રાજકોટ : 'લોન્ડ્રીનો ધંધો પહેલા જેવો નહોતો ચાલતો હવે', બે બાળકોના પિતાએ કર્યો આપઘાત


Updated: January 22, 2021, 10:19 PM IST
રાજકોટ : 'લોન્ડ્રીનો ધંધો પહેલા જેવો નહોતો ચાલતો હવે', બે બાળકોના પિતાએ કર્યો આપઘાત
ઘરમાં શોકનો માહોલ

શહેરમાં કોરોના કાળને કારણે સર્જાયેલી મંદીના કારણે ઝેરી દવા પી પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.

  • Share this:
રાજકોટ : કોરોના મહામારી બાદ અનેક લોકોના ધંધા રોજગાર અને નોકરી પર અસર પડી છે. અનેક લોકોના ધંધા રોજગાર ઠપ્પ થતાં કેટલાક લોકોએ આર્થિક જીવનની નવી શરૂઆત કરી છે. તો કેટલાક લોકો એવા પણ સામે આવ્યા છે. જેમણે આર્થિક ભીંસ ના કારણે મોતને વ્હાલું કર્યું છે.

ત્યારે રાજકોટ શહેરમાં કોરોના કાળને કારણે સર્જાયેલી મંદીના કારણે ઝેરી દવા પી પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બજરંગવાડી વિસ્તારમાં રહેતા તેમજ laundry નું છૂટક કામ કરતા હરેશભાઈ મગનભાઈ સોલંકી નામના પ્રોઢે ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે ઝેરી દવા ના કારણે પ્રોઢ ને અસર થતા તેમને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે સારવાર દરમિયાન પ્રોઢ નું મૃત્યુ નિપજતા સોલંકી પરિવારમાં ગમગીની નો માહોલ છવાયો છે. ત્યારે આત્મહત્યાના બનાવની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસે પરિવાર જનોના નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો સાથેજ મૃતકની લાશ ને પોસ્ટમોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી છે.

આ પણ વાંચો - રાજકોટમાં કુંવારી માતાનો અજીબો ગરીબ કિસ્સો : હોસ્પિટલમાં યુવતીનો ખુલાસો સાંભળી પોલીસ પણ ચોંકી 

ત્યારે પોલીસ ને આપેલ નિવેદનમાં પરિવારજનો એ જણાવ્યું હતું કે, કોરોના કાળ બાદ હરેશભાઈ નો લોન્ડ્રી નો ધંધો પહેલાની માફક ચાલતો નહોતો. જેના કારણે છેલ્લા ઘણા સમયથી હરેશભાઈ ચિંતામાં રહેતા હતા.

આ પણ વાંચો - રાજકોટમાં સંબંધોનું ખૂન, કૌટુંબિક બહેન-બનેવીએ સાળાને લોહીલુહાણ કરી ઉતાર્યો મોતને ઘાટ

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મૃતક હરેશ ભાઈ એ પોતાનું જીવન ટુંકાવતા તેમના બને સંતાનોને પિતા ની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે કોરોના કાળ બાદ ક્રમશઃ આપઘાત કરનારા લોકોએ આર્થિક ભીંસ ના કારણે આપઘાત કર્યા હોવાનું વધુ પ્રમાણમાં સામે આવ્યું છે.ત્યારે શહેરના રેલનગર વિસ્તારમાં રહેતી પરિણીતાએ ઘરકંકાસના કારણે કેરોસીન પી લીધાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે પરિણીતાને તેના પરિવારજનો દ્વારા સારવાર માટે શહેરના સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.
Published by: kiran mehta
First published: January 22, 2021, 10:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading