શ્રાવણ સ્પેશલ: ઘરે બનાવો ખજૂર કેળાનો સ્વાદિષ્ટ શેક

News18 Gujarati
Updated: July 21, 2020, 5:46 PM IST
શ્રાવણ સ્પેશલ: ઘરે બનાવો ખજૂર કેળાનો સ્વાદિષ્ટ શેક

  • Share this:
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: શ્રાવણ મહિનાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે આ સમયે ઘણાં લોકો ઉપવાસ કરે છે. આ ઉપવાસમાં એવી ચીજ ખાવી જોઇએ કે એક ટાઇમ તમારું પેટ ભરેલુ રહે અને તમે આ માટે હેલ્ધી ફૂડ ખાવો. ત્યારે ચાલો બનાવતા શીખીએ ખજૂર કેળાનો સ્વાદિષ્ટ શેક

સામગ્રી

2 પાકા કેળા

10 ખજૂર
4-5 કાજુ
4-5 બદામ2 ગ્લાસ દૂધ
ખાંડ (જરૂર લાગે તો )

રીત
-સૌ પ્રથમ એક બાઉલમાં કેળાનાં નાના નાના ટુકડા કરો. અને તેમાં ઠડિયા કાઢીને ખજૂરની પેશીઓ પણ ઉમેરો
-હવે ખજૂર અને કેળાની અંદર બે ગ્લાસ દૂધ ઉમેરી તેને મિક્ચરમાં મિક્સ કરી લો.
-આ મિશ્રણને ટેસ્ટ કરો. જો તમને ખાંડની જરૂર લાગે તો જ ઉમેરો. અને બને તો ખડી શાકરનો ઉપયોગ કરો.
-તેમાં કાજૂ અને બદામનાં ટુકડા ઉમેરો. અને તેનાંથી ગાર્નિશ કરીને સર્વ કરો.
-આ શેક પીવાથી શરીરમાં એનર્જી લેવલ પણ વધશે અને ભુખ પણ નહીં લાગે.

આ શ્રાવણ મહિનામાં હેલ્ધી અને ફિટ રહેવા માટે જો થોડુ ધ્યાન રખવામાં  આવે તો ફાયદો થશે. આવી હેલ્ધી વસ્તુઓ ખાવાથી ભુખ તો નહીં જ લાગે સાથે એનર્જી પણ રહેશે.
Published by: Margi Pandya
First published: July 21, 2020, 5:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading