News18 Gujarati
Updated: October 17, 2019, 1:11 PM IST
રાજકોટ : સિવિલ હૉસ્પિટલમાં બેડનાં અભાવે દર્દીઓ નીચે સૂવા મજબૂર
રાજકોટ સિવિલની હૉસ્પિટલ

રાજકોટમાં ડેન્ગ્યૂનાં કેસ એટલા વધી રહ્યાં છે કે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં પણ બેડ ખૂટી પડ્યાં છે.

  • Share this:
અંકિત પોપટ, રાજકોટ : જામનગર, રાજકોટમાં (Rajkot) ડેન્ગ્યૂનાં (Dengue) કેસ એટલા વધી રહ્યાં છે કે રાજકોટની સિવિલ હૉસ્પિટલમાં (Rajkot Civil Hospital) પણ બેડ ખૂટી પડ્યાં છે. જ્યારે કરોડોનાં ખર્ચે બનાવેલી નવી સિવિલ તૈયાર જ છે પરંતુ ઉદ્ધાટન માટે જાણે કોઇની રાહ જોતા હોય તેમ શરૂ નથી થઇ રહી.

રાજકોટ સિવિલ હૉસ્પિટલમાં સ્થિતિ એટલી હદે વણસી છે કે દર્દીઓની સંખ્યા વધવાને કારણે દર્દીઓને જમીન પર કે વોર્ડની બહાર લોબીમાં સુવડાવવાની ફરજ પડી રહી છે. જ્યારે દર્દીઓ માટે બેડ ખૂટી પડ્યા છે ત્યારે ડૉક્ટરો દવાઓ મુકવા માટે એક બેડ રોકી રાખ્યો છે. દર્દીઓને નીચે અને લોબીમાં કેમ સુવડાવવામાં આવી રહ્યાં છે તે અંગે જ્યારે ડૉક્ટરો સાથે વાત કરી તો તેઓ ઉગ્ર બની ગયા હતાં અને મીડિયા સાથે દાદાગીરી પર ઉતરી આવ્યાં હતાં.

જ્યારે મીડિયાએ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની તસવીર છતી કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ડૉક્ટરો નારાજ થયા હતાં અને મીડિયા સાથે ગેરવર્તણૂંક કરી હતી. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધતી જાય છે અને બેડની સંખ્યા ઘટતી જાય છે. ત્યારે કરોડોનાં ખર્ચે બનાવેલી નવી સિવિલ હૉસ્પિટલ તૈયાર છે પરંતુ તેનું ઉદ્ધટન માટે મોટા નેતાઓની રાહ જોવાઇ રહી છે.

આ પણ વાંચો : અમદાવાદમાં ડેન્ગ્યૂના કેસ 120% વધ્યા, AMC રોગચાળાને નાથવા સજ્જ થયું

મહત્વનું છે કે ડેન્ગ્યુનાં કેસ સતત વધી રહ્યા હોવાથી મહાનગરપાલિકાના આરેાગ્ય વિભાગે રેપીડ ફીવર સર્વે શરૂ કર્યો છે. જેમાં આરોગ્ય વિભાગની ટીમ ઘરે ઘરે જઇ લોકોનો આરોગ્ય લક્ષી સર્વે કરે છે. બુધવારે કરેલા સર્વેમાં 715 તાવના દર્દીઓ મળ્યા હતા અને 443 દર્દીઓ નજીકના આરોગ્ય કેન્દ્રમાં રીફર કરવામાં આવ્યા હતા. બીજી તરફ શહેરમાં વધુ 56 ડેન્ગ્યુના કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ ઇસ્ટ ઝોનમાં નોંધાયા છે. મનપાએ મચ્છર ઉત્પતિ બદલ વધુ 40 આસામીઓને નોટિસ ફટકારી છે.

સૌથી વધું દર્દી ઇસ્ટ ઝોનમાંથી મળ્યાંશહેરમાં બુધવારે વધુ 56 ડેન્ગ્યુના દર્દીઓ તંત્ર સામે આવ્યા હતા. જેમાં ઇસ્ટ ઝોનમાં 26, સેન્ટ્રલ ઝોનમાં 18, વેસ્ટ ઝોનમાં 12 દર્દીઓ હતા. જો કે આ આંકડો મહાનગરપાલિકાએ સત્તાવાર જાહેર કર્યો નથી. સવારથી સાંજ સુધીમાં 11342 ઘરોમાં સર્વે દરમિયાન 37152 પાત્રોની ચકાસણી કરી હતી. આ રેપીડ ફીવર સર્વેમાં 715 તાવના દર્દીઓ મળ્યા હતા.
Published by: Kaushal Pancholi
First published: October 17, 2019, 12:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading