ઉપવાસમાં બનાવો 'સાબુદાણાની ખીર', પેટ રહેશે તૃપ્ત નહીં લાગે ભૂખ

News18 Gujarati
Updated: July 27, 2020, 6:10 PM IST
ઉપવાસમાં બનાવો 'સાબુદાણાની ખીર', પેટ રહેશે તૃપ્ત નહીં લાગે ભૂખ
સાબુદાણાની ખીર

અમે આપના માટે એવી વાનગીઓ લઇને આવીએ છીએ જેનાંથી આપને પેટમાં ધાપો રહે અને ભૂખ ન લાગે.

  • Share this:
રેસિપી ડેસ્ક: શ્રાવણ મહિનો શરૂ થઇ ગયો છે અને આ સમયમાં ઘણાં ખરાં લોકો ઉપવાસ કરે છે એક ટંક જમે છે ત્યારે બીજા ટંકમાં એવું કંઇ ખાવામાં આવે કે જેથી પેટ તૃપ્ત થઇ જાય અને ભૂખ ન લાગે તો સારુ લાગે. તેથી જ અમે આપના માટે એવી વાનગીઓ લઇને આવીએ છીએ જેનાંથી આપને પેટમાં ધાપો રહે અને ભૂખ ન લાગે.

ચાલો ત્યારે આજે બનાવીએ સાબુદાણાની ખીર

સામગ્રી

1 લીટર દૂધ
100 ગ્રામ સાબુદાણા
150 ગ્રામ ખાંડ1 ટી સ્પૂન ઇલાઇચી પાવડર
કાજુ, પિસ્તા બદામનાં જીણા ટુકડા
કેસરનાં 3-4 તાંતણા

રીત:
-સાબુદાણાની ખીર બનાવતાં પહેલાં એક-બે કલાક સાબુદાણા પલાળી દો.
-હવે દૂધને ગરમ કરીને તેને સારી રીતે ઉકળવા દો. ધીરે-ધીરે દૂધ ઊકળવા લાગે અને એમાં ચાર-પાંચ ઊભરા આવે એટલે સાબુદાણા ઉમેરો.
- આ સમયે દૂધને સતત હલાવતા રહો. સાબુદાણા બરાબર ગળી જવા દો. પછી એમાં ખાંડ ઉમેરો. ખીર ઘટ થવા માંડે અને સાબુદાણા એકદમ પારદર્શક થઈ જાય એટલે ગેસ પરથી નીચે ઉતારી લો.
-કેસરને થોડા પાણીમાં ઘોળો. હવે ખીરમાં સમારેલો સૂકો મેવો, એલચીનો પાઉડર અને કેસર ભેળવો. સજાવટ માટે ખીર પર તમે ઇચ્છો તો કાજુ અને પીસ્તાંના ટુકડા ભભરાવી શકો છો.
-એક અલગ વાટકીમાં થોડુક દૂધ લઈને તેમાં કેસર નાંખીને તેને ઓગળવા દો. બાદમાં આ દૂધને ખીરમાં મિક્સ કરી લો.
-આ ગરમ ગરમ ખીર સર્વ કરો. આ ખીર ખાઇને પેટ અને મન બંને તૃપ્ત થઇ જશે.
Published by: Margi Pandya
First published: July 27, 2020, 6:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading