રાજકોટઃ હવે ગંભીર દાઝેલા લોકોને મોતના મુખમાંથી ઉગારી શકાશે

News18 Gujarati
Updated: September 26, 2019, 9:29 PM IST
રાજકોટઃ હવે ગંભીર દાઝેલા લોકોને મોતના મુખમાંથી ઉગારી શકાશે
રાજકોટ સિવિલ હોસ્પિટલની ફાઇલ તસવીર

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં (Rajkot civil hospital) આવેલ બર્ન્સ વિભાગમાં વર્ષમાં 300 જેટલા મેજર બર્નના પીડિતો દાખલ થતાં હોય છે.

  • Share this:
અંકિત પોપટ, રાજકોટઃ દર વર્ષે રાજકોટમાં મેજર બર્ન થયેલા અંદાજીત 200થી પણ પીડિતોના મૃત્યુ થાય છે. જે પાછળનું કારણ છે તેમની ચામડીમાં ફેલાયેલ ઇન્ફેક્શન. ગુજરાતભરમાં (Gujarat) સ્કિનનું દાન (Skin Donation) થઈ શકે તેવી કોઈ સુવિધા પ્રાપ્ય નથી. ત્યારે મેજર બર્ન થયેલા લોકોને અન્ય ચામડી આપી બચાવવા તો કઈ રીતે બચાવવા તે એક યજ્ઞ પ્રશ્ન હતો. ત્યારે આ અંગે રાજકોટમાં (Rajkot)એક નવતર પહેલ થઇ છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં (Rajkot civil hospital) આવેલ બર્ન્સ વિભાગમાં વર્ષમાં 300 જેટલા મેજર બર્નના પીડિતો દાખલ થતાં હોય છે. 60 ટકાથી વધુ ભાગ શરીરનો ભાગ બર્ન થયો હોય તો ડૉક્ટર (doctor)તેને મેજર બર્ન્સ પીડિતમાં તેની ગણતરી કરવામાં આવે છે. ત્યારે ન્યૂઝ18 ગુજરાતી (News18Gujarati)સાથેની વાતચીતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલના સર્જન મનીષ મહેતાએ જણાવ્યું હતું કે 65ટકાથી વધુ જોઈ કોઈ વ્યક્તિનો શરીરનો ભાગ બળી ગયો હોય તો તેને બચાવવો અશક્ય બને છે. ત્યારે રોટરી કલબ દ્વારા આપવામાં આવેલ સ્કિન ડોનેશન મશીનથી અન્ય લોકોની ચામડી જરૂરિયાત મંદને આપી શકાશે. જેથી તેને બચાવવાની શકયતા અનેક ગણી વધી જશે.

ગુજરાતમાં પ્રથમ વખત રાજકોટમાં દેહદાન, ચક્ષુદાન બાદ હવે ચામડીનું દાન લેવામાં અને આપવામાં આવશે. રાજ્યમાં પ્રથમ સ્કિન બેંકનો રાજકોટમાં આજથી પ્રારંભ થયો છે. રોટરી કલબ દ્વારા 50 લાખની કિંમતના અલગ અલગ મશીનરી વસાવી રાજકોટ સિવિલ હોસ્પિટલને અર્પણ કરી આ બેંક શરૂ કરવામાં આવી છે. જેમાં રેફ્રિજરેટર, ડરમેટોકોન, ક્યુબકેર, રેઝર સહિતના સાધનોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ-ગોંડલ નાગરિક સહકારી બેંકના ચેરમેન પદે જયંતી ઢોલની નિમણૂક

સૌરાષ્ટ્ર ભરમાંથી મોટાભાગના બર્ન કેસ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા હોય છે. અને તેમાં પણ 60 %થી વધુ બર્ન શરીર વાતાવરણ અનુકૂળ ન આવતા દર્દીનું મૃત્યુ થતું હોય છે. ત્યારે બર્ન કેસમાં મૃત્યુ આંક ઘટાડવા માટે સ્કિન બેંક શરૂ કરવામાં આવી છે. જેનો ઉપયોગ આવતા દિવસોમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં શરૂ કરવામાં આવશે. અને આ મશીનની અંદર સ્ટોર કરવામાં આવતી સ્કિન 4થી 5 વર્ષ સુધી સાચવી શકાય છે.

ઉલ્લેખનિય છે કે વિશ્વ માં સૌ પ્રથમ સ્કિન બેંક 1950 માં અમેરિકા ખાતે શરૂ કરવામાં આવી હતી અને ગુજરાતમાં પ્રથમ રાજકોટ ખાતે શરૂ કરવામાં આવી છે.
Published by: ankit patel
First published: September 26, 2019, 9:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading