અમદાવાદ : હત્યાની કોશિશ, લૂંટ જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલો દીપુ સિંધી ઝડપાયો


Updated: August 13, 2020, 6:25 PM IST
અમદાવાદ : હત્યાની કોશિશ, લૂંટ જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલો દીપુ સિંધી ઝડપાયો
આ સિવાય પણ આરોપી દીપક ઉર્ફે દીપુ સિંધી રાજકોટ, ભુજ, ભાવનગર, રાજકોટ અને ભાવનગર જેલમાં 5 વખત પાસા ભોગવી ચૂકેલ છે.

આ સિવાય પણ આરોપી દીપક ઉર્ફે દીપુ સિંધી રાજકોટ, ભુજ, ભાવનગર, રાજકોટ અને ભાવનગર જેલમાં 5 વખત પાસા ભોગવી ચૂકેલ છે.

  • Share this:
અમદાવાદ : શહેર ક્રાઇમ બ્રાન્ચે હત્યાની કોશિશ અને લૂંટ જેવા ગંભીર ગુનાના આરોપી દીપક ઉર્ફે દીપુ સિંધીની ધરપકડ કરી છે. આરોપીએ વાડજમાં લૂંટના ગુનાને અંજામ આપ્યો હતો. પોલીસે લૂંટમાં ગયેલા કેમેરા અને મોબાઇલ ફોન પણ જપ્ત કર્યા છે.

આરોપીએ અત્યાર સુધીમાં અનેક ગંભીર ગુનાને અંજામ આપ્યો છે. જો આરોપીના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો વર્ષ 2014માં ઓઢવ વિસ્તારમાં લૂંટ અને મારા મારીના ગુનામાં, તથા વર્ષ 2016માં સોલા પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશના ગુનામાં, વર્ષ 2016 અને 2018માં સોલા પોલીસ સ્ટેશનમાં મારા મારીના ગુનામાં, વર્ષ 2018માં રાણીપ પોલીસ સ્ટેશનમાં લૂંટ અને મારા મારીનો ગુનો, વર્ષ 2019માં સોલા પોલીસ સ્ટેશનમાં અટ્રો સિટીના ગુનામાં, ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં લૂંટ અને મારા મારીના ગુનામાં પણ પકડાઈ ચૂકેલો છે.

જો કે આ સિવાય પણ આરોપી દીપક ઉર્ફે દીપુ સિંધી રાજકોટ, ભુજ, ભાવનગર, રાજકોટ અને ભાવનગર જેલમાં 5 વખત પાસા ભોગવી ચૂકેલ છે.

હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ તે અંગે વધુ તપાસ શરૂ કરી છે. જોકે તપાસ દરમિયાન અન્ય ગુનાના ભેદ પણ ઉકેલાય તેવી શક્યતા છે.
Published by: kiran mehta
First published: August 13, 2020, 6:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading