ફંક્શનમાં જવાનું મોડું થઇ ગયુ છે તો આ રીતે ફટાફટ લો ટ્રેન્ડી હેર સ્ટાઇલ, લોકો જોતા રહી જશે

News18 Gujarati
Updated: September 25, 2022, 10:58 PM IST
ફંક્શનમાં જવાનું મોડું થઇ ગયુ છે તો આ રીતે ફટાફટ લો ટ્રેન્ડી હેર સ્ટાઇલ, લોકો જોતા રહી જશે
જાણો આ લેટેસ્ટ હેર સ્ટાઇલ વિશે

stylish hair style: તમારે કોઇ ફંક્શનમાં જવુ છે અને તમારું બહુ મોડુ થાય છે તો આ હેર સ્ટાઇલ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. આ હેર સ્ટાઇલ તમારા લુકમાં ચાર ચાંદ લગાવે છે. આ હેર સ્ટાઇલ તમે ખૂબ જ ઝડપથી ઘરે લઇ શકો છો.

  • Share this:
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: છોકરીઓ હંમેશા એવું ઇચ્છતી હોય છે કે કોઇ પણ ફંક્શનમાં હું બધા કરતા સ્માર્ટ અને સ્ટાઇલીશ દેખાવું. આ માટે છોકરીઓ ફંક્શનમાં જતા પહેલા અનેક પ્રકારની તૈયારીઓ પણ કરતી હોય છે. એમાં પણ ખાસ કરીને જ્યારે કોઇ લગ્નમાં કે પછી કોઇ પણ ફંક્શનમાં જવાનું હોય તો વાળની હેર સ્ટાઇલથી લઇને પગના નખની નેઇલ પોલિશ સુધીની દરેક બાબતોનું ધ્યાન રાખતી હોય છે. આજે અમે તમને કેટલીક ટ્રેન્ડી હેર સ્ટાઇલ વિશે જણાવીશું, જે તમને કોઇ પણ ફંક્શનમાં કરીને જાવો છો તો તમારો વટ પડી જાય છે અને લોકો તમારી સામે જોતા રહી જશે. તો જાણો આ ટ્રેન્ડી હેર સ્ટાઇલ વિશે તમે પણ...

ઓપન હેર


આજકાલ ઓપન હેરની ફેશન બહુ ચાલી રહી છે. ઓપન હેર દરેક લોકોના ફેસ પર સારા લાગતા હોતા નથી. જો તમારો ફેસ ગોળ છે તો તમને ઓપન હેર સારા લાગે છે, આ સાથે જ તમે કેવો મેક અપ કરો છો એ પણ બહુ જરૂરી છે. આમ, જો તમારે ઓફિસથી આવવાનું મોડુ થઇ ગયુ છે અને તમારે ફટાફટ ફંક્શનમાં જવાનું છે તો ઓપન હેર તમારા માટે સૌથી બેસ્ટ છે.

આ પણ વાંચો: તમારા બાળકને પણ ફોન જોવાનો નશો છે?

ફ્રન્ટ સ્ટાઇલિંગ હેર સ્ટાઇલ


આ હેર સ્ટાઇલ દરેક લોકોના ફેસ પર મસ્ત લાગે છે. ફ્રન્ટ સ્ટાઇલિંગ હેર સ્ટાઇલ તમને એક અલગ જ લુક આપે છે. આ હેર સ્ટાઇલ તમારી સુંદરતામાં વધારો કરે છે. આ એક સરળ અને ફટાફટ લેવાય એ ટાઇપની હેર સ્ટાઇલ છે.

પોકર હેર સ્ટાઇલ


પોકર હેર સ્ટાઇલ તમે લગ્નથી લઇને કોઇ પણ નાના ફંક્શનમાં લઇ શકો છો. આ હેર સ્ટાઇલ દરેક છોકરીઓ માટે બેસ્ટ છે. આ હેર સ્ટાઇલ દરેક લોકોના ફેસ પર સારી લાગે છે.

આ પણ વાંચો: શરીરમાં સુગર વધી જાય ત્યારે આ રીતે કરી દો કંટ્રોલ

જો તમે આ હેર સ્ટાઇલ લઇને કોઇ ફંક્શનમાં જાવો છો તો તમારો વટ પડી જાય છે. આ હેર સ્ટાઇલ તમે વેસ્ટર્ન તેમજ ટ્રેડિશનલ સાથે પણ લઇ શકો છો.


હાઇ પોની


તમારો ફેસ ગોળ અને લાંબો છે તો હાઇ પોની હેર સ્ટાઇલ તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. હાઇ પોની તમે વેસ્ટર્ન આઉટફિટ પર લો છો તો બહુ મસ્ત લાગે છે.
Published by: Niyati Modi
First published: September 25, 2022, 10:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading