રાજ્યમાં 24 કલાકમાં Coronaના 1118 કેસ, 1140 દર્દી સાજા થયા, વધુ 23 દર્દીનાં મોત

News18 Gujarati
Updated: August 11, 2020, 8:27 PM IST
રાજ્યમાં 24 કલાકમાં Coronaના 1118 કેસ, 1140 દર્દી સાજા થયા, વધુ 23 દર્દીનાં મોત
પ્રતિકાત્મક તસવીર

આજે એક જ દિવસમાં 41,667 ટેસ્ટ કરવામાં આવ્યા, જાણો ક્યા જિલ્લામાં કેટલા કેસ નોંધાયા

  • Share this:
રાજ્યમાં 11મી ઑગસ્ટે કોરોના વાયરસના 1118 નવા કેસ પોઝિટિવ (11 august Gujarat corona cases) નોંધાયા છે, જ્યારે 1140  દર્દીઓ સાજા થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. 24 કલાક દરમિયાન રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં કોરોના વાયરસના (gujarat covid deaths)  દર્દીનાં મોત થયા છે. દરમિયાન રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો ને 73238એ પહોંચી ગયો છે.

દરમિયાન પાછલા 24 કલાકમાં સુરતમાં 236, અમદાવાદમાં 150. વડોદરામાં 111, રાજકોટમાં 87, જામનગરમાં 44, ભરૂચમાં 40, ભાવનગરમાં 55, પંચમહાલમાં 35, અમરેલીમાં 30, મહેસાણામાં 29, ગીરસોમનાથમાં 28, મોરબીમાં 27, કચ્છમાં 23, દાહોદમાં 2, વલસાડમાં 22, ગાંધીનગરમાં 30. ખેડામાં 17, જૂનાગઢમાં 19, સુરેન્દ્રનગરમાં 15, પાટણમાં 14, આણંદમાં 10

આ પણ વાંચો :  પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. પ્રણવ મુખર્જીની તબિતયત નાજૂક, આર્મી હૉસ્પિટલે આપી જાણકારી

મહીસાગરમાં 11, નવસારીમાં 10, બોટાદ-નર્મદામાં 9-9, સાબરકાંઠામાં 8, દેવભૂમિ દ્વારકામાં 7, બનાસકાંઠામાં 6, છોટાઉદેપુરમાં 4, પોરબંદરમાં 4, તાપીમાં 4, અરવલ્લીમાં 3 મળીને કુલ 1118 પોઝિટિવ કેસ નોંધાયા છે.

24 કલાક દરમિયાન રાજ્યમાં સુરતમાં 10, રાજકોટમાં 4, અમદાવાદમાં 3, પાટણમાં 2, વડોદરામાં 2, ભાવનગરમાં 1, વલસાડમાં 1 કુલ 23 મોત થયા છે. અત્યારસુધીમાં રાજ્યમાં મોતનો આંકડો 2697 પર પહોંચ્યો છે. જ્યારે રાજ્યમાં કુલ 14125 એક્ટિવ કેસ છે, આ પૈકીના 79 દર્દીઓ વેન્ટીલેટર પર છે. જ્યારે અત્યારસુધીમાં 56416 દર્દીઓને રજા આપી દેવામાં આવી છે.આ પણ વાંચો :   અમદાવાદ : 1 Km રોડમાં 51 ખાડા, તંત્રની લાલિયાવાડીની ચાડી ખાતી તસવીરો

રશિયાએ રસી શોધી

Published by: Jay Mishra
First published: August 11, 2020, 8:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading