અમદાવાદ : કોરોનાના કહેરમાં પત્નીએ કપડાં, હાથપગ ધોવાનું કહેતા પતિએ છૂટું કૂકર માર્યું માથામાં અને...


Updated: August 12, 2020, 8:35 AM IST
અમદાવાદ : કોરોનાના કહેરમાં પત્નીએ કપડાં, હાથપગ ધોવાનું કહેતા પતિએ છૂટું કૂકર માર્યું માથામાં અને...
પ્રતિકાત્મક તસવીર

કોરોનાનો કહેર ચાલતો હોવાથી બહારથી આવેલા પતિને કપડા અને હાથ પગ ધોવાનું કહેતા થયેલા ઝઘડામાં પતિએ પત્નીને કુકરનુ ઢાંકણું મારી દીધું. 

  • Share this:
અમદાવાદ : શહેરના નિકોલ વિસ્તારમાં પતિ પત્ની (husband wife) વચ્ચેનો ઝઘડો પોલીસ સ્ટેશન સુધી પહોચ્યો છે. કોરોનાનો કહેર ચાલતો હોવાથી બહારથી આવેલા પતિને કપડા અને હાથ પગ ધોવાનું કહેતા થયેલા ઝઘડામાં પતિએ પત્નીને કુકરનુ ઢાંકણું મારી દીધું.

નિકોલ વિસ્તારમાં રહેતી એક મહિલાએ તેના પતિ અને સાસુ વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. મહિલાનો આરોપ છે કે, એસએસબી ફોર્સમાં નોકરી કરતા તેનો પતિ જ્યારે પણ રજા પરથી ઘરે આવે ત્યારે તેના સાસુની ચડામણીને કારણે તેને નાની નાની બાબતોમાં મારઝૂડ કરે છે.

આ પણ વાંચો - સાવધાન : અમદાવાદમાં ડુપ્લીકેટ ચાવી બનાવવાવાળો ઘરનાં લોકરમાંથી પરિવારની હાજરીમાં જ ચોરી ગયો લાખો રૂપિયા

10 મી ઓગસ્ટના દિવસે તેનો પતિ બહારથી ઘરે આવ્યા તે સમયે કોરનાના કહેરના કારણે ફરિયાદી પત્નીએ તેના પતિને કપડા તેમજ હાથપગ ધોવા માટે કહ્યું હતું. જોકે, આ દરમિયાન ફરિયાદીનો પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને બીભત્સ શબ્દો બોલવા લાગ્યો હતો. ફરિયાદીએ ગાળો બોલવાની ના કહેતા તેણે રસોડામાંથી કુકરનું ઢાંકણું લઈ આવીને ફરિયાદીને માથામાં માર્યું હતું.

આ પણ જુઓ - 
જોકે ફરિયાદીને માથાના ભાગમા ઈજા પહોંચી હોવા છતાં તેના પતિ એ તેને ઘરની બહાર મોકલેલ નહિ. પરંતુ આજે તેમના પતિ નાહવા મટે ગયા તે દરમિયાન ફરિયાદી એ તેમના પિતાને સમગ્ર ઘટનાની જાણ કરી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતાં.  પોલીસે હાલમાં મહિલાની ફરિયાદ નોંધી ને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો - બેંગલુરુમાં આપત્તિજનક પોસ્ટને લઈ ભડકી હિંસા, ફાયરિંગમાં 2 લોકોનાં મોત, 60 ઘાયલS
Published by: Kaushal Pancholi
First published: August 12, 2020, 8:35 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading