અમદાવાદ: ખાસ મિત્ર સાથે ઝઘડો કરનારા યુવાનની કરી હત્યા, ગળા પર છરીનાં ઘા ઝીંક્યા


Updated: August 14, 2020, 9:44 AM IST
અમદાવાદ: ખાસ મિત્ર સાથે ઝઘડો કરનારા યુવાનની કરી હત્યા, ગળા પર છરીનાં ઘા ઝીંક્યા
અંગત ઝઘડામાં મિત્રએ કર્યું મર્ડર

મેઘાણીનગર વિસ્તારમાં મિત્રની સાથેના ઝઘડાનું ઉપરાણું લઈ મિત્રએ યુવાનને છરી ના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી છે. 

  • Share this:
અમદાવાદ શહેરમાં દરરોજ ક્રાઇમનાં કિસ્સામાં ધરખમ વધારો થઇ રહ્યો છે. ગૂનેગારો ગૂનાઓને  અંજામ આપીને જાણે પોલીસને પડકાર ફેંકી રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે.  અમદાવાદ શહેરમાં અમરાઈવાડી, વેજલપુર અને નિકોલ બાદ હવે મેઘાણીનગર વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. મિત્રની સાથેના ઝઘડાનું ઉપરાણું લઈ યુવાનને છરી ના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી છે.

કલાપી નગર માં રહેતા વિઠ્ઠલભાઈ પરમાર એ પોલીસ ફરિયાદ આપી છે કે ગુરૂવારે બપોરના સમયે તેઓ ઘરે હાજર હતા તે દરમિયાન તેમની પડોશ માં રહેતા અમરતભાઈ તેમના ઘરે આવ્યા હતા. અને ફરિયાદીના દીકરા કેતનનો બહાર ઝઘડો ચાલી રહ્યો હોવાની જાણ કરી હતી. જેથી ફરિયાદી તરત જ ચાલીમાં બહાર પહોંચ્યા હતા. જ્યાં તેજસ ઉર્ફે તેજુ, જીતુ મહેરિય અને તેના પત્ની કેતન સાથે ઝઘડો કરી રહ્યાં હતાં. તેને બિભત્સ ગાળો આપી રહ્યા હતા. એટલું જ નહીં ઝઘડો એ હદે વધી ગયો હતો કે, જીતુભાઈએ કેતન ની ફેટ પકડી લીધી હતી.

જ્યારે તેજસ ઉર્ફે તેજુ એ કેતનને કાનની નીચેના ભાગે છરી મારી દીધી હતી. અને ફરિયાદીને  લઈ જાઓ તમારા દીકરાને તેમ કહીને ત્યાંથી રવાના થઈ ગયા હતા.

આ પણ વાંચો- અમદાવાદઃ જન્માષ્ટમીની રજા બાદ સોના-ચાંદીમાં તોતિંગ કડાકો, જાણો નવા ભાવ

આ ધટના બાદ આસપાસ માં લોકો ભેગા થઈ ગયા હતાં અને તેમણે 108 ને જાણ કરી હતી. કેતનને લોહીલુહાણ હાલત માં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.

આ પણ વાંચો- અમદાવાદઃ પત્નીએ ખાધા હતા સોગંધ, લગ્નના 22 માસ બાદ પણ 'સુહાગરાત' ન્હોતી મનાવી, તો પતિએ કર્યું 'આવું'આ આખી ઘટનાની જાણ પોલીસને કરતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતો. ફરિયાદ નો આરોપ છે કે કેતનને તેના મિત્ર રાહુલ સાથે ઝઘડો થયો હતો અને તેનું ઉપરાણું લઈ ને આરોપી ઓએ કેતન સાથે ઝઘડો કર્યો હતો. હાલ માં પોલીસએ કેતન અને તેનાં પિતા અને માતા વિરુદ્ધમાં ગૂનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
Published by: Margi Pandya
First published: August 14, 2020, 8:16 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading