અમદાવાદ સિવિલમાં કેન્સરના દર્દીઓ માટે 10થી 15 દિવસનું વેઈટિંગ લિસ્ટ


Updated: December 18, 2019, 7:03 PM IST
અમદાવાદ સિવિલમાં કેન્સરના દર્દીઓ માટે 10થી 15 દિવસનું વેઈટિંગ લિસ્ટ
ફાઈલ તસવીર

કેન્સરના અપેક્ષિત મૃત્યુદર મામલે ગુજરાત આઠમા સ્થાને આવ્યું છે છેલ્લાં 5 વર્ષમાં 20 ટકા કેસ વધીને 40 હજારને પાર પહોંચ્યા છે. અમદાવાદના આશરે 10 ટકા બાળકો કેન્સરપીડિત છે. આ સાથે 20થી 30 વર્ષની યુવતીઓ સિગરેટ પીવાને કારણે કેન્સરનો ભોગ બની રહી છે.

  • Share this:
અમદાવાદની (Ahmedabad) સિવિલ હોસ્ટિપલમાં (Civil hospital) સારવાર લઈ રહેલાં વિજયભાઈ છેલ્લાં 15 દિવસથી પથારીવશ છે. વિજયભાઈ સોમનાથના રહેવાસી છે અને અચાનક મોંઢું ખુલતુ ન હોવાને કારણે તેમણે સોમનાથના (somnath) સ્થાનિક દવાખાનામાં તપાસ કરાવી જ્યાંથી વિજયભાઈને રાજકોટ રિફર કરવામાં આવ્યા પરંતુ રાજકોટમાં પણ દવાના મળતા વિજયભાઈ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવી ગયા. જ્યાંથી તેમને 3 દિવસ બાદ રજા અપાશે. વિજયભાઈ આ વાતને લઈને ખુશ છે પરંતુ તેઓ દુખી પણ છે કે તેમને કેન્સર થયું હતું.

કેન્સર થવાના કારણ અંગે વિજયભાઈએ ન્યૂઝ18ને જણાવ્યું કે તેઓ છેલ્લાં 2 વર્ષથી માવો ખાતા હતા દિવસમાં 2 માવા વગર તેમને ચાલતું નહોતુ પરિણામ એ આવ્યું કે માવાને કારણે તેમનું જડબું ખુલતું બંધ થઈ ગયું અને તેમને કેન્સરનો (Cancer patients) ભોગ બનવું પડયું.

આ પણ વાંચોઃ-બંદૂકની અણીએ બે સગા ભાઈઓએ મહિલા સાથે કર્યો ગેંગરેપ, પતિને મોકલ્યો Video

અમદાવાદમાં બાળકો પણ હવે કેન્સર પીડિત
માવો ખાવાની આદતે વિજયભાઈને આ દિવસો આપ્યા છે. પરંતુ વિજયભાઈ જેવાં કેટલાંય દર્દીઓ છે જેઓ તમાકુ અને ગુટખાને આદત બનાવી ચૂક્યા હોય અને કેન્સરના ભોગ બન્યા હોયએટલું જ નહીં કેન્સર સિવિલ હોસ્પિટલના ડાયરેક્ટર શશાંક પંડયાના કહેવા પ્રમાણે હવે તો યંગસ્ટ્સમાં પણ કેન્સરનો રિપોર્ટ વધ્યો છે.

આ પણ વાંચોઃ-અમદાવાદ સિવિલમાં કેન્સરના દર્દીઓ માટે 10થી 15 દિવસનું વેઈટિંગ લિસ્ટખાસ કરીને 15થી નાની ઉંમરના બાળકો નાની ઉંમરે ગુટખા ખાતા શીખ્યા છેજેને કારણે અમદાવાદના આશરે 10 ટકા બાળકો કેન્સરપીડિત છે. આ સાથે 20થી 30 વર્ષની યુવતીઓ સિગરેટ પીવાને કારણે કેન્સરનો ભોગ બની રહી છે. આ અંગે સિવિલ હોસ્પિટલનાં ડાયરેક્ટર શશાંક પંડયાનું કહેવું છે કે હજુ સુધી પુરુષોમાં જાગૃત્તતા આવી નથી બીજી તરફ યુવા વર્ગ વ્યસનના રવાડે ચડી રહ્યો છે જેને કારણે અમદાવાદમાં કેન્સરનાં રોગ વધી રહ્યા છે.

આ પણ વાંચોઃ-5 લાખ રૂપિયા સુધી ઈનકમ ટેક્સ ફ્રી, FICCIએ સરકરાને આપ્યા સૂચન

પતિને સ્મોકિંગ કરતો હોય તો પત્નીને થઈ શકે છે કેન્સર
એવું નથી હોતું કે જો કોઈ પત્ની સિગારેટ ના પીવે તો તેને કેન્સર થવાની શક્યતાઓ નથી મેડિકલમાં અનેક એવાં કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં ડોક્ટરના કહેવા પ્રમાણે જો સ્મોકિંગ કરતાં કોઈપણ વ્યક્તિ પાસે વ્યક્તિ ઉભી રહે તો સિગારેટનો ધુમાડો વ્યક્તિનાં શ્વાસોચ્છવાસમાં જાય છે જેને કારણે જે તે વ્યક્તિને કેન્સર થવાની શક્યતાઓ વધી જાય છે આવાં સંજોગોને મેડિકલ ભાષામાં પેસીસ સ્મોકિંગ કહેવામાં આવે છેકેન્સર એટલે તો કેન્સલ. આ વાક્ય મેડિકલ ક્ષેત્રે શોધાયેલી અવનવી ટેક્નોલોજીને કારણે ખોટું પડી રહ્યું છે પરંતુ સત્ય હકીકત એ છે કે વ્યક્તિને કેન્સર શેમાંથી થાય છે તેની ખબર હોવા છતાં પણ બિન્દાસ્ત વ્યસન કરતાં જોવા મળે છે જે માનવજીવનનું ભોગ લઈ રહ્યું છે.
First published: December 18, 2019, 6:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading