રાજ્યમાં 24 કલાકમાં Coronaના 1152 નવા કેસ, 18નાં મોત, 977 દર્દીઓ સાજા થયા

News18 Gujarati
Updated: August 12, 2020, 8:23 PM IST
રાજ્યમાં 24 કલાકમાં Coronaના 1152 નવા કેસ, 18નાં મોત, 977 દર્દીઓ સાજા થયા
પ્રતિકાત્મક તસવીર

વડાપ્રધાન મોદીની સૂચક ટકોર બાદ રાજ્યમાં આજે ટેસ્ટની સંખ્યામાં હનુમાન કૂદકો જોવા મળ્યો, જાણો ક્યા જિલ્લામાં કેટલા નવા કેસ નોંધાયા

  • Share this:
રાજ્યમાં 12મી ઑગસ્ટે કોરોના વાયરસના 1152 નવા કેસ પોઝિટિવ (11 august Gujarat corona cases) નોંધાયા છે, જ્યારે 977  દર્દીઓ સાજા થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. 24 કલાક દરમિયાન રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં કોરોના વાયરસના (gujarat covid deaths) 18 દર્દીનાં મોત થયા છે. દરમિયાન રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો ને 74390એ પહોંચી ગયો છે.

રાજ્યમાં કોરોનાના નવા કેસોમાં સુરતમાં 272, અમદાવાદમાં 159, વડોદરામાં 119, રાજકોટમાં 95, અમરેલીમાં 35, ભાવનગરમાં 46, જામગનરમાં 38, જુનાગઢમાં 19, ગાંધીનગરમાં 30, પંચમહાલમાં 34, મહેસાણામાં 32, ગીરસોમનાથમાં 27, કચ્છમાં 27, સુરેન્દ્રનગરમાં 27, ભરૂચમાં 25, દાહોદમાં 21, મોરબીમાં 21, ખેડામાં 16, આણદ, નવસારીમાં 13-13, નર્મદા સાબરકાંઠામાં11-11, પાટણમાં 10, કેસ નોંધાયા છે.

જ્યારે બનાસકાંઠામાં 8, બોટાદમાં 6, તાપીમાં 6, અરવલ્લીમાં4, પોરબંદરમાં 3, છોટાઉદેપુરમાં 2, મહીસાગરમાં 2 અને દેવભૂમિ દ્વારકામાં 1 કેસ મળીને કુલ 1152 નવા કેસ નોંધાયા છે. જ્યારે 977 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.

આ પણ વાંચો :  શ્રેય હૉસ્પિટલ fire case : Coronaના 8 દર્દીને ભરખી જનાર અગ્નિકાંડમાં ટ્રસ્ટી ભરત મહંતની ધરપકડ

રાજ્યમાં રાજકોટમાં 6, અમદાવાદમાં 4, સુરતમાં 5, વડોદરામાં 2, તાપીમાં 1 મળીને કુલ 18 મૃત્યુ થયા છે. અત્યારસુધીમાં રાજ્યમાં કુલ 2715 દર્દીઓનાં મૃત્યુ થઈ ગયા છે. રાજ્યમાં હાલમાં 14282 એક્ટિવ કેસ છે. જે પૈકીના 75 દર્દીઓ વેન્ટીલેટર પર છે. આ દર્દીઓ પૈકીના 14027 દર્દીઓ સ્ટેબલ છે. અત્યારસુધીમાં રાજ્યમાં 5793 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
રેકોર્ડબ્રેક ટેસ્ટ

રાજ્ય સરકારના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 50,124 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેના કારણે પર મિલિનય 771 ટેસ્ટનો દર ગુજરાત રાજ્યએ મેળવ્યો છે. જ્યારે રાજ્યમાં સાજા થવાનો દર 77.15 ટકાએ પહોંચ્યો છે.

આ પણ વાંચો :  Janmashtmi 2020 : ઘરબેઠા જુઓ રણછોડરાયજી મંદિરના કૃષ્ણજન્મોત્સવની તૈયારી, અદભુત તસવીરો
Published by: Jay Mishra
First published: August 12, 2020, 8:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading