રાજકોટ: વોર્ડ નંબર-16માં BJP ઉમેદવાર માત્ર 11 મતથી જીત્યા, CMના હોમ ટાઉનમાં વિજયોત્સવની તૈયારી શરૂ
News18 Gujarati Updated: February 23, 2021, 12:57 PM IST
ફટાકડા ફોડી જીતની ઉજવણી.
Gujarat Municipal corporation election 2021: કૉંગ્રેસના ઉમેદવાર રસીલાબેન ગેરીયાને 8,589 મત મળ્યા છે, જ્યારે ભાજપના રૂચિતાબેન જોશીને 8,600 મત મળ્યા છે.
રાજકોટ: એક એક મતની કિંમત કેટલી હોય છે તે કદાચ રાજકોટના ભાજપના મહિલા ઉમેદવાર (BJP candidate)ને બહુ સારી રીતે સમજી ગયા હશે. 21મી તારીખે યોજાયેલી ચૂંટણી બાદ હાલ મતગણતરી (Counting) ચાલી રહી છે. જેમાં ગુજરાતના તમામ મહાનગરપાલિકા (Gujarat Municipal corporation election 2021)માં ભાજપનો ભગવો લહેરાતો દેખાઈ રહ્યો છે. રાજકોટમાં વોર્ડ નંબર 16માં ભાજપના મહિલા ઉમેદવારની માત્ર 11 મતથી જીત થઈ છે. વોર્ડ નંબર 16ના ભાજપના ઉમેદવાર રુચિતાબેનની માત્ર 11 મતે જીત થઈ છે. તેમની સામે ઊભા રહેલા કૉંગ્રેસના ઉમેદવાર રસીલાબેન ગેરીયાને 8,589 મત મળ્યા છે. જ્યારે ભાજપના રૂચિતાબેન જોશીને 8,600 મત મળ્યા છે.
રાજકોટમાં ઉજવણીની તૈયારી
રાજકોટ શહેર ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani)નું હોમ ટાઉન છે. રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીની જીત થઈ રહી છે ત્યારે પાર્ટી તરફથી વિજયોત્સવની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. કાર્યાલય ખાતે ઉજવણી માટે મીઠાઈ પણ લાવી દેવામાં આવી છે. આ ઉપરાંત કાર્યકરો ઢોલના તાલે ઝૂમે તે માટેની તૈયારી કરી દેવામાં આવી છે. સાથે જ જીતને ખુશીમાં ફટાકડા પણ ફોડવામાં આવશે.
છ મહાનગરપાલિકાની ચૂંટણી પરિણામના તમામ સમાચાર માટે અહીં ક્લિક કરો
વોર્ડ નંબર 8માં ભાજપની જીત:
રાજકોટના વોર્ડ નંબર 8માં ભાજપના ઉમેદવારોની જીત થઈ છે. બીજી તરફ કૉંગ્રેસ અને આપ સહિતના તમામ ઉમેદવારોની ડિપોઝીટ ડૂલ થઈ છે. તો વોર્ડ નંબર 13માં કૉંગ્રેસના ત્રણ ઉમેદવારોની ડિપોઝીટ ડૂલ થઈ છે. જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર જાગૃતિબેન ડાંગરની ડિપોઝીટ બચી હતી.
આ પણ વાંચો: સુરતમાં આમ આદમી પાર્ટીએ ખાતું ખોલાવ્યું, વોર્ડ નંબર 16 અને 4માં પેનલની જીત
વોર્ડ નંબર 1માં ભાજપની પેનલની જીત:
વોર્ડ નંબર 1માં ભારતીય જનતા પાર્ટીની પેનલની જીત થઈ છે. ભાજપના ઉમેદવાર ડૉ. અલ્પેશ મોરજરિયા, દુર્ગાબા જાડેજા, ભાનુબેન બાબરીયા અને હિરેન ખીમાણીયાની જીત થઈ છે.
આ પણ વાંચો:
આ પણ વાંચો: સુરત: મુંબઈ જઈ રહેલી કાર વહેતી કેનાલમાં ખાબકી, પોલીસકર્મીએ જીવના જોખમે ડ્રાઇવરનો જીવ બચાવ્યો
વોર્ડ નંબર 13માં ભાજપના ઉમેદવારને મળેલા મત:
જયાબેન ડાંગર - 13,787
નીતિન રામાણી - 14,085
સુરેન્દ્રસિંહ વાળા - 12,816
સોનલબેન સેલારા - 11,438
આ પણ વાંચો: ભરૂચ: ઝઘડિયા GIDCની યુપીએલ કંપનીમાં પ્રંચડ બ્લાસ્ટ, 40થી વધારે કામદાર ઇજાગ્રસ્ત, 20 કિલોમીટર સુધી અવાજ સંભળાયો
અરવિંદ રૈયારીના પાંચ વોર્ડ પૈકી બેમાં ભાજપની પેનલ જીતી:
બીજેપીના ધારાસભ્ય અરવિંદ રૈયાણીના પાંચ વોર્ડ પૈકી બે વોર્ડમાં ભાજપની પેનલની જીત થઈ છે. વોર્ડ નંબર 4, 16માં ભાજપની પેનલની જીત થઈ છે. વોર્ડ નંબર 4, 5, 6, 16, 15ની જવાબદારી અરવિંદ રૈયાણી પર હતી.
Published by:
Vinod Zankhaliya
First published:
February 23, 2021, 12:57 PM IST