રાજકોટ : જવાનીના જોશમાં મિત્રની પ્રેમ નૈયા પાર કરાવવા કર્યો ગુનો, ઘડપણમાં સજા ભોગવવાનો આવ્યો વારો
Updated: March 7, 2021, 9:13 PM IST
32 વર્ષ પહેલાના ગુનાનો આરોપી ઝડપાયો
વલ્લભભાઈની હત્યા તેમના પત્ની સવિતા બેને પોતાના પ્રેમી મનસુખ ભાઈ સાથે મળીને કરી હતી. આ કાકાએ પણ જવાનીમાં ભજવી હતી તેમાં મહત્વની ભૂમિકા
રાજકોટ : આપણે ત્યાં એવું કહેવામાં આવે છે કે, પાપ આચરનાર પાપ છુપાવવા માટે ના ગમે તેટલા પ્રયત્ન કરે તેમ છતાં ગુનો આચરનાર ક્યારેકને ક્યારેક પોલીસના પકડમાં આવી જ જતો હોઈ છે. ત્યારે રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા હત્યાના ગુનામાં વર્ષોથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.
ન્યુઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં રાજકોટ ગ્રામ્ય પોલીસના અધિકારીએ વાતચીત કરતા જણાવ્યું હતું કે, ગોંડલ તાલુકાના અનીડા ભાલોડી ગામે 32 વર્ષ પહેલાં 1989માં વલ્લભ ભાઈ વશરામભાઇ પટેલની કુહાડીના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરવામાં આવી હતી. જે તે સમયે વલ્લભભાઈની હત્યા તેમના પત્ની સવિતા બેને પોતાના પ્રેમી મનસુખ ભાઈ સાથે મળીને કરી હતી. હત્યાના બનાવમાં શામાં ઉર્ફે શામજી કરશનભાઇ કોળી નામના વ્યક્તિએ પણ મદદગારીની ભૂમિકા નિભાવી હતી.
આ પણ વાંચો - શિક્ષકે વિદ્યાર્થીને ક્લાસમાં ખખડાવ્યો, વિદ્યાર્થીએ સ્કૂલ બહાર શિક્ષકને ગોળી મારી દીધી, ઘટના CCTVમાં કેદ ત્યારે વર્ષો થી હત્યાના ગુનામાં મદદગારી કરવાનાં આરોપસર શામાં ઉર્ફે શામજી કરશન ભાઈ કોળી બીલીમોરા ખાતે છુપાયેલો હોવાનો બાતમી મળી હતી. ત્યારે રાજકોટ ગ્રામ્ય પોલીસને મળેલ ચોક્કસ બાતમીના આધારે બીલીમોરા ખાતે થી ઝડપી પાડયો હતો. ત્યારબાદ જરૂરી કાર્યવાહી કરી ગોંડલ તાલુકા પોલીસને હવાલે કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો -
વલસાડ : ચકચારી ઘટના, પત્નીએ આપઘાત કરતા થોડી જ મિનિટમાં પતિએ પણ જીવન ટુંકાવ્યું
ત્યારે આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેમજ તેના રિમાન્ડ પણ માગણી કરવામાં આવશે. રિમાન્ડ દરમિયાન આરોપીની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવશે કે આખરે તે આટલા વર્ષોથી કઈ જગ્યાએ નાસતો ફરતો હતો. અત્યાર સુધીમાં કોને કોને તેને મદદગારી કરી છે. તે સહિતની તમામ બાબતો અંગે તેની પૂછપરછ કરવામાં આવશે. ત્યારે આરોપીની પૂછપરછમાં શું સામે આવે છે તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે. આરોપીને વર્ષો સુધી છૂપાવવામાં મદદ કરનાર અન્ય કોઈ વ્યક્તિની ધરપકડ કરવામાં આવે છે કે કેમ તે જોવું પણ મહત્ત્વનું બની રહેશે.
Published by:
kiran mehta
First published:
March 7, 2021, 9:13 PM IST