નવા ટેરર મોડ્યુલનો પર્દાફાશ: અમદાવાદમાં 20 માર્ચે લાગેલી આગના તાર આતંકીઓ સાથે જોડાયા

News18 Gujarati
Updated: April 7, 2021, 1:14 PM IST
નવા ટેરર મોડ્યુલનો પર્દાફાશ: અમદાવાદમાં 20 માર્ચે લાગેલી આગના તાર આતંકીઓ સાથે જોડાયા
આગ લાગ્યાનાા સીસીટીવી દ્રશ્યો

આગચંપી કરવા માટે દોઢ લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. આ રુપિયા તેને આંગડિયાથી મુંબઇ- દુબઇથી મોકલાયાનું તપાસમાં સામે આવ્યું છે.

  • Share this:
અમદાવાદની (Ahmedabad) કાલુપુર રેવડી બજારમાં (Kalupur Revadi Bajar) 20 માર્ચના રોજ પાંચ દુકાનોમાં આગ (fire) લાગી હતી. જેમાં આતંકી (terror) ષડયંત્રનો ખુલાસો થયો છે.  અમદાવાદ ક્રાઇમ બ્રાંચને (Ahmedabad Crime branch) મોટી સફળતા મળી છે. ક્રાઇમ બ્રાંચે નવા ટેરર મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. આગચંપી બાદ પ્રવિણ નામના વ્યક્તિને હવાલાના માધ્યમથી દુબઇમાંથી રૂપિયા પણ ચૂકવવામાં આવ્યાં હતા. આ કેસમાં ક્રાઇમ બ્રાંચ દ્વારા બે વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે. આ આરોપીઓએ પીપીઇ કિટ પહેરીને આગ રેવડી બજારમાં આગ લગાવી હતી. જેનાથી તેમની ઓળખ ઉભી ન થાય. બીજી બાજુ તેઓ ડરનો માહોલ ઉભો કરી શકે.

ફેસબૂકના માધ્યમથી આતંકી નાના ક્રમીનલ્સ સુધી પહોંચે છે

ક્રાઇમબ્રાંચની પ્રેસ કોન્ફરન્સમાં જોઇન્ટ સીપી, પ્રેમવીરસિંહના જણાવ્યા પ્રમાણે, પ્રવિણ ફેસબૂકના માધ્યમથી બાબા પઠાણના વ્યક્તિના સંપર્કમાં આવ્યો હતો.

બાબા પઢાણે પ્રવિણને પહેલા તો હત્યા કરવા માટે ઉપસાવેલો. બાબાએ કહ્યું હતું કે, પોતાના વિસ્તારમાં તું કોઇની હત્યા કરી નાંખ. તે માટે પહેલા પ્રવિણ મધ્યપ્રદેશ ગયો અને હથિયાર લઇને ત્યાંથી પરત આવતો હતો ત્યારે પોલીસ તપાસ દરમિયાન પકડાઇ ગયો હતો.  તેની પર આર્મ્સ એક્ટનો કેસ દાખલ થયો હતો.

હત્યા કરવામાં સફળ ન થતા આગચંપીનું કામ સોંપાયુ

તે પછી બાબએ ફરીથી પ્રવિણને કહ્યું કે, તું બીજું કામ કર, ભીડવાળી જગ્યા પર આગ અકસ્માતનું કામ કર. તે અનુસંધાને તેણે અમદાવાદના રેવડી બજારમાં આગ લગાવી હતી.દુબઇથી આંગડિયા મારફતે રૂપિયા પહોંચાડ્યા હતા

પ્રવિણને બાબાએ પહેલા હથિયાર ખરીદવા માટે 25 હજાર રૂપિયા પેટીએમના માધ્યમથી મોકલાવેલા. ત્યારબાદ તેને આગચંપી કરવા માટે દોઢ લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. આ રુપિયા તેને આંગડિયાથી મુંબઇ- દુબઇથી મોકલાયાનું તપાસમાં સામે આવ્યું છે.

 ટેરરનું નવું મોડ્યુલ ઉભું કરવાનું ષડયંત્ર

બાબાના ફેસબૂક એકાઉન્ટની તપાસ કરતા દેખાયું કે, તેના જે ફ્રેન્ડ્સ લિસ્ટમાં લોકો છે તેમના ખાતામાં પણ આવી જ ગતિવીધિઓ જોવા મળે છે. તપાસમાં સામે આવ્યું કે, આઈએસઆઈના ઇશારે આ નવું મોડ્યુલ ઉભું કરવામાં આવ્યું હતું. જેમાં નાના નાના ક્રમીનલ્સનો ઉપયોગ કરીને દેશને આર્થિક નુકસાની થાય, આતંરિક સુરક્ષા જોખમાય તેવા કૃત્યો કરવા માટે આવા લોકોની ઉશ્કેરણી કરવામાં આવી હતી. તે મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આમાં બે આરોપીઓ ભુપેન્દ્ર ઉર્ફે પ્રવિણ અને અન્ય વ્યક્તિને હાલ કોરોના છે તેની અટકાયત કરવામાં આવી છે.
Published by: Kaushal Pancholi
First published: April 7, 2021, 12:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading