રાજકોટ : 'યહા સિર્ફ રાજદીપ કન્સ્ટ્ર્કશન કા રાજ ચલચતા હે, દોબારા મત આના,' રોડ બનાવતી કંપનીના માણસો પર હુમલો


Updated: March 6, 2021, 11:54 AM IST
રાજકોટ : 'યહા સિર્ફ રાજદીપ કન્સ્ટ્ર્કશન કા રાજ ચલચતા હે, દોબારા મત આના,' રોડ બનાવતી કંપનીના માણસો પર હુમલો
રોડ કન્સ્ટ્રક્શન વર્કની ફાઇલ તસવીર

અમને જે લોકોએ માર માર્યો તે લોકોને હું ઓળખતો નથી. ત્યારબાદ આ લોકોએ મને તથા કંપનીના માણસો ને હિન્દીમાં કહ્યું હતું કે, " यहां सिर्फ राजदीप कंस्ट्रक्शन का राज चलता है दोबारा इधर आना मत ",

  • Share this:
રાજકોટ (rajkot) જિલ્લામાં ફરી એક વખત માથાભારે શખ્સોનો આતંક સામે આવ્યો છે. ગોંડલના રીબડા (Ribda) પાસે કોન્ટ્રાક્ટર  (Contractro)અને તેમના કર્મચારીઓને માથાભારે શખ્સો દ્વારા મારી જણાવવામાં આવ્યું છે કે, " યહાં સિર્ફ રાજદીપ construction કા રાજ ચલતા હૈ, દુબારા ઇધર આના મત " સમગ્ર મામલે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવનારા હરીશચંદ્ર નામના વ્યક્તિએ પોલીસને જણાવ્યું હતું કે, હું એવરેસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપર્સ નામની કંપનીમાં paver machine માં ઓપરેટર તરીકે છેલ્લા ત્રણ વર્ષથી નોકરી કરું છું. હાલ કંપની દ્વારા રાજકોટ થી જેતપુર રોડ ઉપર ડામર રોડ બનાવવાનો પ્રોજેક્ટ ચાલુ હોય જેથી હું તથા કંપનીના માણસો કામ કરીએ છીએ.

3 માર્ચ 2021 ના રોજ રાજકોટ થી ગોંડલ જતાં નેશનલ હાઈવે રોડ ઉપર રીબડા ગામ પાસે હાઈવે ઉપર ડામર બનાવવાનું કામ ચાલુ કરેલ હતું. ત્યારે રાત્રીના આશરે 11 થી 11:15 વાગ્યા આસપાસ કામના સ્થળે હાજર હતા. તે દરમિયાન સફેદ કલરની scorpio ગાડી તેમજ બીજી એક ગાડી અમારી પાસે આવી હતી તેમાંથી દરેક માણસો ઉતર્યા હતા. તેમની પાસે હાથમાં લાકડાના ધોકા હતા. હું બીજું કંઈ સમજે તે પહેલા તેઓ મારી પાસે આવી એક સંપ થઇ બેફામ ગાળો દેવા લાગ્યા હતા.

આ પણ વાંચો :  સુરત : વરાછામાં અસામાજિક તત્વોનો આતંક! આઘેડને જાહેરમાં માર માર્યો, બનાવનો Video થયો Viral

તો સાથે જ જોરજોરથી બોલતા મને હિન્દીમાં કહ્યું હતું કે, " यहां हमारा राज चलता है, तुमको कोंट्राक किसने दिया है ", તેમ કહી મને બધા બેફામ આડેધડ રીતે બંને હાથમાં પગમાં વાસમાં લાકડાના ધોકા વડે માર મારવા લાગ્યા હતા. આ દરમિયાન અમારી કંપનીના માણસો મને છોડાવવા વચ્ચે પડતાં તેઓને પણ લાકડાના ધોકા તથા ઢીકા પાટું નો માર મારવામાં આવ્યો હતો.

અમને જે લોકોએ માર માર્યો તે લોકોને હું ઓળખતો નથી. ત્યારબાદ આ લોકોએ મને તથા કંપનીના માણસો ને હિન્દીમાં કહ્યું હતું કે, " यहां सिर्फ राजदीप कंस्ट्रक्शन का राज चलता है दोबारा इधर आना मत ", સમગ્ર મામલે બીજા પહોંચવાના કારણે ગોંડલની સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ ક્રિષ્ના હોસ્પિટલ માં સારવારમાં લાવવામાં આવેલ છે. અને બંને હાથમાં તથા જમણા પગમાં ફેક્ચર પણ થયેલ છે તેમજ મુંઢમાર ની ઈજાઓ પણ પહોંચેલ છે. તેમજ સાથેના માણસોના શરીરે સામાન્ય ઈજાઓ પણ થયેલી છે.આ પણ વાંચો :  રાજકોટ : હોમગાર્ડના જવાનને ચાલુ વાહને પિચકારી મારવી પડી ભારે, બબાલનો LIVE Video વાયરલ

ફરિયાદીએ પોલીસને લેખિત ફરિયાદમાં જણાવ્યું છે કે, રાજકોટથી જેતપુર રોડ બનાવવાનું કામ અમારી કંપની ને મળેલ હોય જેના કારણે રાજદીપ construction ગોંડલ વાળા ઓને આ કામ મળેલના હોય જેનો ખાર રાખી રાજદીપ construction ગોંડલના આશરે દસેક જેટલા માણસો બે ફોર વ્હીલરમાં ગેરકાયદેસર મંડળી રચી એક સંપ થઇ હું તેમજ કંપનીના માણસો કામ કરતા હોય ત્યાં આવી લાકડાના ધોકા તેમજ ઢીકા પાટુંનો માર મારી ફેક્ચર જેવી ઈજા પહોંચાડેલ છે.
Published by: Jay Mishra
First published: March 6, 2021, 11:54 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading