અમદાવાદ સિવિલની ઘોર બેદરકારી : અંતિમસંસ્કાર બાદ જાણ કરાઇ કે દર્દીની તબિયત સારી છે

News18 Gujarati
Updated: May 31, 2020, 2:58 PM IST
અમદાવાદ સિવિલની ઘોર બેદરકારી : અંતિમસંસ્કાર બાદ જાણ કરાઇ કે દર્દીની તબિયત સારી છે
બીજા દિવસે બપોરે મૃત્યુંના સમાચાર આવે છે અને તે જ દિવસે અંતિમ સંસ્કાર પણ કરવામાં આવે છે.

બીજા દિવસે બપોરે મૃત્યુંના સમાચાર આવે છે અને તે જ દિવસે અંતિમ સંસ્કાર પણ કરવામાં આવે છે.

  • Share this:
અમદાવાદ : શહેરમાં જ્યારે કોરોનાનો કહેર વધી રહ્યો છે ત્યારે અમદાવાદ સિવિલની અન્ય એક ઘોર બેદરકારી સામે આવી છે. નિકોલ વિસ્તારમાં રહેતા એક દર્દી દેવરામભાઇ ભીસીકરને કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા 28મી તારીખે સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. જે બાદ બીજા દિવસે બપોરે મૃત્યુંના સમાચાર આવે છે અને તે જ દિવસે અંતિમ સંસ્કાર પણ કરવામાં આવે છે. આ પરિવારને અંતિમ સંસ્કાર પહેલા પણ દર્દીનું મો પણ જોવા દેવામાં નથી આવતુ. બીજા દિવસે સવારે ફરીથી ફોન આવે છે કે, દર્દીની તબિયત સાજી થતા તેમને જનરલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવે છે. ત્યારે પરિવાર પણ અસમંજસમાં મુકાઇ જાય છે કે , તેમનું સ્વજન જીવે છે કે નહીં.

પરિવાર અસમંજસમા હતો

ન્યૂઝ18ગુજરાતીએ દેવરામભાઇનાં પરિવાર સાથે વાત કરી ત્યારે તેમણે પોતાની વ્યથા જણાવતા કહ્યું કે, અમે હજી અસમંજસમાં છીએ કે, અમારા ઘરનાં મોભી જીવે છે કે નહીં, અમે જેના અંતિમસંસ્કાર કર્યા તે કોણ હતુ. પરિવારનાં મોટા જમાઇ જણાવે છે કે, 28મી તારીખે અમારા સ્વજનને સિવિલ હૉસ્પિટલમાં દાખલ કર્યા હતાં. જે બાદ બીજા દિવસે બપોરે 2.55 કલાકે તેમનું મૃત્યું થયાનાં સમાચાર આવે છે. જેથી અમે પરિવારનાં બે જણ બપોરે ચાર વાગે જઇને તેમના અંતિમ સંસ્કાર કરીએ છીએ. આવા દુખદ સમાચારથી આખા પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હોય છે.

અંતિમસંસ્કાર બાદ દર્દી સાજા થયાનો ફોન આવ્યો

તો બીજા દિવસે સવારે હૉસ્પિટલમાંથી ફરીથી ફોન આવે છે કે, તમારા સ્વજનની તબિયત સારી છે એટલે તેમને અમે જનરલ વોર્ડમાં શિફ્ટ કર્યા છે. આ સાંભળતા બધાનાં પગ તળેથી જાણે જમીન ખસી જાય છે કે અમે ગઇકાલે કોના અંતિમ સંસ્કાર કરી આવ્યાં. આ સાંભળીને મારા સાસુની તબિયત ખરાબ થઇ જાય છે. માંડ માંડ બધાને સંભાળીને અમે હૉસ્પિટલમાં જઇ પૂછપરછ કરીએ છીએ કે અમારા સ્વજન ક્યાં છે. તો જવાબ આપે છે કે, તમે ગઇકાલે તો તેમના અંતિમસંસ્કાર કર્યા છે. સવારે ફોન ભૂલથી આવ્યો હશે. આ બધા બાદ અમે ઘરે પહોંચીએ છીએ તેના થોડા જ સમયમાં ફરીથી ફોન આવે છે કે, તમારા સ્વજનનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને તેમની તબિયત હવે સારી છે. આ સાંભળતા ફરીથી અમે બધા ચિંતામાં મુકાઇ ગયા હતાં અને ફરીથી હૉસ્પિટલ ગયા ત્યાં ફરીથી અમને એના એ જ જવાબ મળ્યાં હતાં.

આ પણ વાંચો- અમદાવાદ : કાઉન્સિલર ઈકબાલ શેખનો ગંભીર આરોપ, 'AMCનું આરોગ્ય વિભાગ એક્સપાઇરી વાળી દવાઓ આપે છે'અમદાવાદ સિવિલ હૉસ્પિટલ, કેન્સર હૉસ્પિટલ, ડાયરેક્ટર , ડૉ. શશાંક પંડયા સાથેની વાતચીતમાં તેમણ જણાવ્યું કે , સિવિલ હૉસ્પિટલમાં આ દર્દી આવ્યાં ત્યારે તેમની સુગર 500 જેટલી હતી. તેના કારણે જ તેમનું મોત થયું હતું. આ દર્દીનો કોરોના રિપોર્ટ પેન્ડિંગ હોવાને કારણે તેમની ક્રિયાવિધિ કોરોનાના દર્દી તરીકે જ કરવામાં આવે છે. તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો તે અંગેની તેમને જાણ કરી દીધી હતી.
Published by: Kaushal Pancholi
First published: May 31, 2020, 1:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading